News of Wednesday, 26th August 2026
ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા બાદ કિશોરે સગીરાને ત્રણ કિશોર મિત્રોને સોંપી
તિથલના સાંઈબાબા મંદિર પાછળ આવેલી અવાવરું જગ્યા અને ઝાડીઓમાં એક સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરાયું હોવાની ફરિયાદ

વલસાડ તા.૨૬: સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા એક સગીરા માટે જિદગીભરની શબક બની ગયા સમાન લાલબત્તી જેવો કિસ્સો હાલ વલસાડના તિથલ બીચ પરથી સામે આવ્યો છે. જ્યાં બીચની અવાવરું જગ્યામાં આવેલ ઝાડીઓમાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ચકચારભરી ઘટના સામે આવી છે. આ મામલે વલસાડ સિટી પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ત્રણેય કિશોરોને ડિટેન કર્યા છે. પ્રાથમિક તપાસમાં પીડિતા અને મુખ્ય આરોપી કિશોર વચ્ચે છેલ્લા બે વર્ષથી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આખરે કેવી રીતે આ સોશિયલ મીડિયા મિત્રતા ભયાવહ ઘટનામાં પરિણમી પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, કાયદાના સંઘર્ષમાં આવેલા ૪ કિશોરોએ એકલતાનો લાભ લઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. આ ઘટના બાદ સગીરા એટલી બધી ગભરાઈ ગઈ હતી કે તે એક સ્થળે છુપાઈ ગઈ હતી. જોકે હવે સગીરાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસ હરકતમાં આવી હતી. સગીરાની માતાની ફરિયાદના આધારે પોલીસે પોક્સો એક્ટ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરિયાદ બાદ પોલીસે ગણતરીના સમયમાં જ ત્રણેય કિશોરોને ડિટેન કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર ઘટનામાં સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા જવાબદાર હોવાનું સામે આવ્યું છે, જે વાલીઓ માટે લાલબત્તી સમાન છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પીડિતા સગીરા અને એક કિશોર વચ્ચે છેલ્લા બે વર્ષથી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતા હતી. આ મિત્રતાના આધારે સગીરા તેના મિત્ર અને અન્ય કિશોરો સાથે બહાર ફરવા ગઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ફરતા ફરતા તેઓ તિથલ સાંઈબાબા મંદિર પાછળની અવાવરું જગ્યાએ પહોંચ્યા હતા. આ દરમિયાન મુખ્ય કિશોર મિત્રએ પોતાના અન્ય બે મિત્રોને ત્યાં બોલાવ્યા હોવાનો અને ત્યારબાદ ત્રણેયે એકલતાનો લાભ લઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે.
ઘટના બાદ સગીરા ગભરાઈ ગઈ હતી અને ડરના કારણે એક જગ્યાએ સંતાઈ ગઈ હતી. રાત્રે મોડે સુધી દીકરી ઘરે પરત ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. ભારે શોધખોળ બાદ સગીરા મળી આવતા તે રડતી અને ગભરાયેલી હાલતમાં હોવાનું પરિવારના ધ્યાનમાં આવ્યું હતું. પરિવારજનોએ વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતાં સગીરાએ પોતાની સાથે બનેલી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ સગીરાની માતા તાત્કાલિક વલસાડ સિટી પોલીસ મથકે પહોંચી હતી અને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.
પોતાના બાળકોને મોંઘા મોબાઈલ લઈ આપનાર વાલીઓએ એ ચોક્કસથી જાણવું જરૂરી બન્યું છે કે તેમના દીકરા દીકરીઓ આ મોબાઈલનો કઈ રીતે ઉપયોગ કરે છે. આજના સોશિયલ મીડિયાના જમાનામાં ઓનલાઇન મિત્રતા મોટા ભાગે આભાસી હોય છે અને યુવાનીના ઉમરે ઉભેલ દીકરા દીકરીઓ માટે આ ઓનલાઇન મિત્રતા જોખમી સાબિત થતી હોય છે. આ કિસ્સામાં પણ સગીરાએ ઇન્સ્ટાગ્રામ થકી સગીર સાથે મિત્રતા કેળવી હતી અને મિત્રતામાં જ સગીરા તેના મિત્ર સાથે એકલી તિથલ દરિયે ફરવા ગઈ હતી. જોકે આ નરાધમ સગીરે તેના અન્ય બે મિત્રોને ત્યાં બોલાવી તેની સાથે બળજબરી ગેંગરેપ આચર્યો હતો.
વલસાડ સિટી પોલીસે ત્રણેય કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને ડિટેન કરવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા ઘટનાની તમામ કડીઓ જોડવામાં આવી રહી છે અને આરોપો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, સગીર આરોપીઓ હોવાથી તેમની ઓળખ જાહેર કરવામાં આવી નથી. સોશિયલ મીડિયાના યુગમાં આ ઘટના વાલીઓ માટે પણ એક ચેતવણી સમાન છે. ઓનલાઈન બનેલી મિત્રતા વાસ્તવિક જીવનમાં ક્યારે જોખમી વળાંક લઈ શકે તે આ ઘટના પરથી સામે આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર શરૂ થયેલી મિત્રતા અને ત્યારબાદ બનેલી આ ચકચારભરી ઘટનાએ સમગ્ર વલસાડને હચમચાવી દીધું છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
