તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Sunday, 23rd August 2026
રાજપીપળાના પોશ વિસ્તાર એવા રાજેન્દ્રનગર સોસાયટીમાં એક બંધ મકાનમાં આગ લાગી
સાંસદ મનસુખભાઇ વસાવાના મકાન સામે એક બંધ મકાનમાં લાગી આગ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા રાજેન્દ્રનગર સોસાયટી ના એક બંધ મકાન માં આગ લાગતા સ્થાનિકો ના જીવ તાળવે ચોંટયા હતા, રાજપીપળા નગરપાલિકા ની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘણા સમયથી બંધ મકાનમાં લાગેલી આગનું પ્રાથમિક તારણ સૉર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે
આ મકાન ના ઉપરના માળ માંથી કાળા ધુમાડા નીકળતા પાડોશી દ્વારા રાજપીપળા નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરવામાં આવી ત્યારબાદ ફાયર કર્મીઓએ મકાનના મેન વીજ વાયરો કાપી આગ ઓલવવા માટે કર્યો પ્રયાસ, પાક્કા મકાનમાં કાળા ધુમાડાના ગોટે ગોટા નીકળતા ફાયર ફાયટરો ને આગ ઓલવવા માં તકલીફ થઈ હતી. જોકે આ બંધ મકાન હોય કોઈ જાન હાનિ નહિ પરંતુ ઘર વખરી ને મોટું નુકશાન થયાનું જાણવા મળ્યું છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
