તા. ૧૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ મંગળવાર
News of Monday, 24th August 2026
ધોળકાના ભેટાવાડા ગામે કેમિકલયુક્ત પાણીના પ્રશ્ને ખેડૂતો અને ગ્રામજનો દ્વારા શરૂ કરાયેલ આંદોલન આજે ત્રીજા દિવસે યથાવત
કોંગ્રેસના ધંધુકાના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ સહિત અનેક આગેવાનોએ ખેડૂતોને સમર્થન જાહેર કર્યું : આંદોલનમાં 1,000થી વધુ મહિલા-પુરુષો જોડાયા

ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે કેમિકલયુક્ત પાણીના પ્રશ્ને ખેડૂતો અને ગ્રામજનો દ્વારા શરૂ કરવામાં આવેલા આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે પાંચ ગામોના મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો આંદોલનના સ્થળે એકઠા થયા હતા. ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના આગેવાનો પણ આંદોલન સ્થળે પહોંચ્યા હતા. કોંગ્રેસના ધંધુકાના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ સહિત અનેક આગેવાનોએ ખેડૂતોને સમર્થન જાહેર કર્યું હતું.
આંદોલનમાં 1,000થી વધુ મહિલા-પુરુષો જોડાયા છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતો અને ગ્રામજનો ધરણા પર બેઠા હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે કેમિકલયુક્ત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને ખેડૂતોના ખેતરો તથા ગ્રામજનોને થઈ રહેલા નુકસાન અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. હવે જોવાનું રહ્યું કે ત્રણ દિવસથી ચાલી રહેલા આ આંદોલન બાદ તંત્ર ક્યારે જાગે છે અને ખેડૂતો તથા ગ્રામજનોની સમસ્યાનું ક્યારે નિરાકરણ આવે છે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
