<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

બનાસકાંઠામાં અમીરગઢમાં દશામાની મૂર્તિઓનું અયોગ્ય વિસર્જનથી આસ્થા દુભાતા વિરોધ બાદ યોગ્ય વિસર્જન કરાયું

ટ્રસ્ટે નદીના પટમાંથી તમામ મૂર્તિઓને એકત્ર કરી ટ્રેક્ટરમાં ભરીને વધુ પાણી ધરાવતા સ્થળે પહોંચાડી જ્યાં અંતે તમામ મૂર્તિઓનું વિધિવત અને યોગ્ય રીતે વિસર્જન કરવામાં આવ્યું

બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં 10 દિવસની આસ્થા અને ભક્તિભાવ પૂર્વક પૂજન બાદ દશામાની મૂર્તિઓનું યોગ્ય વિસર્જન ન થતાં શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઈકબાલગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિર નજીક બનાસ નદીમાં પાણીનો પ્રવાહ નહિવત હોવાથી મૂર્તિઓ નદીના પટમાં પડી રહી હતી, જેના કારણે લોકોની ધાર્મિક આસ્થાને પહોંચેલી ઠેસને લઈને અનેક તર્કવિતર્કો સર્જાયા હતા. આ મામલે વિરોધ સામે આવતા જ મંદિર ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રસ્ટે નદીના પટમાંથી તમામ મૂર્તિઓને એકત્ર કરી ટ્રેક્ટરમાં ભરીને વધુ પાણી ધરાવતા સ્થળે પહોંચાડી હતી, જ્યાં અંતે તમામ મૂર્તિઓનું વિધિવત અને યોગ્ય રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું.

(8:38 PM IST)