<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

રાજ્યમાં 103 સિવિલ જજોની નિયમિત ખાલી જગ્યાઓ પર પ્રોબેશન હેઠળ નિમણૂક

ગુજરાત હાઇકોર્ટની ભલામણ બાદ કાયદા વિભાગ દ્વારા 103 સિવિલ જજોની નિયમિત ખાલી જગ્યાઓ પર પ્રોબેશન હેઠળ નિમણૂક:પસંદ થયેલા તમામ ઉમેદવારોએ Rs 5 લાખનો સર્વિસ બોન્ડ ભરવો પડશે અને નિયત સમયમર્યાદામાં તમામ નિર્ધારિત પરીક્ષાઓ પાસ કરવાની રહેશે.

ગુજરાતના ન્યાયતંત્ર માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટની ભલામણના આધારે રાજ્યના કાયદા વિભાગ દ્વારા નિયમિત ખાલી જગ્યાઓ સામે 103 ઉમેદવારોને સિવિલ જજ તરીકે નિમણૂક આપવામાં આવી છે. ગાંધીનગર સચિવાલય ખાતેથી રાજ્યપાલના આદેશથી અન્ડર સેક્રેટરી એ. કે. ગોહિલ દ્વારા 20 ઓગસ્ટ 2026 ના રોજ આ સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

પસંદગી પામેલા મુખ્ય ઉમેદવારોમેરિટ યાદીમાં પ્રથમ ક્રમે પ્રિયંશ મહેન્દ્રસિંહ રાઠોડ, દ્વિતીય ક્રમે રિયા ગોયલ અને તૃતીય ક્રમે ગરિમા ગોપીનાથ નામ્બિયાર સ્થાન પામ્યા છે. આ ઉપરાંત આરુષિ અગ્રવાલ, વિશ્વાસસિંહ વિજયસિંહ સિસોદિયા, અમિતા જૈન, યશ મહેતા, મહિપાલસિંહ ઘનશ્યામભાઈ રાઠોડ, શ્રેયા સિંઘલ અને હિતેશકુમાર હીરાભાઈ સોલંકી સહિત કુલ 103 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.
નિયમિત ધોરણે પસંદ થયેલા દરેક ઉમેદવારે Rs 5 Lakh નો બોન્ડ ભરવો પડશે. ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ તેમણે ઓછામાં ઓછા 3 Years સુધી સેવા આપવાની રહેશે. જો ઉમેદવાર આ સમયગાળા પહેલાં રાજીનામું આપે કે નોકરી છોડે, તો બોન્ડની પૂરી રકમ જપ્ત થશે.

તમામ નિયુક્ત અધિકારીઓએ નિયત સમયમર્યાદામાં જરૂરી તમામ ખાતાકીય પરીક્ષાઓ પાસ કરવી પડશે.

તમામ ન્યાયિક અધિકારીઓનો પ્રોબેશન અને સિનિયોરિટી પિરિયડ ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ સર્વિસીસ રૂલ્સ, 2005 અને ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ, 2002 હેઠળ સંચાલિત થશે.

આ નિમણૂકો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ રહેલી Writ Petition (Civil) No. 259/2026 (I.A. No. 62168/2026) ના આખરી ચુકાદાને આધીન રહેશે.

ઉમેદવારોના પોસ્ટીંગના વિગતવાર ઓર્ડર ગુજરાત હાઇકોર્ટ (High Court of Gujarat) દ્વારા અલગથી જારી કરવામાં આવશે.

(10:40 PM IST)