News of Sunday, 23rd August 2026
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 600 મુસાફરોની ક્ષમતા ધરાવતી ભવ્ય ક્રૂઝ તૈયાર
આ ક્રૂઝબોટ ગુજરાતમાં પ્રથમવાર જળમાર્ગ પર વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પણ ઓળખ મેળવશે.

( ભરત શાહ દ્વારા ) નર્મદા :સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓને વધુ એક લાભ મળશે પ્રવાસનને વધુ આકર્ષક બનાવવા માટે નર્મદા નદીમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ અંદાજે 600થી વધુ મુસાફરોની ક્ષમતા ધરાવતી આ ક્રૂઝબોટ ગુજરાતમાં પ્રથમવાર જળમાર્ગ પર વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પણ ઓળખ મેળવશે.
ક્રૂઝબોટમાં પ્રવાસીઓને મનોરંજન માટે ડાન્સ પાર્ટી, આદિવાસી લોકનૃત્ય, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ લાઈવ એન્ટરટેઈનમેન્ટ જેવી વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવશે, જેથી નર્મદા નદીમાં સફર વધુ યાદગાર બની રહે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ક્રૂઝબોટનું વિધિવત લોકાર્પણ થવાની શક્યતા છે. લોકાર્પણ બાદ વડાપ્રધાન આ નવી ક્રૂઝબોટમાં પ્રવાસ પણ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ કાર્યક્રમ અંગે સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.
આ ક્રૂઝબોટમાં સામાન્ય પ્રવાસ ઉપરાંત લગ્ન સમારોહ, રિસેપ્શન, બર્થડે પાર્ટી, એનિવર્સરી, કોર્પોરેટ ઇવેન્ટ્સ તેમજ અન્ય સામાજિક પ્રસંગોનું આયોજન પણ કરી શકાશે. ગુજરાતમાંજ પ્રથમ વખત પાણીની વચ્ચે તરતી બોટમાં આવા કાર્યક્રમો યોજવાની અનોખી સુવિધા ઉપલબ્ધ બનશે
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
