<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

સુરતના પુણા વિસ્તારમાં જાહેર રસ્તા પર ફેંકવામાં આવેલા હોટ મિક્સમાં આગ ભભૂકી ઉઠતા લોકોમાં ભયનો માહોલ

વિકરાળ આગના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં દોડધામ મચી

સુરતના પુણા વિસ્તારમાં જાહેર રસ્તા પર ફેંકવામાં આવેલા હોટ મિક્સમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વિકરાળ આગના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં દોડધામ મચી હતી. સ્થાનિક વિસ્તારમાં આવેલા એકમો દ્વારા હોટ મિક્સ જાહેરમાં ફેંકવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા હોટ મિક્સ મામલે કાર્યવાહી ન કરવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.

(8:48 PM IST)