રૂસમાં ૯/૧૧ જેવો હુમલો : ૬ ઇમારતો સાથે ટકરાયું ડ્રોન : રૂસનાં કઝાન શહેર નિશાના ઉપર : યુક્રેને હુમલો કર્યાની આશંકા : વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલાની યાદ તાજી થઇ : સમગ્ર વિશ્વ સ્તબ્ધ : ૩ ગગનચુંબી ઇમારતો સાથે ટકરાયા ૮ ડ્રોન : ભયાનક ધડાકા : આગ : તબાહી : મૃત્યુઆંક : નુકસાનીની વિગતો હજુ જાહેર થઇ નથી : કઝાનમાં જ તાજેતરમાં બ્રિકસ સંમેલન યોજાયું હતું3:24 PM IST
આવકવેરા વિભાગે કાશ્મીરથી દુબઈ સુધી ફેલાયેલા હવાલા નેટવર્કનો પર્દાફાશ કર્યો : ૮૦૦ કરોડના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો : વિભાગે કાશ્મીરમાં રૂ.૫૦ કરોડથી વધુની પ્રોપર્ટી ડીલ સાથે સંબંધિત દસ્તાવેજો અને રૂ.૧ કરોડથી વધુની રોકડ પણ જપ્ત કરી છે : આ નેટવર્કમાં રિયલ એસ્ટેટ અને કાશ્મીરી હસ્તકલા સાથે સંકળાયેલા કેટલાક લોકો સામેલ છે3:32 PM IST
પંજાબની પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પરિણામ જાહેર : AAP-કોંગ્રેસનો દબદબો : જાણો કોણ બનશે મેયર : ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર મુકાબલો થયો: કોંગ્રેસ ફગવાડામાં સૌથી મોટી પાર્ટી બની: AAP લુધિયાણા અને પટિયાલામાં મેયર બનશે:કોંગ્રેસના અમૃતસરમાં મેયર બનશે. જલંધરમાં AAPને લીડ મળી પણ મેયરની ચૂંટણી અપક્ષોના સમર્થનથી જ થશે.12:11 AM IST
જીએસટી કાઉન્સિલની બેઠક પૂર્ણ : સિગારેટ, લક્ઝરી ઘડિયાળો, પોપકોર્નથી લઈ ઓનલાઈન ફૂડ સુધી શું સસ્તું અને શું મોંઘું થયું? : GST કાઉન્સિલની જેસલમેર બેઠકમાં પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી :ફૂડ ડિલિવરી કંપનીઓ પર જીએસટીના મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નથી : બેઠકમાં 100 થી વધુ વસ્તુઓના GST દરોને તર્કસંગત બનાવવા અંગે કોઈ નિર્ણય લઈ શકાયો નથી11:59 PM IST
ઓસ્ટ્રેલિયાની લેબમાંથી વાઈરસના 323 સેમ્પલ ગાયબ: મોટો ખળભળાટ :કોરોના કરતા 100 ગણા વધુ ખતરનાક : ક્વીન્સલેન્ડના આરોગ્ય પ્રધાન ટિમ નિકોલ્સે કહ્યું- લેબમાંથી જીવંત વાયરસના 323 નમૂનાઓ ગુમ થયા જેમાં હેન્ડ્રા વાયરસના લગભગ 100 સેમ્પલ અને લસા વાયરસના 223 સેમ્પલ સામેલ :આ તમામ વાયરસ મનુષ્ય માટે અત્યંત ઘાતક 10:11 PM IST
કોંગ્રેસ નેતા જયરામ રમેશે ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલ : કહ્યું- પારદર્શિતાનો આટલો ડર કેમ લાગે છે ? : કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે કોર્ટના નિર્દેશોનું પાલન કરવાને બદલે પંચ પારદર્શિતાને મર્યાદિત કરવા કાયદામાં સુધારો કરવા દોડી રહ્યું છે. તેમણે પંજાબ-હરિયાણા હાઈકોર્ટના નિર્ણયને ટાંક્યો9:02 PM IST
રાષ્ટ્રહિતના મુદ્દે આપણો દ્રષ્ટિકોણ પક્ષપાતી ન હોવી જોઈએ, આપણી પ્રવૃત્તિઓ માત્ર રાષ્ટ્રવાદથી પ્રેરિત હોવી જોઈએ : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ : પંજાબ યુનિવર્સિટીનું પાંચમું વૈશ્વિક પૂર્વ વિદ્યાર્થી સંમેલન : કુલાધિપતિ જગદીપ ધનખડ અને પૂર્વ વિદ્યાર્થી-રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિ:શૈક્ષણિક સંસ્થા માટે તેના પૂર્વ વિદ્યાર્થીઓ તેની સૌથી મોટી સંપત્તિ છે : આચાર્ય દેવવ્રત:પૂર્વ રાજ્યપાલ ડૉ. કે.કે. પોલ, NDRFના પૂર્વ મહાનિર્દેશક અતુલ કરવાલ, મીડિયા નિષ્ણાત શેખર ગુપ્તા સહિત અન્ય પૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત6:34 PM IST
ફેડરલ ક્રેડિટ યુનિયનમાં મોટા પાયે ડેટા ભંગથી 2,40,000થી વધુ સભ્યોની અંગત માહિતી થઈ જાહેર : કંપનીએ કહ્યું કે તેણે તેના નેટવર્ક પર શંકાસ્પદ ગતિવિધિઓ જોયા અને કાયદાના અમલીકરણને સૂચના આપી. તપાસમાં જાણવા મળ્યું છે કે હેકર્સે 5 સપ્ટેમ્બર અને 4 નવેમ્બરની વચ્ચે ક્રેડિટ યુનિયનની સિસ્ટમ્સ એક્સેસ કરી, સંભવિતપણે સંવેદનશીલ ફાઇલો મેળવી. કંપનીએ જણાવ્યું કે તપાસ 22 નવેમ્બરે પૂરી થઈ.6:14 PM IST
દુબઈથી ગોલ્ડ ખરીદવાના દિવસો ગયા ! હવે ભારતમાં સોનાના દાગીના સસ્તા થયા : જો તમે દુબઈથી સોનાના આભૂષણો ખરીદવાનું વિચારી રહ્યા છો તો રોકી દો : પહેલા દુબઈ અને ભારતમાં સોનાના ભાવની સરખામણી કરો : સોના પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો અને અહીં સોનાની જ્વેલરી પર ઓછા મેકિંગ ચાર્જને કારણે ભારતમાં સોનાની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છેઃ દુબઈ કરતાં ભારતમાં સોનાના દાગીના સસ્તા : આ જ કારણ છે કે દુબઈમાં રહેતા એનઆરઆઈને હવે ભારતમાં બનેલી સોનાની જ્વેલરી મળી રહી છે10:33 AM IST
મોદીની શાનદાર લોકપ્રિયતાએ મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપને જીત અપાવી, રાહુલ ગાંધી ફરી એક વાર ફેલ : સર્વે : મહારાષ્ટ્રમાં સર્વે કરવામાં આવેલા લગભગ ૫૫ ટકા અને હરિયાણામાં ૫૩ ટકા મતદારોએ પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતામાં ઉછાળાની વાત કહી લોકસભા અને વિધાનસભા ચૂંટણીની વચ્ચે મતદારોની ભાવનામાં બદલાવ આવ્યો છે : મહારાષ્ટ્ર અને હરિયાણાના કેટલાય મતદારો, જેમણે સંસદીય ચૂંટણીમાં ભાજપને વોટ નહોતો આપ્યા, તેમણે વિધાનસભા ચૂંટણીમાં પોતાનો નિર્ણય બદલી નાખ્યો11:53 AM IST
રાત્રે સૂતા પહેલા ખાઇ લો એક જાદુઇ ગોળી! ૮ દિવસમાં પાઇલ્સથી મળશે છુટકારો : પાઇલ્સનો ઇલાજ કરવા માગતા હોય તો તમારા ખાન-પાન અને લાઇફસ્ટાઇલમાં બદલાવ કરો. ફાઇબરથી ભરપૂર ફૂડનું સેવન કરો, પાણી વધારે પીવો, રેગ્યુલર એક્સરસાઇઝ કરો, લાંબા સમય સુધી એક જગ્યાએ ન બેસો અને કેટલાક દેશી નુસખાનું સેવન કરો તો તમે સરળતાથી આ બીમારીને કંટ્રોલ કરી શકો છો10:06 AM IST
બાંગ્લાદેશમાં હરામખોરોએ ફરી ત્રણ હિંદુ મંદિરો પર હુમલો : આઠ મૂર્તિઓ તોડી : બાંગ્લાદેશના મૈમનસિંહ અને દિનાજપુરમાં બદમાશોએ બે દિવસમાં ત્રણ હિંદુ મંદિરોની આઠ મૂર્તિઓ તોડી નાખી ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાના ૮,૨૦૦ કેસ અને ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં ૧૧૨ કેસ નોંધાયા11:08 AM IST
રામ રહીમને લાગ્યો મોટો ઝટકોઃ હાઈકોર્ટનો આદેશ રદ: સાધુઓને નપુંસક બનાવવાના મામલે ફરી ચાલશે કેસ : ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમ સામેનો કેસ ફરીથી વિશેષ CBI કોર્ટમાં ચલાવવામાં આવશે:પંજાબ હરિયાણા હાઈકોર્ટે ભગવાનને મળવાના નામે સાધુઓને નપુંસક બનાવવાના કેસમાં કેસ ડાયરી સોંપવાના આદેશને રદ કરી દીધો9:09 PM IST
ક્રૂરતામાં પાકિસ્તાન કરતાં બાંગ્લાદેશ આગળ, હિંદુઓ પર હુમલાના 2200 કેસ નોંધાયા: વિદેશ મંત્રાલયે યુનુસ સરકારનો પર્દાફાશ કર્યો : બાંગ્લાદેશે હિંદુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાના મામલે પાકિસ્તાનને પાછળ છોડી દીધું:કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જણાવ્યું કે 8 ડિસેમ્બર સુધી બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાના 2200 કેસ નોંધાયા છે. જ્યારે પાકિસ્તાનમાં ઓક્ટોબર સુધીમાં આવા કેસોની સંખ્યા 112 હતી.9:10 PM IST
કાશ્મીર-લદ્દાખમાં ઠંડીના ત્રીજા ડિગ્રીનો ભારે કહેર :પારો ગગડ્યો -24 ડિગ્રી : શિયાળાનું ટ્રેલર જોઈને દિલ્હીવાસીઓ કંપી ઊઠ્યા! : ઠંડીએ જમ્મુ અને કાશ્મીરથી લદ્દાખ સુધી કહેર વર્તાવ્યો :શ્રીનગરનું તાપમાન માઈનસ 6.2 ડિગ્રી સેલ્સિયસ, શોપિયાનું તાપમાન માઈનસ 10 ડિગ્રી અને ઝોજિલાનું તાપમાન માઈનસ 24 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું.11:14 PM IST
બાંગ્લાદેશ અને પાકિસ્તાનનું નવું પગલું : યુનુસ અને શરીફ સાર્કને પુનર્જીવિત કરવામાં વ્યસ્ત: ભારતે રસ કેમ ન દાખવ્યો? : 2016માં પઠાણકોટ અને ઉરી હુમલા બાદ સાર્ક બેક બર્નર પર ગયું ત્યારપછી કોઈ બેઠક થઈ નથી. ભારત પણ હવે સાર્કમાં રસ દાખવી રહ્યું નથી: બાંગ્લાદેશ અને પાકિસ્તાને સાર્કને ફરીથી સક્રિય કરવાના પ્રયાસો શરૂ કર્યા11:29 PM IST
ક્રેડિટ કાર્ડનો કાળજીપૂર્વક ઉપયોગ કરજોઃ જો ડિફોલ્ટ થાય તો તમારે ૫૦% સુધીનું વ્યાજ ચૂકવવું પડશે : સુપ્રીમ કોર્ટે નેશનલ કન્ઝયુમર કોર્ટના નિર્ણયને ફગાવી દીધો છે : NCDRCએ કહ્યું હતું કે ક્રેડિટ કાર્ડ પર ગ્રાહકો પાસેથી ૩૬થી ૫૦ ટકા વાર્ષિક વ્યાજ વસૂલવું એ ખૂબ જ ઊંચી અને અયોગ્ય વ્યવસાય પ્રથા છે : સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી બેંકોને રાહત મળી છે12:07 PM IST

વિદેશી મહેમાનો….

ક્રિસમસની તૈયારી…

શોભાયાત્રા…

આક્રોશ…

કમોસમી માવઠા…..

સ્વાગતમ

નવી સરકાર….

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતમાં અબ્દુલ્લા અલ બરુન અને અબ્દુલ લતીફ અલ નેસેફને મળ્યા, જેમણે રામાયણ અને મહાભારતનો અરબીમાં અનુવાદ કર્યો. અબ્દુલ લતીફ અલ નેસેફે રામાયણ અને મહાભારતની અરબી આવૃત્તિઓ પ્રકાશિત કરી છે.

જાપાની એસી જાયન્ટ ડાઈકિન આંધ્ર પ્રદેશના શ્રી સિટીમાં કંપનીની દક્ષિણ-પૂર્વ એશિયાની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની સ્થાપના કરશે.
અકિલા સોશ્યિલ મીડિયાછેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 648 નાબાલિક દીકરીઓ પીંખાઇ ગઈ છે: ચૈતર વસાવા : ઝઘડિયામાં બળાત્કારનો ભોગ બનેલી દીકરીની હાલત નાજુક: દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ દીકરી અને પરિવારની મુલાકાત લીધી: ચૈતર વસાવાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું:ગૃહમંત્રી યોગ્ય કાયદા બનાવીને પીડિત પરિવારને ન્યાય નથી અપાવી શકતા, યોગ્ય કાર્યવાહી નથી કરી શકતા, તો તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દે: ચૈતર વસાવા11:10 PM IST
ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડક્ટના નામે કામોત્તેજક એલોપેથીક ઘટકની મિલાવટ કરી એક્ષ્પોર્ટ કરવાનું કૌભાંડ અને વગર પરવાને બનાવટી એલોપેથીક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર :જુઓ વિડીયો : આશરે રૂપીયા ૩૧ લાખનો ભેળસેળવાળો અને નકલી દવાનો મુદ્દામાલ જપ્ત: શંકાસ્પદ દવાના ચાર નમુના લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા 9:25 PM IST
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે શુક્ર-શનિવારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી : મોરબી, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં કમોસમી વરસાદ પડી શકે :બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણમાં વરસાદની આગાહી: મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, દમણ, નવસારી, તાપી, વલસાડમાં વરસાદની શકયતા6:41 PM IST
મંગળ-બુધ તાપમાન ઘટશે તો ગુરૂ થી શનિ ઠંડી ગાયબ થશેઃ અશોકભાઈ પટેલ : તારીખ ૨૬ અને ૨૭ ડિસેમ્બરના ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં કમોસમી છાંટાછૂટીની શકયતા : તારીખ ૨૨,૨૩ ના તાપમાન એક બે ડિગ્રી વધશે, તો તારીખ ૨૪ ,૨૫ ના ફરી ઘટશે : હાલમાં નોર્મલ ન્યૂનતમ તાપમાન ૧૧ થી ૧૩ ડિગ્રી ગણાય : તારીખ ૨૨ ,૨૩ અને ૨૭, ૨૮ ના પવનની ગતિ થોડી વધશે : તારીખ ૨૬, ૨૭ ના છૂટા છવાયા વાદળો જોવા મળશે 3:54 PM IST
રાજ્યમાં વાદળો બંધાશે :કડકડતી ઠંડી વચ્ચે માવઠું થશે :બુધવારથી ત્રણ દિવસ અનેક વિસ્તારોમાં ઝાપટા પડી શકે : ઉત્તર ભારત પર વેસ્ટન ડિસ્ટર્બ પસાર અને દક્ષિણ ભારતમાં ઇસાનના ચોમાસાનો પ્રભાવની અસર વર્તાશે : મધ્ય ઉત્તર રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે : હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી11:49 AM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નારેડકો દ્વારા આયોજિત પ્રોપર્ટી ફેસ્ટની મુલાકાત લીધી :સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કહ્યું -વડાપ્રધાનનો ધ્યેય છે કે દરેકને માથે છત મળે: વડાપ્રધાન દ્વારા વર્ષ 2025 સુધીમાં ટી.બી. મુક્ત ભારતના કરેલા નિર્ધારમાં સૌ જોડાઈએ :અમદાવાદ નેશનલ રિયલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NAREDCO) દ્વારા સૌ પ્રથમ વાર વિશાળ પ્રોપર્ટી ફેસ્ટ યોજાયો:આ પ્રોપર્ટી ફેસ્ટમાં પ્રોપર્ટી ખરીદનારને 0% સ્ટેમ્પ ડયુટીનો લાભ અપાશે9:30 PM IST
વડાપ્રધાનએ ૨૦૨૫ સુધીમાં ટી.બી. મુક્ત ભારતનો કરેલો નિર્ધાર સાકાર કરવા ગુજરાત ટાર્ગેટેડ એપ્રોચ સાથે પ્રતિબદ્ધ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : કેન્દ્રીય આરોગ્ય-પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાએ ૧૦૦ દિવસ સઘન ટી.બી. નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત દેશના રાજ્યોમાં થયેલી કામગીરીની વિડીયો કોન્ફેરન્સથી સમીક્ષા કરી: ૭ થી ૧૯ ડિસેમ્બર દરમિયાન ઝુંબેશ અન્વયે ગુજરાતમાં ૧૬ જિલ્લા અને ચાર મહાનગરપાલિકા વિસ્તારોમાં ત્રણ ૩૩.૯૨ લાખ હાઈરીસ્ક વસ્તીનું મેપિંગ અને ૪.૪૨ લાખ ટી.બી. સ્ક્રિનિંગ થયું : રાજ્યમાં ૧૦ હજારથી વધુ નિક્ષય મિત્રો દ્વારા ૩.૨૧ લાખ પોષણ કિટ અપાઈ : ૩૪ હજાર થી વધુ એક્સ-રે તપાસ અને નિક્ષય શિબીરોનું આયોજન થયું: રાજ્યમાં એક પણ દર્દી નિક્ષય મિત્ર સાથે જોડાવાથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાની નેમ છે7:12 PM IST
વસ્તીના ઘોરણો ઉપરાંત જીઓ સ્પેશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઇ નવીન ૨૪ નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સૈધ્ધાંતિક મંજૂરી : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં નવીન ૨૪ P.H.C.(પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) ને સૈધ્ધાંતિક મંજૂરી આપી:રાજ્યના ગ્રામ્ય આરોગ્યસેવાઓને વધુ સુદ્રઢ અને લોકઉપયોગી બનાવવા આ કેન્દ્રો મહત્વના બની રહેશે: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ:ભારત સરકારના નિયત માપદંડો પ્રમાણે હાલ રાજ્યમાં ૨૦૧૧ ની ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ કુલ ૧૪૯૯ પ્રા.આ.કેન્દ્રો પુરતા પ્રમાણમાં મંજુર અને કાર્યરત6:58 PM IST
વિવિધ સેવાઓ અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં રાજ્યભરમાં રેકોર્ડ બ્રેક અંદાજે ૮૮ કરોડ ‘આધાર ઓથેન્ટિકેશન’ નોંધાયા : DBT માધ્યમથી સહાય ચૂકવવા રાજ્યના ૦૯ વિભાગોની ૨૦૦થી વધુ યોજનાઓનું આધાર સાથે જોડાણ : ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશનના માધ્યમથી ૬૦ લાખથી વધુ નાગરિકોની આધાર નોંધણી :આધાર, PAN, વિદ્યાર્થી આઈ.ડી., રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવી મુખ્ય સેવાઓને સંકલિત કરી નાગરિકોની ડિજિટલ ઓળખ સ્થાપિત કરવા સિટીઝન સ્ટેટ સિંગલ સાઈન- ઓન (SSO) સિસ્ટમ વિકસાવી6:21 PM IST
રાજકોટ બાર એસો.ની ચુંટણીમાં સમરસ પેનલનો દબદબોઃ પ્રમુખપદે પરેશભાઇ મારૂ : સમરસ પેનલમાંથી કુલ ૧૬ માંથી ૧ર ઉમેદવારોનો વિજયઃ સેક્રેટરી અને જોઇન્ટ સેક્રેટરી જેવી મહત્વની જગ્યા ઉપર ગાબડા પાડીને કાર્યદક્ષ પેનલના ઉમેદવારો સંદીપ વેકરીયા અને જીતેન્દ્ર પારેખ વિજેતાઃ ઉપપ્રમુખ પદે સુમીત વોરા, ટ્રેઝરર પદે પંકજ દોંગા, લાયબ્રેરી સેક્રેટરી પદે કેતન મંડ અને મહિલા અનામતમાં રક્ષાબેન ઉપાધ્યાયની જીતઃ કારોબારી માટે ૯ ઉમેદવારો ચુંટાયાઃ ત્રણ પેનલો વચ્ચેની રસાકસી ભરી ચુંટણીમાં કાર્યદક્ષ પેનલે મહત્વની જગ્યા છીનવી લીધાનો એકટીવ પેનલનો રકાસ3:34 PM IST
હિરાસર એરપોર્ટ-ઝનાના હોસ્પીટલ-નેશનલ હાઇવે બ્રીજ-અટલ સરોવર એઇમ્સ-ઇશ્વરીયા પાર્ક સહીતના અનેક પ્રશ્નો કલેકટર સમક્ષ ઉખળ્યા : જીલ્લા ફરીયાદ સંકલન સમીતીની બેઠક મળીઃ મેયર-સાંસદ-ધારાસભ્યો હાજર : રેસકોર્ષ ખાતેના લોકમેળાનું સ્થળ બદલવા પણ માંગણીઃ ગ્રામ્યકક્ષાએ મીડીયા હેન્ડલર્સને સક્રિય કરોઃ સ્માર્ટ મીટર વીજબીલના પેમેન્ટના પ્રશ્નો-શહેરના રસ્તાઓ પહોળા કરવા-ટ્રાફીક સમસ્યા અંગે રજુઆતો4:03 PM IST
રાજકોટમાં ટોચના પોલીસ અધિકારીઓની કોન્ફરન્સનું આયોજન કાબિલેદાદ રહ્યું : ઉત્તર સૌરાષ્ટ્ર (રાજકોટ રેન્જ)માં યશસ્વી ફરજ બજાવનાર એસપીથી માંડી કોન્સ્ટેબલ સુધીના અધિકારી સ્ટાફનું વિકાસ સહાય દ્વારા બહુમાનઃ આઇજી અશોક કુમાર યાદવે તક ઝડપી લીધી... પોલીસ સ્ટાફ રાજીરાજી... પ્રતિતાત્મક સંદેશ આપતો momento આકર્ષણનું કેન્દ્ર બન્યોઃ રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝા સહિતના અધિકારીઓની જહેમત રંગ લાવી12:16 PM IST
રૈયા રપ૦ની અબજોની કિંમતની વિવાદી જમીનમાં સિવિલ કોર્ટનાહુકમનામા સામેની અપીલમાં અપીલ કોર્ટનો મનાઇ હુકમ : ખાનગી બતાવી મેળવેલ હુકમનામાવાળી જમીન અંગે હાઇકોર્ટે ૧૪૯ એકર જમીન સરકારી હોવાનો ઠરાવેલ છે : વડોદરાના બિલ્ડર કાંતિ કપચીએ રાજકોટ કોર્ટમાં મેળવેલ હુકમનામા અનુસંધાનેની અપીલમાં અપીલ કોર્ટની લપડાક3:20 PM IST
ડબલ મર્ડરમાં ૧૨ વર્ષથી ફરાર પવને ગાઝીયાબાદમાં પોલીસ ચોકીની બાજુમાં જ ચાનો થડો ચાલુ કર્યો'તો!: રાજકોટ ક્રાઇમ બ્રાંચે દબોચ્યો : નાડોદાનગરમાં ભાઇ દિપક સાથે મળી પત્નિ-કાકીજીને પતાવી દીધા'તાઃ દિપક પકડાઇ ગયો, જેલમાંથી છુટી પણ ગયો હતોઃ પણ પવન મળ્યો નહોતો : એએસઆઇ જલદિપસિંહ જાડેજા, હેડકોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા, કોન્સ. મોહિલરાજસિંહ ગોહિલ, કોન્સ. હરસુખભાઇ સબાડ આરોપીની જ્યાં કેબીન હતી ત્યાં પહોંચ્યાઃ પણ તે હાજર નહોતોઃ રિક્ષાચાલક, કપડા-ફ્રુટના ફેરીયાનો વેશ ધારણ કરી ત્રણ દિવસ વોચ રાખીઃ ચોથા દિવસે ઝડપાઇ ગયોઃ આરોપીના ફોનમાં ઓનલાઇન રોકડ જમા થતી હોઇ તેના આધારે પગેરૂ મેળવ્યું : ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના મુજબ પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એલ. એમ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ અને પીએસઆઇ એ. એન. પરમારની ટીમની સફળ કામગીરી3:37 PM IST
પૂરવઠા સલાહકાર સમિતિની બેઠકમાંથી ચેમ્બરના પ્રતિનિધી રાજુ ઝુંઝાને કલેકટરે કાઢી મૂકતા મોટો ઉહાપોહઃ ભારે દેકારો : ડાયરેકટર રાજુનો આક્ષેપ ગઇ વખતે મેં કાર્ડ હોલ્ડરોને સડેલૂ અનાજ અપાતું હોવાનો ઘટસ્ફોટ કરતા મીટીંગમાં બેસવા ન દેવાયો.. : કલેકટરે કીધુ તમે નહીં ચેમ્બરના પ્રમુખને મોકલોઃ ઝુંઝાએ વી. પી. વૈષ્ણવનું ધ્યાન દોર્યું: હવે ચેમ્બર પ્રમુખ ઉપર મીટ3:56 PM IST
યુવાઓથી લઇને વડીલોના સેવાના સારથી ડો. દર્શીતા શાહ : રાજકોટ-૬૯ ના મહિલા ધારાસભ્યના કાર્યકાળના બે વર્ષ જન સુવિધા-જનહિત માટે સમર્પિત : ગુજરાત રાષ્ટ્રીય સેવક સંઘના પ્રથમ પ્રાંત સંધચાલક સ્વ. ડો. પી.વી. દોશીના સુપુત્રીએ રાજકારણ થકી સેવાનો વારસો આગળ ધપાવ્યો : સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગાર, મહિલા સશકિતકરણ, પર્યાવરણ સહિતના મુદ્દે સરકારમાં અનેક સફળ રજુઆતો કરી3:24 PM IST
હૃદય થંભી જવાની ત્રણ ઘટનામાં બે રિક્ષાચાલક અને સફાઇ કામદારના મૃત્યુ : સોૈરાષ્ટ્ર હાઇસ્કૂલ પાસે ક્વાર્ટરમાં રહેતાં મેહુલભાઇ ખેરડીયા ફોન ઉપાડતાં નહોતાં: કુટુંબી ભાઇએ ઘરે જઇ દરવાજો તોડી જોતાં લાશ મળીઃ રેલનગરના દિનેશભાઇ નારોલા અને આર્યનગરના કાળુભાઇ ખીટ ઘરે બેભાન થયા બાદ હોસ્પિટલમાં દમ તોડયો11:03 AM IST
કારમાં શહેર ભાજપ મંત્રીની નેમપ્લેટ રાખી દારૂ સાથે નીકળેલો ઇમિટેશનનો ધંધાર્થી ઝડપાયો : ગ્રીનલેન્ડ ચોકડીએ રાતે પોણા બે વાગ્યે બી-ડિવીઝન પોલીસની કાર્યવાહી : પહેલા તો પોલીસને કહ્યું-હું એક ફોન કરીશ તો મને જવા દેવો પડશેઃ પોલીસ આકરી બનતાં ઢીલોઢફ થઇ ગયોઃ હરસિધ્ધી પાર્કના સુરેશ મકવાણાની ધરપકડઃ બોટલ, કાર, ફોન મળી ૨૦.૧૬ લાખનો મુદ્દામાલ કબ્જેઃ પોલીસ રોકે નહિ તેથી ખોટી નેમપ્લેટ રાખ્યાનું રટણ! : હેડકોન્સ. હિતેષભાઇ જોગડા, કોન્સ. હાર્દિકભાઇ છૈયા, રાજાભાઇ ગઢવી, હોમગાર્ડ અજયભાઇ ખાંભરાએ કાયદેસરની કાર્યવાહી કરી3:38 PM IST
રાજકોટમાં ટોચના પોલીસ અધિકારીઓની કોન્ફરન્સનું આયોજન કાબિલેદાદ રહ્યું : ઉત્તર સૌરાષ્ટ્ર (રાજકોટ રેન્જ)માં યશસ્વી ફરજ બજાવનાર એસપીથી માંડી કોન્સ્ટેબલ સુધીના અધિકારી સ્ટાફનું વિકાસ સહાય દ્વારા બહુમાનઃ આઇજી અશોક કુમાર યાદવે તક ઝડપી લીધી... પોલીસ સ્ટાફ રાજીરાજી... પ્રતિતાત્મક સંદેશ આપતો momento આકર્ષણનું કેન્દ્ર બન્યોઃ રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝા સહિતના અધિકારીઓની જહેમત રંગ લાવી1:59 PM IST
કાળા રંગની કારના ચાલકે રિક્ષાને બે વખત ઠોકર મારતાં પલ્ટી ખાધીઃ ૮૦ હજારનું નુકસાન, ચાલક મુસાફરને ઇજા : કાલાવડ રોડ ઇસ્કોન મંદિર પાસે સોળ દિવસ પહેલા બનાવઃ ઘરમેળે શોધખોળ કર્યા બાદ તાલુકા પોલીસને જાણ કરતાં ગુનો નોંધાયોઃ કોઠારીયાનો સંજયભાઇ મુસાફર જેકીભાઇને અવધ ઢાળથી બસ સ્ટેશને મુકવા જતો હતો ત્યારે બનાવ3:38 PM IST
પવિત્ર ધનુર્માસના શનિવાર નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવને શિવસ્વરૂપનો શણગાર એવં દાદાના સિંહાસન પાસે આશ્રમમાં યજ્ઞ અનુષ્ઠાન કરતા ૠષિમૂનીઓની ઝાંખી : શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આયોજન: મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટયા9:37 AM IST
ખાણ મંત્રાલય દ્વારા પોરબંદરમાં ઓફશોર એરિયા મિનરલ બ્લોક્સની હરાજી પર ઐતિહાસિક રોડ શો યોજાયો : ખનિજ ક્ષમતાને અનલોક કરવા, ઉદ્યોગના અગ્રણીઓ, મુખ્ય હિસ્સેદારો અને સરકારના પ્રતિનિધિઓને એકસાથે લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું : ભારત સરકારના ખાણ મંત્રાલયના સંયુક્ત સચિવ અને વહીવટી સત્તામંડળ વિવેક કે. વાજપેયી,ભારત સરકારનાં ખાણ મંત્રાલયનાં સચિવ વી. એલ. કાંથા રાવ,ગુજરાત સરકારના ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ વિભાગના કમિશનર ધવલ પટેલ સહિતના ઉપસ્થિત3:59 PM IST
દિકરાનાં લગ્નમાં આવેલી ભેટની રકમનો સેવાકીય કાર્યો અર્થે ઉપયોગ : સેવાની સાથે સમાજમાં ઉત્તમ વિચારોને વાવતા ધોરાજીના ‘‘અકિલા''ના પત્રકાર ધર્મેન્દ્ર બાબરીયા પરિવારજનો : લગ્નમાં મહેમાનોને ચંદન વૃક્ષનાં રોપા ભેટ આપીને ચંદન સાથે સાથે સમાજમાં ઉતમ વિચારોનું વાવેતર કર્યું જેના મીઠા ફળ વર્ષો સુધી સમાજને મળતા રહેશેઃ મહેમાનોને દેહદાન ચક્ષુદાન સ્કિન દાન, ચક્ષુદાનનું મહત્વ સમજાવીને આવા દાન કરવા માટે શપથ લેવડાવ્યા1:49 PM IST
જામનગરમાં ચોરી કરનાર ર ઝડપાયા1:50 PM IST
કોટડાસાંગાણી પાસે ૧૨.૪૭ લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડાયોઃ કટીંગ થતુ'તુ ને રૂરલ એલસીબી ત્રાટકી : નવી ખોખરી ગામની સીમમાં થર્ટીફર્સ્ટ પૂર્વે દારૂના જથ્થાની સપ્લાય થાય તે પૂર્વે જ પોલીસનો દરોડોઃ ૧૫૧૨ બોટલ કબ્જે : વિજયસિંહ સહિત ૩ની ધરપકડઃ દારૂનો જથ્થો મંગાવનાર અજયસિંહ ઉર્ફે ધનુભા સહિત ૯ની શોધખોળઃ ૪ કાર સહિત ૩૧.૦૮ લાખનો મુદામાલ કબ્જે3:34 PM IST
બેડીની બોટમાં વધુ ક્રુ મેમ્બર રાખતા ગુન્હો1:49 PM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા કાળમુખા અને રક્તરંજિત મહાયુદ્ધે અત્યંત ભયાનક રૂપ ધારણ કરી લીધું છે: અચાનક થયેલા આકાશમાંથી કાળમુખા મિસાઈલ ઝીંકવાના અને બોમ્બમારાના ખૌફનાક તાંડવમાં પૂરા ૩૧ લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજતાં અને અનેક લોકો લોહીલુહાણ થતાં સમગ્ર વૈશ્વિક સમુદાયમાં મચી ગઈ ભયાનક સનસનાટી : રહેણાંક વિસ્તારો અને ઈમારતો પર કાળ બનીને તૂટી પડી રશિયન મિસાઈલો: ચારેય બાજુ માનવ અંગોના વિખરાયેલા લોહીલુહાણ દ્રશ્યો જોઈને વિશ્વના મહાસત્તા નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
નેપાળ દેશમાં કુદરત જાણે રૂઠી હોય તેમ માત્ર અઢી મહિના જેટલા ટૂંકા સમયગાળામાં ત્રીજી મોટી અને કાળમુખી તબાહી મચી છે: ક્રક ગામ નજીક વિશાળ પર્વતનો મોટો હિસ્સો અચાનક કડડભૂસ થઈને ધરાશાયી થતાં પ્રચંડ ભૂસ્ખલન થતાં સમગ્ર એશિયા અને પડોશી દેશોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્વત પરથી લાખો ટન કાટમાળ અને માટીના તોતિંગ થર ઘરો પર તૂટી પડતાં સર્જાયું કાળમુખું તાંડવ: ભયાનક અવાજો સાથે ધરતી ધ્રૂજી ઉઠતાં હિમાલયી ક્ષેત્રના ગ્રામજનોના છાતીના પાટિયા બેસી ગયા5:51 PM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
અમેરિકા અને મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત રાજકારણમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશ ઈઝરાયલને અત્યાર સુધીનો સૌથી કાળમુખો આંચકો આપતાં દર વર્ષે આપવામાં આવતી ૪ અબજ ડૉલરની વાર્ષિક લશ્કરી મદદ કાયમ માટે બંધ કરવાનું સણસણાટ એલાન કરી દેતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : મધ્ય પૂર્વના રણમેદાનમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે અમેરિકાના આ આક્રમક નિર્ણાયક પ્રહારથી ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલય અને વૈશ્વિક નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
બ્રાઝિલની એક વૃદ્ધ મહિલા યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષની છે : યુનિસના મોટા પરિવારમાં હાલમાં ૧૯૯ સભ્યોઃ પરદાદીના ૫૦ પૌત્રો, ૮૮ પ્રપૌત્રો અને તેમના ૫૨ બાળકોઃ તેણી ક્યારેય બીમાર પડી નથી કે કોઈ દવા લીધી નથી : ૧૯૧૫માં જન્મેલી બ્રાઝિલની યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષના ઇતિહાસની સાક્ષી છેઃ લાંબા આયુષ્યનું રહસ્ય તેમના આહારમાં રહેલું છે10:34 AM IST
ગ્લોબલ સ્ટાર રામ ચરણની નવી ફિલ્મ ગેમ ચેન્જરના નવા સોન્ગ ‘ધોપ'નું પ્રોમો રિલીઝ : આજે અમેરિકાના ડેલાસમાં ફિલ્મ માટે એક ભવ્ય પ્રી-રીલીઝ ઈવેન્ટનું આયોજન : રાજામૌલીની RRR પછી આ રામચરણની પહેલી ફિલ્મ છે.આ ફિલ્મ ૧૦ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ તેલુગુ, તમિલ અને હિન્દી ભાષામાં વિશ્વભરના થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે10:50 AM IST








































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી































































































































































































































