<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

એનસીસી કેમ્પમાં MSUના કેડેટ રજત નેગીની CSUO તરીકે પસંદગી

કેમ્પમાં MSU, પારુલ યુનિવર્સિટી સહિત ૧૪ જેટલી શાળા-કોલેજોના આશરે ૫૦૦ એનસીસી કેડેટ્સે ભાગ લીધો

વડોદરા: નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક જીતનગર લીડરશીપ એકેડમી ખાતે ૧૨થી ૨૧ ઓગસ્ટ દરમિયાન ૦૧-ગુજરાત એર સ્ક્વોડ્રન એનસીસી, વડોદરા દ્વારા કમ્બાઇન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં MSU, પારુલ યુનિવર્સિટી સહિત ૧૪ જેટલી શાળા-કોલેજોના આશરે ૫૦૦ એનસીસી કેડેટ્સે ભાગ લીધો હતો.
કેમ્પ દરમિયાન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU), વડોદરાના ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી સ્ટડીઝ વિભાગમાં તૃતીય વર્ષમાં અભ્યાસ કરતા લિડિંગ ફ્લાઇટ કેડેટ રજત નેગીની ૫૦૦ કેડેટ્સમાંથી ‘કેડેટ સિનિયર અન્ડર ઓફિસર’ (CSUO) તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ પ્રસંગે એરફોર્સ ઓફિસરની ઉપસ્થિતિમાં રેન્ક સેરેમની યોજાઈ હતી, જેમાં કેડેટ્સે રજત નેગીને અભિનંદન પાઠવ્યા હતા.
રજત નેગી અગાઉ દરજીપુરા (વડોદરા), ઓલ ઇન્ડિયા વાયુસેનિક કેમ્પ (બેંગ્લોર) અને એરફોર્સ એકેડમી એટેચમેન્ટ (હૈદરાબાદ) જેવા રાષ્ટ્રીય કક્ષાના એનસીસી કેમ્પમાં પણ પસંદગી પામી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ચૂક્યા છે. તેમના દાદા આનંદસિંઘ નેગી પૂર્વ પોલીસ અધિકારી છે, જ્યારે તેમના પિતા મુકેશ નેગી નર્મદા જિલ્લા પોલીસમાં ફરજ બજાવી હાલ વડોદરા કાર્યરત છે.
પોતાની સિદ્ધિ અંગે રજત નેગીએ યુવાનોને એનસીસીમાં જોડાઈ શિસ્ત, નેતૃત્વ અને દેશસેવાની ભાવના કેળવવા અપીલ કરી હતી.
રજત નેગીના તત્કાલીન શિક્ષિકા અને હાલ રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી શિવાંગી મહેતા નાઓએ તેમના વિદ્યાર્થીની સફળતા અને દેશભાવના જોઈને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવેલ છે

(10:03 PM IST)