<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: વિદેશથી આવેલા ૩ અલગ-અલગ કેસમાં રૂ. ૪૯.૨૩ લાખની કિંમતનું ૨૯૯.૪૯૦ ગ્રામ સોનું ઝડપી લેવાયું

કસ્ટમ્સ વિભાગે કુલ ૨૪૦.૦૯૦ ગ્રામ ૨૪ કેરેટ અને ૫૯.૪૦૦ ગ્રામ ૨૨ કેરેટનું સોનું કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા સઘન ચેકિંગ દરમિયાન વિદેશથી આવેલા ૩ અલગ-અલગ કેસમાં રૂ. ૪૯.૨૩ લાખની કિંમતનું ૨૯૯.૪૯૦ ગ્રામ સોનું ઝડપી પાડવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન અબુધાબીથી આવેલી એક મહિલા પાસેથી ૧૦૦.૦૬૦ ગ્રામ સોનાની ૨ ચેઇન, શારજાહથી આવેલા દંપતી પાસેથી ૧૪૦.૦૩૦ ગ્રામ સોનાની ૪ બંગડી તથા ૨ ચેઇન અને કુવૈતથી આવેલી મહિલા પાસેથી ૫૯.૪૦૦ ગ્રામ સોનાની જ્વેલરી જપ્ત કરવામાં આવી હતી. કસ્ટમ્સ વિભાગે કુલ ૨૪૦.૦૯૦ ગ્રામ ૨૪ કેરેટ અને ૫૯.૪૦૦ ગ્રામ ૨૨ કેરેટનું સોનું કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:52 PM IST)