News of Thursday, 27th August 2026
અમિતભાઈ શાહના હસ્તે લાઠીના દુધાળા ગામે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ
પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત સરોવરમા ૮૦ હજાર ચો.ફૂટમાં ૩ કરોડ લિટર પાણી સંગ્રહ ક્ષમતાઃ આ સરોવરથી ૧૦૦થી વધુ ગામોને સીધો લાભ થશેઃ ૩.૪ કરોડના ખર્ચે બનેલું જળસંચયનું ઉત્તમ ઉદાહરણ, આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૭: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ નજીક હેતની હવેલી પાસે ગાગડીયો નદીના કાંઠે જોગીડીયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત ગુજરાત ગૌરવ સરોવરનુ આજે કેન્દ્રીય સહકાર અને ગળહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ભવ્ય સમારોહમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે.
દુધાળા સહિત લાઠી પંથકમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને કેન્દ્રીય ગળહમંત્રીને આવકારવા સર્વ સમાજ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયાના માર્ગદર્શન હેઠળ ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા ગાગડીયો નદી પર જળસંચય અને જળસંવર્ધનને કેન્દ્રમાં રાખીને ગુજરાત ગૌરવ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આશરે ૮૦ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં આ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેમાં અંદાજે ૨ થી ૩ કરોડ લિટર જેટલા પાણીનો સંગ્રહ થઈ શકે તેવી ક્ષમતા ઉભી કરવામાં આવી છે. આશરે ૩ રૂપિયા ૪ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ આ સરોવર આગામી સમયમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે જળસંચયનું મહત્વનું કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગાગડીયો નદી પર વર્ષ ૨૦૧૭માં શરૂ થયેલી જળ ક્રાંતિ આજે અનેક ગામો સુધી પહોંચી છે. તા. ૩૦ માર્ચ, ૨૦૧૭ના રોજ ગાગડીયો નદી પર જળસંચયનો કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધોળકીયા ફાઉન્ડેશનના પ્રયાસોથી ગાગડીયો નદી અને આસપાસના વિસ્તારમાં જુદા જુદા અંદાજે ૧૪૦ જેટલા સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના કારણે આસપાસના ૧૦૦થી વધુ ગામોના લોકોને સીધો કે આડકતરો લાભ મળ્યો હોવાનું જણાવાયું છે.
જળસંચયના આ પ્રયાસોથી વરસાદી પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભજળના સ્તરમાં વધારો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર જેવા અર્ધશુષ્ક વિસ્તારમાં વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ અને તેના યોગ્ય ઉપયોગ માટે આવા જળસંચયના પ્રોજેક્ટને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગુજરાત ગૌરવ સરોવર પણ આ જળસંવર્ધન અભિયાનની એક મહત્વપૂર્ણ કડી તરીકે ઉભરી આવ્યું છે.
ગુજરાત ગૌરવ સરોવરના લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહયા હોવાથી સમગ્ર વિસ્તારનું તંત્ર અને આયોજકો તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે.
કાર્યક્રમ સ્થળે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આગેવાનો, કાર્યકરો અને સર્વ સમાજના લોકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે કમરકસીને કામગીરી હાથ ધરવામાં આવી છે. દુધાળા ગામ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યક્રમને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કેન્દ્રીય ગળહમંત્રીના આગમનને આવકારવા માટે સ્થાનિક સ્તરે પણ વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવી રહ્યું છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિશાલ ધોળકીયા, નીતિન સાવલિયા, કનક પટેલ, નરેશ માવાણી સહિતના આગેવાનો અને કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
