<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

સુરતના કતારગામમાં હોટલમાં રોટલીમાંથી ઈયળ, ડુમ્મસમાં ભજીયામાંથી મકોડો નિકળ્યો: 108 સંચાલકોને ફટકારાઇ નોટિસ

આરોગ્ય માટે જોખમી એવા 420 કિલો અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કરી લાખો રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલાયો.

સુરતમાં બાળકીના મોતના બનાવ બાદ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરની હોટલ-રેસ્ટોરન્ટોમાં સઘન તપાસ શરૂ કરાઈ છે. કતારગામની ‘પેપીલોન હોટલ’ની રોટલીમાંથી ઈયળ અને ભારે ગંદકી મળતા તંત્રએ હોટલ તાત્કાલિક બંધ કરાવી છે. ડુમસમાં ભજીયામાંથી મંકોડો મળ્યા બાદ કતારગામમાં ઈયળ મળતા હોટલ સંચાલકોની ગંભીર લાપરવાહી ખુલ્લી પડી છે  આરોગ્ય વિભાગની ટીમે 239 સંસ્થાઓમાં તપાસ હાથ ધરી નિયમોના ઉલ્લંઘન બદલ 108 સંચાલકોને નોટિસ ફટકારી છે, આરોગ્ય માટે જોખમી એવા 420 કિલો અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કરી લાખો રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલાયો છે .

(6:26 PM IST)