News of Tuesday, 25th August 2026
રાજપીપળા એસટી ડેપોને નવી પાંચ બસ મળી : સાંસદની ટકોર છતાં સમયસર બસો પહોચતી નથી
બસોને લીલો ઝંડી આપ્યા બાદ સાંસદ, ધારાસભ્યએ ડેપો મેનેજરને ટકોર કરી હતી કે શાળા સમયે બસો સમયસર મોકલવી છતાં અનેક ગામોમાં શાળા સમયે બસ પહોચતી નથી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના સંયુક્ત ઉપક્રમે ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન યોજના અંતર્ગત નર્મદા જિલ્લાને વધુ પાંચ નવી મિની બસોની ભેટ મળી હતી. મુખ્યમંત્રીના વરદ હસ્તે યોજાયેલા રાજ્યસ્તરીય કાર્યક્રમના અનુસંધાનમાં સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ તેમજ જિલ્લાના પદાધિકારીઓના હસ્તે લીલી ઝંડી આપી આ બસોને નિયત રૂટ પર કાર્યરત કરવામાં આવી હતી.
પરંતુ મહત્વની વાત એ છે કે બસ ગયા બાદ શાળાના બાળકોની હાજરીમાં સાંસદ અને ધારાસભ્યએ ડેપો મેનેજરને સ્પષ્ટ જણાવ્યું હતું કે સરકારે શિક્ષણને ધ્યાનમાં રાખીને જ આ નવી બસો આપી છે માટે બાળકોનું શિક્ષણ ના બગડે એ બાબત ધ્યાને રાખી સમયસર શાળાના સમયે બસો મોકલવી. પરંતુ મહત્વની બાબત એ છે કે કેટલાક ગામોમાં બસો સમયસર જતી નથી અને તાજેતરમાં જ કેટલાક ગામના લોકો એ આ માટે ડેપો મેનેજરને લેખિત રજૂઆત પણ કરી હતી. એનો મતલબ ડેપો મેનેજર સાંસદ, ધારાસભ્યની વાતને પણ ઘોરીને પી ગયા..? વર્ષો થી શાળાના રૂટની બસો ની ફરિયાદ ઉઠે છે છતાં ડેપો સત્તાધીશો કેમ હજુ સુધરતા નથી..?
(9:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
