<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

સાણંદની માઇક્રોન કંપનીને ૧૨ કલાકની શિફટ ચલાવવાની મંજૂરી અપાઇ

ગુજરાતમાં સેમિકન્‍ડક્‍ટર ઉત્‍પાદનને વેગઃ ૧૨ કલાકની શિફટ માટે કર્મચારીની લેખિત સંમતિ ફરજિયાત લેવી પડશે : કર્મચારી દિવસમાં ૧૨ કલાક સુધી કામ કરી શકશે, પરંતુ અઠવાડિયામાં કુલ કામના કલાક ૪૮ કલાકથી વધુ નહીં હોય

અમદાવાદ તા.૨૦: ગુજરાત સરકારે સેમિકન્‍ડક્‍ટર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે સાણંદ ખાતે આવેલી માઇક્રોન સેમિકન્‍ડક્‍ટર ટેક્રોલોજી ઇન્‍ડિયા પ્રાઇવેટ લિમિટેડને ૧૨ કલાકની શિફટ ચલાવવાની મંજૂરી આપી છે. જોકે, કર્મચારીના કુલ સાપ્તાહિક કામના કલાક ૪૮થી વધુ નહીં થઈ શકે. બાકીના દિવસોમાં પગાર સાથે રજા આપવી પડશે. રાજ્‍ય સરકારે આવી મંજૂરી આપી હોય તેવી આ આ પ્રથમ ઔદ્યોગિક સંસ્‍થા છે.

સરકારના નિવેદન મુજબ, આ મંજૂરી ઓક્‍યુપેશનલ સેફટી, હેલ્‍થ એન્‍ડ વર્કિગ કન્‍ડિશન્‍સ (OSH) કોડ, ૨૦૨૦ હેઠળ આપવામાં આવી છે. આ કોડ સમગ્ર દેશમાં ૨૧ નવેમ્‍બર, ૨૦૨૫થી અમલમાં આવ્‍યો હતો. કોડ હેઠળ સુરક્ષાની શરતો સાથે રાજ્‍ય સરકારોને કેટલીક જોગવાઈમાંથી ફેક્‍ટરીઓને મુક્‍તિ આપવાની સત્તા છે.

મંજૂરી મુજબ પુખ્‍ત કર્મચારી દિવસમાં ૧૨ કલાક સુધી કામ કરી શકશે, પરંતુ અઠવાડિયામાં કુલ કામના કલાક ૪૮થી વધુ નહીં હોવા જોઈએ. બાકીના દિવસોને સવેચન રજા તરીકે ગણવામાં આવશે. ૧૨ કલાકની શિફટમાં માત્ર લેખિત સંમતિ આપનારા કર્મચારીઓને જ કામ કરવાની મંજૂરી રહેશે. કામના સમય અને આરામના સમય સહિત દિવસનો કુલ કાર્યવિસ્‍તાર ૧૨ કલાકથી વધુ નહીં હોય. આરામના વિરામ માટે OSH કોડ, ૨૦૨૦ અને ગુજરાત ઓક્‍યુપેશનલ સેફટી, હેલ્‍થ એન્‍ડ વર્કિગ કન્‍ડિશન્‍સ રૂલ્‍સ, ૨૦૨૫નું પાલન કરવું પડશે. કંપનીએ આવી શિફટમાં કામ કરતા કર્મચારીઓના અલગ રેકોર્ડ રાખવા પડશે. ફેક્‍ટરીઝ માટેના ચીફ ઇન્‍સ્‍પેક્‍ટર-કમ-ફેસિલિટેટર દ્વારા મુકાયેલી વધારાની શરતોનું પણ પાલન કરવું પડશે. નિયમોનો ભંગ થશે તો મંજૂરી રદ થઈ શકે છે અને કાયદેસરની કાર્યવાહી થશે.

શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્‍યું કે બ્‍લ્‍ણ્‍ કોડ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ કમ્‍પ્‍લાયન્‍સને પ્રોત્‍સાહન આપે છે. કોડમાં અઠવાડિયે મહત્તમ ૪૮ કલાક કામની જોગવાઈ છે, પરંતુ ફેક્‍ટરીઓને મુક્‍તિ આપવાની સત્તા પણ છે. ગુજરાતે જાહેર હિત, આર્થિક વિકાસ અને રોજગાર સર્જનને ધ્‍યાનમાં રાખીને આ જોગવાઈનો ઉપયોગ કર્યો છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્‍વ હેઠળ ગુજરાત સેમિકન્‍ડક્‍ટર રોકાણ માટે દેશનું અગ્રણી સ્‍થળ બન્‍યું છે. અહીં ફેબ્રિકેશન, એસેમ્‍બલી, પેકેજિગ, ટેસ્‍ટિંગ અને અદ્યતન ઇલેક્‍ટ્રોનિક્‍સ ઉત્‍પાદનના પ્રોજેક્‍ટ ચાલી રહ્યા છે. GeographicReference

માઇક્રોનના યુનિટમાં પ્રથમ તબક્કામાં ૫ લાખ ચોરસ ફૂટથી વધુ ક્‍લીનરૂમ વિસ્‍તાર હશે. તેમાં વિશ્વના સૌથી મોટા સિગલ-ફલોર સેમિકન્‍ડક્‍ટર એસેમ્‍બલી અને ટેસ્‍ટ ક્‍લીનરૂમમાંના એકનો સમાવેશ થાય છે. ૨૦૨૬માં અહીં કરોડો સેમિકન્‍ડક્‍ટર ચિપ્‍સની એસેમ્‍બલી અને ટેસ્‍ટિંગ થવાની અપેક્ષા છે, જ્‍યારે ૨૦૨૭થી વાર્ષિક ઉત્‍પાદન ક્ષમતા વધીને કરોડો ચિપ્‍સ સુધી પહોંચશે.

સરકારના જણાવ્‍યા મુજબ, સેમિકન્‍ડક્‍ટર ઉત્‍પાદન સામાન્‍ય ફેક્‍ટરીથી અલગ છે. અત્‍યંત નિયંત્રિત ક્‍લીનરૂમમાં ઉત્‍પાદન પ્રક્રિયા સતત ચાલે છે. સ્‍વચાલિત મશીનો ચોવીસ કલાક કાર્યરત રહેતાં હોવાથી સતત ઉત્‍પાદન જરૂરી છે.

ઉદ્યોગ નિષ્‍ણાતોના મતે સેમિકન્‍ડક્‍ટર ક્ષેત્રમાં ૧૨ કલાકની શિફટ વૈશ્વિક સ્‍તરે સ્‍વીકૃત પદ્ધતિ છે. તેનાથી શિફટ બદલવાની સંખ્‍યા ઘટે છે, ક્‍લીનરૂમમાં પ્રવેશ ઓછો થાય છે, મશીનોનો વધુ સારો ઉપયોગ થાય છે અને અબજો ડોલરના રોકાણવાળી ફેસિલિટીમાં સતત ઉત્‍પાદન શક્‍ય બને છે. કર્મચારીઓ અઠવાડિયામાં ઓછા દિવસ કામ કરે છે, પરંતુ કુલ સાપ્તાહિક મર્યાદા ૪૮ કલાક જ રહે છે.

(4:10 PM IST)