News of Tuesday, 25th August 2026
યુવાનોમાં તપ, તેજ અને તત્પરતા જરૂરીઃ ધર્મવલ્લભ સ્વામી
રાજકોટ ગુરૂકુલની સુરત શાખામાં યુવા અભ્યુદય પર્વની ઉજવણી સુરત સ્વામિનારાયણ ગુરૂકુળની વેડ રોડ શાખામાં સંતો અને શ્રેષ્ઠીઓની હાજરીમાં યુવા આભ્યુદય પર્વ યોજાયેલ તે પ્રસંગની તસ્વીર.

સુરત, તા. ૨૫: ભક્તોના હૃદયમાં શ્રાવણ માસ દરમિયાન વ્રત, તપ, સંયમ, સમર્પણ, કથા શ્રવણ અને ભજન ભક્તિની ભરતી આવે છે એમ સુરતના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના મહંત સ્વામીશ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ કહેલું.
૧૮થી ૪૫ વર્ષના યુવાનો માટે જ સુરત-કામરેજ રોડ પર વાલક પાટીયા ચાર રસ્તા પાસે જમનાબા વિદ્યાર્થી ભવનના કેશુભાઈ પટેલ ઓડિટોરીયમમાં યોજાયેલ યુવા અભ્યુદય પર્વ યોજાએલ. પ્રારંભે શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી, શ્રી પ્રભુ સ્વામી, શ્રી રાકેશભાઈ દુધાત, શૈલેષભાઈ ગોટી, ડો. પાઘડાળ વગેરેએ દીપ પ્રાગટય કરેલ.
મહંત સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ સંતો તથા કાર્યકર્તા અને શ્રોતા યુવાનોને આશીર્વાદ પાઠવતા કહેલું કે યુવાન માં તપસ્વિતા, તેજસ્વિતા અને તત્પરતા હોવા જોઈએ.
આ પ્રસંગે વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના ત્રણ નવયુવાન વિદ્વાન સંતોએ વકતવ્ય આપેલ . જેમાં પ્રથમ વક્તા રાજકેટના શાષાી શ્રી ચૈતન્ય સ્વરૂપદાસજી સ્વામીએ ‘ધ પાવર ઓફ ઓનરશીપ પર વાત કરતાં કહેલું કે સમસ્યા ત્યારે જ અકલ્પ્ય અને અઘરી લાગે છે જ્યારે આપણે તેને ઉકેલવાની જવાબદારી સ્વીકારતા નથી અથવા બીજા ઉપર ઢોળી દઈએ છીએ.
નીલકંઠ ધામ પોઇચાના શાષાી શ્રી અચલ જીવનદાસજી સ્વામીએ ‘ધ આર્ટ ઓફ યંગ હાર્ટ' ઉપર વાત કરતાં કહેલું કે સતત પ્રયત્ન કરતા રહેવાથી વ્યક્તિત્વ વિકાસના માર્ગે સફળતા પ્રાપ્ત થાય છે, નિસ્વાર્થ પ્રેમ કરવાથી પરિવારમાં પૂર્ણતા પ્રાપ્ત થાય છે અને નિર્દોષ પ્રાર્થના કરવાથી અધ્યાત્મ માર્ગે ઉન્નતી પ્રાપ્ત થાય છે.
મુંબઈના શાષાી શ્રી વિરક્ત જીવનદાસજી સ્વામીએ ‘સમયથી સફળતા સુધી'એ વિષય ઉપર પ્રકાશ પાથરતા કહેલું કે પાંચ કરોડ રૂપિયા આપો તો પણ એના બદલામાં એક સેકન્ડ નવી ના મળે. સમય મફતમાં મળે છે પણ તેને ખરીદી શકાતો નથી. સમયનું એક્સચેન્જ થઈ શકતું નથી.
શ્રી પ્રભુ સ્વામી, ભક્તિતનય સ્વામી, દિવ્ય સ્વામી, શાષાી શ્રી મંગલ સ્વામી, કળષ્ણસેવાદાસ સ્વામી, જ્ઞાન પ્રકાશ સ્વામી, નીલકંઠ સ્વામી, વગેરે સંતોએ યુવાનોના કાંડે રક્ષાબંધન કર્યું હતું.
પર્વની વ્યવસ્થા અને સફળતા માટે શ્રી ચિરાગભાઈ રામાણી, રાહુલભાઈ રફાળીયા, પંકજભાઈ ડાવરા, ઉજાસભાઈ દેસાઈ, વિપુલભાઈ ગોહિલ, અશ્વિનભાઈ બરવાળીયા સાથે અન્ય સાથી કાર્યકર્તાઓને સંતો તથા યુવાનોએ બિરદાવ્યા હતા.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
