તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Monday, 24th August 2026
સરકારી કચેરીઓમાં પર્યાવરણ સુરક્ષા માટે મોટો નિર્ણય: પ્લાસ્ટિકના ફોલ્ડર અને ફાઈલોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ
હવેથી પ્લાસ્ટિકના સ્થાને પર્યાવરણને અનુકૂળ એવા શણ (જૂટ) અને કાપડમાંથી બનાવેલા ફાઈલ કવર તેમજ ફોલ્ડરનો જ ઉપયોગ કરવાનો કડક આદેશ

ગાંધીનગર : રાજ્યની સરકારી કચેરીઓમાં પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છતાની દિશામાં એક અત્યંત મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરીને તમામ સરકારી કચેરીઓમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશને ઘટાડવાના ભાગરૂપે પ્લાસ્ટિકના ફોલ્ડર અને ફાઈલોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ નવો નિર્ણય સચિવાલયના તમામ વિભાગો, બોર્ડ-કોર્પોરેશન, નિગમો તેમજ તમામ સરકારી યુનિવર્સિટીઓ અને ગ્રાન્ટ-ઈન-એઈડ (અનુદાનિત) સંસ્થાઓને સમાન રીતે લાગુ પડશે. હવેથી પ્લાસ્ટિકના સ્થાને પર્યાવરણને અનુકૂળ એવા શણ (જૂટ) અને કાપડમાંથી બનાવેલા ફાઈલ કવર તેમજ ફોલ્ડરનો જ ઉપયોગ કરવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે, જેથી પ્લાસ્ટિકના કચરા પર અંકુશ મેળવીને પર્યાવરણનું જતન કરી શકાય.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
