<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની મોટાપાયે બદલીઓના હુકમો : ૨૫ ચીફ ઓફિસરોની નવી જગ્યાઓ પર નિમણૂક : જુઓ સંપૂર્ણ લિસ્ટ

ગાંધીનગર સચિવાલય ખાતેથી ૨૪ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ અધિસૂચના જાહેર : બદલી પામેલા તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવો હોદ્દો અને બદલીનું સ્થળ સંભાળી લેવા માટે આદેશ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને કચેરીઓમાં ફરજ બજાવતા ચીફ ઓફિસર સંવર્ગના અધિકારીઓની મોટાપાયે બદલીઓ અને નવી નિમણૂકો કરવામાં આવી છે. વિભાગના નાયબ સચિવ (નગરપાલિકાઓ) નિલેશ મોદી દ્વારા સંચાલિત આ આદેશ મુજબ રાજ્યપાલના હુકમથી ૨૫ જેટલા ચીફ ઓફિસરોના બદલીના હુકમો તાત્કાલિક અસરથી અમલી બને તે રીતે જારી કરવામાં આવ્યા છે.

અધિસૂચનામાં દર્શાવ્યા મુજબ બદલી પામેલા અધિકારીઓ અને તેમના જૂના તેમજ નવા નિમણૂકના સ્થળોની વિગતો નીચે મુજબ છે:

રવિકાંત પટેલ: સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ મ્યુનિસિપલ કમિશ્નર પદેથી બદલી કરીને માણસા ખાતે નિમણૂક કરવામાં આવી છે.
પારસ મકવાણા: વેરાવળ-પાટણથી બદલી કરીને સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ મ્યુનિસિપલ કમિશ્નર બનાવવામાં આવ્યા છે.
કેશવ કોલડીયા: અંકલેશ્વરથી બદલી કરીને પ્રાદેશિક કમિશ્નરશ્રી મ્યુનિસિપાલિટી, સુરત ઝોન ખાતે બદલી કરાઈ છે.
વિશાલ પટેલ: ખંભાતથી બદલી કરીને કલોલ ખાતે મુકાયા છે.
સુશ્રી ઉમા રામીણા: દહેગામથી બદલી કરીને બોરસદ ખાતે નિમણૂક અપાઈ છે.
વિરાજ શાહ: બોરસદથી બદલી કરીને ડભોઈ ખાતે મૂકવામાં આવ્યા છે.
નીતિન બોડાત: કલોલથી બદલી કરીને પ્રાદેશિક કમિશ્નરશ્રી મ્યુનિસિપાલિટી, અમદાવાદ ઝોન ખાતે નિમણૂક પામ્યા છે.
સુશ્રી કૈલાશ પ્રજાપતિ: તારાપુરથી બદલી કરીને બારેજા ખાતે મૂકવામાં આવ્યા છે.
સતિષ પટેલ: માણસાથી બદલી કરીને પ્રાદેશિક કમિશ્નરશ્રી મ્યુનિસિપાલિટી, ગાંધીનગર ઝોન ખાતે નિમણૂક કરાઈ છે.
અશ્વિન વ્યાસ: ગોંડલથી બદલી કરીને વેરાવળ-પાટણ ખાતે મુકાયા છે.
સુશ્રી રૂપલ ખેતીયા: ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાંથી બદલી કરીને પ્રાદેશિક કમિશ્નરશ્રી મ્યુનિસિપાલિટી, રાજકોટ ઝોન ખાતે મૂકવામાં આવ્યા છે.
જયેશ પટેલ: વિરમગામથી બદલી કરીને ચોટીલા ખાતે નિમણૂક પામ્યા છે.
જયકિશન તડવી: ડભોઈથી બદલી કરીને ખંભાત ખાતે મૂકવામાં આવ્યા છે.
સુશ્રી તેજલ મુંધવા: શહેરાથી બદલી કરીને દહેગામ ખાતે બદલી કરાઈ છે.
ભદ્રેશ પટેલ: મોડાસાથી બદલી કરાઈ છે.
મંટીલ પટેલ: ધ્રાંગધ્રાથી બદલી કરીને વિરમગામ ખાતે નિમણૂક અપાઈ છે.
સુશ્રી ભારતીબેન સોમાણી: ઉમરેઠથી બદલી કરીને શહેરા ખાતે મુકાયા છે.
વિપુલ પનારા: ચોટીલાથી બદલી કરીને ઉમરેઠ ખાતે મૂકવામાં આવ્યા છે.
સંદીપસિંહ ઝાલા: બારેજાથી બદલી કરીને રાપર ખાતે નિમણૂક પામ્યા છે.
બ્રિજરાજસિંહ વાળા: જામજોધપુરથી બદલી કરીને ગોંડલ ખાતે મૂકવામાં આવ્યા છે.
જયમલ મોઢવાડીયા: ધોરાજીથી બદલી કરીને જામજોધપુર ખાતે નિમણૂક પામ્યા છે.
મુકેશ વાઘેલા: કેશોદથી બદલી કરીને ધોરાજી ખાતે મુકાયા છે.
ભાવિન કાંધાણી: નખત્રાણાથી બદલી કરીને કેશોદ ખાતે મૂકવામાં આવ્યા છે.
જીજ્ઞેશ બારોટ: માંડવી (કચ્છ)થી બદલી કરીને હારીજ ખાતે નિમણૂક પામ્યા છે.
મનોજ સોલંકી: પ્રાદેશિક કમિશ્નરશ્રી મ્યુનિસિપાલિટી, ગાંધીનગર ઝોન ખાતેથી બદલી કરીને મોડાસા ખાતે મુકાયા છે.

આ ઉપરાંત, મુંદ્રા-બારોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર (મામલતદાર, વર્ગ-૨) વૈભવ વ્યાસ પોતાની હાલની કામગીરી ઉપરાંત માંડવી (કચ્છ) નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકેનો વધારાનો હવાલો સંભાળશે. આ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાની નવી જગ્યાઓ પર ચાર્જ સંભાળી લેવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

 

(1:15 PM IST)