<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

સુરતના ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાની SRK કંપની પાસે ₹25 લાખની ખંડણી માંગનાર ઝડપાયો

શેરબજારમાં થયેલું આશરે ₹15થી ₹20 લાખનું દેવું ચૂકવવા માટે આરોપીએ ખંડણી માગી હતી: આરોપી પૂર્વ કર્મચારી હોવાનું પણ સામે આવ્યું

સુરતના હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાની SRK કંપની પાસે ₹25 લાખની ખંડણી માંગવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. કંપનીના કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ખંડણી માગવામાં આવતા કતારગામ પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને કોલ લોકેશનના આધારે પોલીસે આરોપી વિજય દેસાઈને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે શેરબજારમાં થયેલું આશરે ₹15થી ₹20 લાખનું દેવું ચૂકવવા માટે આરોપીએ ખંડણી માગી હતી. વધુ તપાસમાં આરોપી પૂર્વ કર્મચારી હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીએ પુરાવા નષ્ટ કરવા માટે ભિક્ષુકના નામે લીધેલું સિમકાર્ડ અને મોબાઈલ નદીમાં ફેંકી દીધા હતા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(7:31 PM IST)