સી.બી.ડી.સી વિતરણમાં પડતી મુશ્કેલી બાબતે દેડિયાપાડા તાલુકા ફેરપ્રાઈઝ શોપ એસો.ને મામલતદારને કરી રજૂઆત
છેલ્લા ત્રણ દિવસથી સર્વર ન ચાલતુ હોવાથી ગ્રાહકો સાથે વ્યાજબી ભાવના દુકાન સંચાલક સાથે ઝઘડા તેમજ સંઘર્ષ થઇ રહ્યો છે

( ભરત શાહ દ્વારા )નર્મદા :સી.બી.ડી.સી વિતરણમાં પડતી મુશ્કેલી બાબતે દેડિયાપાડા તાલુકા ફેરપ્રાઈઝ શોપ એસો.નેમામલતદાર ને લેખિત રજૂઆત કરી છે.
દેડિયાપાડા તાલુકામાં હાલમાં સરકાર દ્વારા સી.બી.ડી.સી પીએનબી એપ મારફતે સરકાર માંથી આવેલ લીસ્ટ મુજબના લાભાર્થીઓને અનાજનો જથ્થો આપવામાં ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં છેલ્લા ત્રણ દિવસથી સર્વર ન ચાલતુ હોવાથી ગ્રાહકો સાથે વ્યાજબી ભાવના દુકાન સંચાલક સાથે ઝઘડા તેમજ સંઘર્ષ થઇ રહ્યો છે. લાભાર્થીઓ ચારથી પાંચ વાર ધક્કા ખાઈ રહ્યા છે, તેમજ ખેતી કામ ધંધો છોડીને લાંબી લાઈનોમાં ઉભા રહીયા બાદ સંચાલકો સાથે સંઘષ થઇ રહીયો છે.
પી.એન.બી માં નિચે પ્રમાણેની ગ્રાહકોને મુશ્કેલીઓ થઈ રહી છે.
(૧) અત્રેના દેડિયાપાડા તાલુકો અતિ પછાત તેમજ મુજુર વર્ગ લાભાર્થી હોવાથી અમુક પીએનબી અંગેનો વાઇટ લીસ્ટ થયેલ લાભાર્થી બહાર ગામ મજુરીએ અથવા ભરૂચ-અંકલેશ્વર સુધી મજુરીયે હોવાથી અનાજ લેવા આવી શકતા નથી.
(૨) રોજ રોજ કમાતા ગરીબ પ્રજા પાસે સ્માર્ટ ફોન લેવાના પૈસા ન હોવાથી રજીસ્ટેશન કરી શકતા નથી.
(૩) ઉંમર વાળા લાભાર્થીઓ પાસે મોબાઇલ લઇ શકે તેટલા નાણા ન હોવાથી તેનુ વાઇટ લીસ્ટીંગ થઇ શકતુ નથી.
(૪) અમુક લાભાર્થીને સ્માર્ટફોન વાપરતા આવડતુ નથી.
(૫) જેનુ યાદીમાં નામ છે એ અમુક સભ્ય અભ્યાસ માટે સુરત, વડોદરા, અમદાવાદ,ગાંઘીનગર છે તેમનુ સીબીડીસી થયેલ છે. પરંતુ અનાજ લેવા આવી શકતા નથી જેથી રેશનકાર્ડ સાઇલેન્ટ થઇ જવાની સંભાવના છે.
(5) અમુક લાભાર્થીઓના આધારકાર્ડમાં જુના મોબાઇલ નંબર લીંક છે યાદીમાં નામ આવેલ છે.પરંતુ નવો મોબાઇલ નંબર અપડેટ કરીયા બાદ પણ પીએનબીએપ ઇન્સટોલેશન કરી રજિસ્ટ્રેશન કરી શકતા નથી.
(૭) અમુક ગ્રાહકોના મોબાઇલ નંબર ખોવાઇ ગયેલ અથવા સિમ બંધ છે, તેમનો હાલમાં ચાલુ નંબર આધારકાર્ડમાં અપડેટ કર્યા બાદ પણ એપમાં રજિસ્ટ્રેશન થઇ શકતુ નથી.
(૮) વાંરવાર આવી ટેકનીકલ સમસ્યા તેમજ જથ્થો વિતરણમાં ટેકનિકલ પ્રોબલેમના લીધે ગ્રાહકો કંટાળીને ઉપલા લેવલે અરજી કરીશું તેવી ધાક ધમકી આપે છે.
(૯) જેથી પીએનબીએપ ડાઉનલોડ કરેલ લાભાર્થીઓ શિવાય કાર્ડમાં બાયોમેટીક પધ્ધતિથી પણ અનાજનો જથ્થો વિતરણ થાય તે મુજબ આપણી કક્ષાએ અમારી રજુઆત છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
