News of Wednesday, 26th August 2026
હીરામણિ શાળામાં વિજ્ઞાન પ્રદર્શનઃ છાત્રોના અભિગમને બિરદાવતા નરહરિ અમીન
જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓએ પ૧ કૃતિઓ રજુ કરી અમદાવાદના હિરામણિ શિક્ષણ સંકુલમાં યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ સાથે શ્રી નરહરિ અમીન અને અન્ય મહાનુભાવોની તસ્વીર

અમદાવાદના હિરામણિ શિક્ષણ સંકુલમાં યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ સાથે શ્રી નરહરિ અમીન અને અન્ય મહાનુભાવોની તસ્વીર
રાજકોટઃ તા.ર૬, હીરામણી સંકુલ અમદાવાદ એન્યુઅલ રેજુવેનેટ વાર્ષિક ઈન્ટર સ્કૂલ સાયન્સ પ્રદર્શન-૨૦૨૫નું આયોજન શાળા કેમ્પસમાં કરવામાં આવેલ. આ પ્રદર્શનમાં અમદાવાદ શહેરની નામાંકિત અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની કૂલ ૨૬ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા ૫૧ પ્રોજેક્ટ્સ રજૂ કરાયા હતા. જેમાં ભૌતિકશાષા, રસાયણશાષા, જીવવિજ્ઞાન અને પર્યાવરણ તથા વર્તમાન સમસ્યાઓને ધ્યાને રાખી કેટલાક પ્રોજેક્ટસ રજૂ કરાયા હતાં.શ્રી નરહરિ અમીન વૈજ્ઞાનિક અભિગમની પ્રસંશા કરેલ.
સાયન્સ પ્રદર્શનના નિર્ણાયક તરીકે ડૉ.ઋષિકેશ જોષી (બાયોકેમિસ્ટ્રિ એન્ડ ફોરેન્સિસ સાયન્સ ડિપાર્ટમેન્ટ, ગુજરાત યુનિવર્સિટી), ડૉ.એચ.ડી.પટેલ (કેમિસ્ટ્રિ ડિપાર્ટમેન્ટ, ગુજરાત યુનિવર્સિટી), અને ડૉ.પી.એન.ગજ્જર(ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ,ગુજરાત યુનિવર્સિટી) ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ પ્રોજેક્ટ રજૂ કરનાર વિદ્યાર્થીઓના વિચારને તેમની રજુઆત અને કૌશલ્ય તેમજ તેમના ઊંડાણ પૂર્વકના અવલોકનને ધ્યાનમાં રાખી વિજેતા શાળાઓનાં નામ જાહેર કર્યા હતાં.
હીરામણિ સ્કૂલ તરફથી વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર અન્ય શાળાઓના તમામ વિદ્યાર્થીઓને પાર્ટીસિપેશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યાં હતાં. વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને તમામ સ્ટાફને નાસ્તો તથા જમવાની વ્યવસ્થા સંસ્થા તરફથી કરવામાં આવી હતી.
આપ્રસંગે જનસહાયક ટ્રસ્ટનાં પ્રમુખશ્રી નરહરિ અમીન, ઉપપ્રમુખશ્રી નીતાબેન અમીન, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ડૉ.વરુણ અમીન, ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો.ડૉ.નિતીનભાઈ શાહ, ટ્રસ્ટનાં સેક્રેટરીશ્રી આર.સી.પટેલ, જોઈન્ટ સેક્રેટરી પંકજભાઈ દેસાઈ, સી.ઈ.ઓ. ભગવતભાઈ અમીન, સ્કૂલનાં બંન્ને માધ્યમના તમામ આચાર્યાશ્રીઓ, ટ્રસ્ટીઓ, કો-ઓર્ડિનેટર્સ, શિક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
