<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

નેપાળમાં જળપ્રલય: રાજકોટ અને આણંદ જિલ્લા તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર : કંટ્રોલ રૂમ કાર્યરત

નાગરિકોની સહાય માટે કંટ્રોલ રૂમ અને ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા : ફસાયેલા પ્રવાસીઓની વિગત આપવા તંત્રે અપીલ કરી

નેપાળ-ચીન સરહદ નજીક આવેલા તિબેટ વિસ્તારમાંથી ભોટેકોશી નદીમાં આવેલ અચાનક પૂર (Flash Flood) અને ભૂસ્ખલનને કારણે નેપાળના રસુવા જિલ્લા સહિત ઉત્તર નેપાળના વિવિધ વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો છે. નેપાળમાં અનેક પ્રવાસીઓ અને સ્થાનિકો ફસાયા હોવાના અહેવાલો વચ્ચે ગુજરાત રાજ્યનું વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. નેપાળમાં ફસાયેલા નાગરિકોની માહિતી અને મદદ માટે રાજકોટ અને આણંદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા તાત્કાલિક અસરથી ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો અને કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.

 

રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, ઉત્તર નેપાળમાં સર્જાયેલી કુદરતી આપત્તિને ધ્યાનમાં રાખીને ડિસ્ટ્રિક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC) ખાતેથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

જો રાજકોટ જિલ્લાનો કોઈ નાગરિક, પરિવારજન, સગા-સંબંધી કે પરિચિત વ્યક્તિ નેપાળમાં ફસાયેલા હોય, ગુમ થયા હોય અથવા તાત્કાલિક સહાયની જરૂરિયાત હોય તો નીચે આપેલા નંબરો પર સંપર્ક કરી શકાશે.

  • ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર: 1077
  • DEOC કંટ્રોલ રૂમ નંબર: 0281-2471573

 

 

 

નેપાળમાં પૂરથી અસરગ્રસ્ત ભારતીય નાગરિકો સીધો સંપર્ક કરી શકે તે માટે કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસના ઇમરજન્સી સંપર્ક નંબરો પણ જાહેર કરાયા છે. આ નંબરો પર વોટ્સએપ (WhatsApp) મારફતે પણ માહિતી કે લોકેશન મોકલી શકાશે.

  • +977 985 131 6807
  • +977 970 910 7500

 

 

 

નેપાળ-તિબેટ બોર્ડર નજીક આવેલા રસુવા જિલ્લામાં અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનના કારણે ભારતીય પ્રવાસીઓ ફસાયા હોવાના સમાચારને પગલે આણંદ જિલ્લા વહીવટી તંત્રે પણ ત્વરિત પગલાં ભર્યા છે.

આણંદ જિલ્લા કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખા દ્વારા સ્પષ્ટ જણાવાયું છે કે, જો આણંદ જિલ્લાનો કોઈ પણ નાગરિક કે પ્રવાસી નેપાળમાં ફસાયેલો હોય, તો તેમના પરિવારજનો તાત્કાલિક માહિતી મેળવવા અથવા મદદ માટે કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે:

આણંદ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર: 02692-243222

 

 

 

રાજકોટ અને આણંદ બંને જિલ્લાના કલેક્ટર તંત્ર દ્વારા નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે નેપાળ પ્રવાસે ગયેલા સ્વજનો અંગે કોઈ ચોક્કસ માહિતી ન મળે કે સંપર્ક ન થઈ શકતો હોય, તો ગભરાયા વગર તાત્કાલિક સંબંધિત કંટ્રોલ રૂમનો સંપર્ક કરી તેમની વિગતો (નામ, પાસપોર્ટ/આઈડી વિગત અને છેલ્લું લોકેશન) નોંધાવવી, જેથી રાજ્ય અને કેન્દ્ર સરકાર મારફતે નેપાળમાં રેસ્ક્યુ ટીમ સુધી માહિતી પહોંચાડી શકાય

(11:32 PM IST)