News of Thursday, 27th August 2026
ગુજરાત માટે રોકાણ સાથે અર્ધવાહક, કૃત્રિમ બુદ્ધિમત્તા, નાના ઉદ્યોગો અને નાણાકીય ક્ષેત્રે નવી તકોના દ્વાર ખૂલ્યા
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ૧૦ દિવસનો અમેરિકા... કેનેડાનો પ્રવાસ પુર્ણ : અમેરિકાથી શરૂ થયો પ્રવાસ, સાન ફ્રાન્સિસ્કોમાં અદ્યતન ટેકનોલોજી પર ભાર, માઇક્રોન સાથે અર્ધવાહક ઉદ્યોગ અંગે ચર્ચા, ગૂગલ સાથે કૃત્રિમ બુદ્ધિમત્તા અંગે ચર્ચા, પર્પ્લેક્સિટી એઆઈ સાથે પણ મુલાકાત, વોલમાર્ટ સાથે નાના ઉદ્યોગો માટે મહત્વની ચર્ચા, વોશિંગ્ટનમાં વિશ્વ બેંક સાથે બેઠક : કળષિ અને વહીવટમાં કળત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ, વાસન ક્ષેત્રમાં પણ રોકાણનું આમંત્રણ, ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર માં પણ વિદેશી રોકાણ મેળવવા માટે ન્યૂયોર્કમાં નાણાકીય અને ઔદ્યોગિક ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે મુલાકાતઃ અમેરિકામાં વસતા ગુજરાતીઓને પણ રોકાણ માટે અપીલ, કેનેડામાં પ્રવેશ બાદ રોકાણકારો સાથે બેઠકો, ટાઈ સાથે ઉદ્યોગ સાહસિકોની બેઠક, યુનિવર્સિટી ઓફ વોટરલૂ સાથે સંશોધન અને શિક્ષણ અંગે ચર્ચા, દસ દિવસના પ્રવાસની મુખ્યની ગતિવિધિઃ પ્રવાસનું સાચું પરિણામ હવે આગામી મહિનાઓમાં દેખાશેઃ આગામી વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ-૨૦૨૭ આ સમગ્ર પ્રવાસની બની રહશે સૌથી મોટી કસોટી

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ અમેરિકા અને કેનેડા નો ૧૦ દિવસ નો -વાસ પુર્ણ આજે સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોંચતા ડેપ્યુટી સી એમ શ્રી હર્ષ ભાઈ સંઘવી એ તેમનું સ્વાગત કર્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો અમેરિકા અને કેનેડાનો દસ દિવસનો પ્રવાસ પૂર્ણ થયો છે, જાન્યુઆરી ૨૦૨૭ માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદને ધ્યાનમાં રાખીને યોજાયેલા આ પ્રવાસ માં ગુજરાતે વિશ્વના અગ્રણી ઉદ્યોગો, રોકાણકારો, નાણાકીય સંસ્થાઓ, ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓ તથા વિદેશ માં વસતા ગુજરાતી ઉદ્યોગકારો સમક્ષ ગુજરાતમાં રહેલી રોકાણની તકો રજૂ કરી હતી.
આ પ્રવાસ દરમિયાન માત્ર નવા ઉદ્યોગો માટે રોકાણ મેળવવા પર જ ભાર મૂકાયો ન હતો, પરંતુ ગુજરાતમાં અદ્યતન ટેકનોલોજી, અર્ધ વાહક ઉદ્યોગ, કળત્રિમ બુદ્ધિમત્તા, અદ્યતન ઉત્પાદન, નાણાકીય સેવાઓ, નાના-લઘુ ઉદ્યોગોની નિકાસ, પ્રવાસન, સંશોધન અને કૌશલ્ય વિકાસને નવી ગતિ આપવાની દિશા માં પણ મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ના આ ૧૦ દિવસ ના -વાસ ની સમયરેખા અને પ્રવાસ ની વિગત જોઈએ તો ભૂપેન્દ્રભાઈ ૧૭ ઓગસ્ટે અમદાવાદથી અમેરિકા માટે રવાના થયા હતા, તેમની સાથે ગુજરાત સરકાર ના વરિષ્ઠ અધિકારી ઓ તથા ઉદ્યોગજગતના પ્રતિનિધિઓનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ હતું, અમેરિકા અને કેનેડાના વિવિધ શહેરોમાં યોજાયેલી બેઠકો માં ગુજરાત ની ઔદ્યોગિક નીતિઓ, માળખાકીય સુવિધા ઓ, રોકાણ માટેની અનુકૂળ પરિસ્થિતિ અને રાજ્યમાં ઉભી થઈ રહેલી નવી ઔદ્યોગિક તકો અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી.
પ્રવાસ દરમ્યાનના મહત્વની મીટિંગ કે મુલાકાતોને જોઈએ તો સાન ફ્રાન્સિસ્કોમાં અદ્યતન ટેકનોલોજી પર ભાર.... સાન ફ્રાન્સિસ્કોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ટેકનોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રની અનેક અગ્રણી કંપનીઓ તથા સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી, આ બેઠકોમાં અર્ધ વાહક ઉદ્યોગ, અદ્યતન ઉત્પાદન, કળત્રિમ બુદ્ધિમત્તા અને નવી પેઢીની ટેકનોલોજી આધારિત ઉદ્યોગો માટે ગુજરાતમાં રહેલી તકો અંગે ચર્ચા થઈ હતી,ગુજરાતે અર્ધ વાહક ક્ષેત્રમાં દેશનું મહત્વનું કેન્દ્ર બનવાની પોતાની દિશા સ્પષ્ટ કરી હતી, રાજ્યમાં આ ક્ષેત્ર માટે જરૂરી ઉદ્યોગ માળખું, કુશળ માનવશક્તિ અને સહાયક ઉદ્યોગોની સંભાવના ઓ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.
આ ઉપરાંત માઇક્રોન સાથે અર્ધ વાહક ઉદ્યોગ અંગે ચર્ચા.....અમેરિકા પ્રવાસ દરમિયાન માઇક્રોન કંપની ના વરિષ્ઠ અધિકારી ઓ સાથે પણ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, ગુજરાત ના સાણંદ ખાતે માઇક્રોનના અર્ધ વાહક ક્ષેત્રના પ્રકલ્પને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં અર્ધ વાહક ઉદ્યોગની સમગ્ર સાંકળ વિકસાવવાની સંભાવનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી, આ ક્ષેત્રમાં મુખ્ય પ્રકલ્પની સાથે નાના અને મધ્યમ સહાયક ઉદ્યોગો, સાધનો, સામગ્રી અને અન્ય સેવાઓ સાથે જોડાય તે માટેની શકયતાઓ પણ મહત્વની બની શકે છે.
પ્રવાસ આગળ ધપતો ગયો, ભુપેન્દ્ર ભાઈ આયોજન મુજબ એક પછી એક મિટીંગો કરતા ગયા, ગૂગલ સાથે કળત્રિમ બુદ્ધિમત્તા અંગે ચર્ચા ગૂગલના પ્રતિનિધિ ઓ સાથેની બેઠક માં ગુજરાત માં કળત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગ અને તાલીમ અંગે ચર્ચા થઈ હતી , ગુજરાત ના વિદ્યાર્થીઓ, યુવાનો અને શિક્ષકોને કળત્રિમ બુદ્ધિમત્તાની નવી ટેકનોલોજી અંગે તાલીમ આપવાની દિશા માં સહયોગ ની શકયતા ઓ અંગે વિચાર વિમર્શ થયો હતો , સરકારનો હેતુ કળત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ માત્ર ટેકનોલોજી ક્ષેત્ર પૂરતો સીમિત રાખવાનો નહીં, પરંતુ શિક્ષણ, આરોગ્ય, કળષિ અને સરકારી વહીવટ સહિતના વિવિધ ક્ષેત્રોમાં તેનો ઉપયોગ વધારવાનો છે.
ત્યાર બાદ ભુપેન્દ્રભાઈએ પર્પ્લેક્સિટીએ આઈ સાથે પણ મુલાકાત કરી, પર્પ્લેક્સિટી એઆઈના સહ-સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી અરવિંદ શ્રી નિવાસ સાથે પણ બેઠક કરી હતી, આ બેઠકમાં કળત્રિમ બુદ્ધિમત્તા, નવી ટેકનોલોજી અને ગુજરાતમાં સંશોધન તથા નવીનતાના ક્ષેત્રમાં સહયોગની શકયતાઓ અંગે ચર્ચા થઈ હતી, આ મુલાકાતથી ગુજરાતમાં નવી પેઢીના ટેકનોલોજી આધારિત ઉદ્યોગો માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાની સરકારની દિશા વધુ સ્પષ્ટ થઈ છે.
મોટા મોટા ઉધોગો સાથે ભુપેન્દ્રભાઈની નજર નાના ઉધોગો ઉપર પણ હતી, ભુપેન્દ્રભાઈએ વોલમાર્ટ સાથે નાના ઉદ્યોગો માટે મહત્વની ચર્ચા, સમગ્ર પ્રવાસની સૌથી મહત્વપૂર્ણ ચર્ચાઓ માં વોલમાર્ટ સાથેની બેઠકનો સમાવેશ થાય છે.
ગુજરાતના નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વોલમાર્ટની વૈશ્વિક પુરવઠા સાંકળ સાથે જોડવાની શકયતાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી, વોલમાર્ટના વિકાસ કાર્યક્રમ દ્વારા અત્યાર સુધીમાં ૧.૧૫ લાખથી વધુ નાના અને મધ્યમ ઉદ્યોગોને તાલીમ આપવામાં આવી હોવાનું જણાવાયું છે, વર્ષ ૨૦૨૮ સુધીમાં આ સંખ્યા ૧.૭૦ લાખ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે, ગુજરાતના નાના ઉદ્યોગોને વૈશ્વિક બજારમાં પ્રવેશ મળે, તેમના ઉત્પાદનોની ગુણવત્તા સુધરે અને તેમની નિકાસ વધે તે માટે આગામી તબક્કે કાર્યયોજના તૈયાર કરવાની દિશામાં ચર્ચા થઈ છે. જો આ યોજના અમલમાં આવે તો ગુજરાતના નાના ઉદ્યોગો માટે વિદેશી બજારો સુધી પહોંચવાનો નવો માર્ગ ખુલવાની શકયતા છે.
મુખ્યમંત્રી શ્રી વોશિંગ્ટન માં વિશ્વ બેંક ના અધિકારી ઓ સાથે પણ મુખ્યમંત્રીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં ગુજરાતના વિકાસલક્ષી પ્રકલ્પો માટે નાણાકીય સહયોગની શકયતાઓ અંગે ચર્ચા થઈ હતી, સાથે જ ગુજરાતની આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર તરીકે વિકસી રહેલી ગિફ્ટ સિટી ને વધુ મજબૂત બનાવવાની યોજના ઓ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.
આ સિવાય ગિફ્ટ સિટીને વૈશ્વિક નાણાકીય સેવાઓ, નાણાકીય ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય વ્યવહારો નું મહત્વ નું કેન્દ્ર બનાવવાની ગુજરાત ની યોજના આ બેઠક માં રજૂ કરવામાં આવી હતી. જ્યારે અગત્યનું કળષિ અને વહીવટમાં કળત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ અમેરિકામાં થયેલી વિવિધ બેઠકોમાં કળત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગ અંગે પણ ચર્ચા થઈ હતી, ખાસ કરીને કળષિ ક્ષેત્રે પાકની પસંદગી, જમીનની ગુણવત્તા, હવામાન આધારિત આગાહી અને ખેડૂતોને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થતી માહિતી વ્યવસ્થાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા થઈ હતી, આ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય અને સરકારી વહીવટ માં પણ કળત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ વધારવાની દિશામાં વિચારણા થઈ છે.
ગુજરાતી એટલે પ્રવાસ તો ભુલાય જ નહી, પ્રવાસન ક્ષેત્રમાં પણ રોકાણનું આમંત્રણ અપાયું,ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં પણ વિદેશી રોકાણ મેળવવા માટે મુખ્યમંત્રીએ રજૂઆત કરી હતી, ગુજરાતના ઐતિહાસિક, ધાર્મિક, દરિયાઈ અને કુદરતી પ્રવાસન સ્થળોને ધ્યાન માં રાખીને હોટલ, પ્રવાસન સુવિધાઓ અને સંબંધિત માળખાકીય વિકાસમાં રોકાણ કરવા માટે વિદેશી ઉદ્યોગકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, નવી પ્રવાસન નીતિ હેઠળ ગુજરાતમાં વધુ રોકાણ આવે અને પ્રવાસન ક્ષેત્રે રોજગારીની તકો વધે તે દિશામાં સરકાર પ્રયત્નશીલ હોવાનું પણ રજૂ કરવામાં આવ્યું હતુ.
આની સાથે સાથે ન્યૂયોર્ક માં નાણાકીય અને ઔદ્યોગિક ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત થઈ હતી, ન્યૂયોર્કમાં મુખ્યમંત્રીએ નાણાકીય સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે મુલાકાત કરી હતી, નાણાકીય સેવાઓ, ઉત્પાદન ક્ષેત્ર, વૈશ્વિક કંપનીઓના કાર્યાલય અને નવી ટેકનોલોજી આધારિત ઉદ્યોગો માટે ગુજરાતમાં રહેલી તકો અંગે રજૂઆત કરવામાં આવી હતી ગુજરાતમાં રોકાણ કરવા તથા આગામી વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદમાં ભાગ લેવા માટે રોકાણકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈએ અમેરિકામાં વસતા ગુજરાતીઓને પણ રોકાણ માટે અપીલ કરી હતી, અમેરિકામાં વસતા ગુજરાતી ઉદ્યોગકારો સાથે પણ સંવાદ કર્યો હતો, વિદેશમાં વસતા ગુજરાતી ઓ ગુજરાત સાથેના તેમના સંબંધોને આર્થિક વિકાસ સાથે જોડે અને રાજ્યમાં નવા ઉદ્યોગો તથા રોજગારી ઊભી કરવામાં ભાગીદાર બને તેવી અપીલ કરવામાં આવી હતી. વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદમાં વધુમાં વધુ ગુજરાતી ઉદ્યોગકારો જોડાય તે માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ભુપેન્દ્રભાઈ અમેરિકાની મુલાકાત બાદ કેનેડા પહોંચ્યા હતા, અહીં ટોરોન્ટોમાં વિવિધ ઉદ્યોગ સંગઠનો, રોકાણકારો અને ગુજરાતી ઉદ્યોગકારો સાથે બેઠકો યોજાઈ હતી, ગુજરાતમાં રોકાણ, નવીનતા, ટેકનોલોજી, નાણાકીય સેવાઓ અને નવા ઉદ્યોગો માટેની તકો અંગે કેનેડાના ઉદ્યોગ જગત સમક્ષ ગુજરાતની વિકાસગાથા રજૂ કરવામાં આવી હતી.
ટાઈ સાથે ઉદ્યોગ સાહસિકોની બેઠક ટોરોન્ટોમાં ધ ઇન્ડસ એન્ટર પ્રેન્યોર્સ સંસ્થાના આશરે ૩૦ ઉદ્યોગસાહસિકો સાથે ગોળમેજ બેઠક યોજાઈ હતી, આ બેઠક માં નવા ઉદ્યોગો, નવીનતા, ટેકનોલોજી અને ગુજરાત-કેનેડા વચ્ચેના વેપારી સંબંધોને વધુ મજબૂત બનાવવાની શકયતાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાતના યુવા ઉદ્યોગકારો ને વૈશ્વિક ઉદ્યોગ સાહસિકો સાથે જોડવા ની દિશા માં પણ આ બેઠક મહત્વપૂર્ણ બની શકે છે. યુનિવર્સિટી ઓફ વોટરલૂ સાથે સંશોધન અને શિક્ષણ અંગે ચર્ચ.....કેનેડા માં યુનિવર્સિટી ઓફ વોટરલૂ સહિત વિવિધ સંસ્થાઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી, શિક્ષણ, સંશોધન, ઉદ્યોગ સાથેનું જોડાણ અને નવી ટેકનોલોજી ના વિકાસમાં ગુજરાત અને કેનેડાની સંસ્થા ઓ વચ્ચે સહયોગ ની શકયતા ઓ અંગે વિચારવિમર્શ થયો હતો.
આ સાથે ભુપેન્દ્રભાઈએ કેનેડામાં વસતા ગુજરાતી ઉદ્યોગકારો સાથેના સંવાદ દરમિયાન મુખ્યમંત્રી એ ગુજરાત માં રોકાણ કરવા માટે અપીલ કરી હતી. ગુજરાતમાં ઉપલબ્ધ ઔદ્યોગિક સુવિધાઓ, નીતિ ઓ અને નવા ક્ષેત્રો માં રહેલી તકો અંગે માહિતી આપવામાં આવી હતી, ગુજરાતી ઉદ્યોગકારોને આગામી વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદમાં ભાગ લેવા માટે પણ આમંત્રણ અપાયું હતું.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈના આ ૧૦ દિવસના પ્રવાસની દસ દિવસના પ્રવાસની મુખ્ય ફલશ્રુતિ જોઈએ તો કેટલીક મહત્વપૂર્ણ બાબતો સામે આવે છે, જેમ કે પ્રથમ, અર્ધ વાહક ઉદ્યોગ માટે વિશ્વની અગ્રણી કંપનીઓ સાથે ગુજરાત નો સંપર્ક વધુ મજબૂત થયો છે, બીજું, કળત્રિમ બુદ્ધિમત્તા અને અદ્યતન ટેકનોલોજીના ક્ષેત્રમાં ગુજરાત માટે નવી ભાગીદારીની શકયતાઓ ઊભી થઈ છે.
ત્રીજું, વોલમાર્ટ સાથેની ચર્ચા ગુજરાતના નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વૈશ્વિક બજાર સાથે જોડવામાં મહત્વપૂર્ણ બની શકે છે. ચોથું, વિશ્વ બેંક સાથે ની ચર્ચા થી ગુજરાત ના વિકાસલક્ષી પ્રલ્પો તથા ગિફ્ટ સિટી માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય સહયોગની શકયતાઓ વધી શકે છે. પાંચમું, અમેરિકા અને કેનેડામાં વસતા ગુજરાતી ઉદ્યોગકારો ને ગુજરાતના વિકાસ સાથે જોડવાનો પ્રયાસ વધુ મજબૂત બન્યો છે. છઠ્ઠું, આગામી વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ માટે અત્યાર થી જ વૈશ્વિક રોકાણકારો અને ઉદ્યોગો સાથે સંપર્ક સ્થાપિત થયો છે. હવે સવાલ એ પણ થાય છે કે આ પ્રવાસ બાદ ગુજરાત ને કેટલું રોકાણ મળશે....?
અહીં મહત્વની બાબત એ છે કે પ્રવાસ દરમિયાન થયેલી તમામ બેઠકોને તાત્કાલિક રોકાણમાં ગણવી યોગ્ય નથી, ઘણી બેઠકોમાં રોકાણની શકયતા, સહયોગ, ભાગીદારી અને આગામી કાર્ય યોજના અંગે ચર્ચા થઈ છે, તેથી આ તબક્કે ચોક્કસ રકમનું રોકાણ ગુજરાત માં આવી ગયું હોવાનું કહેવું યોગ્ય નહીં બને, આ બેઠકોમાંથી કેટલા સમજૂતી કરાર થશે, કેટલા પ્રકલ્પો ગુજરાતમાં આવશે અને કેટલા લોકોને રોજગારી મળશે તેની વાસ્તવિક તસવીર આગામી મહિનાઓમાં સ્પષ્ટ થશે.
પરંતુ એટલું કહી શકાય કે પ્રવાસનું સાચું પરિણામ હવે આગામી મહિના ઓ માં દેખાશે, મુખ્યમંત્રી શ્રી નો અમેરિકા-કેનેડા પ્રવાસ એક રીતે ગુજરાત માટે રોકાણ મેળવવા ઉપરાંત વૈશ્વિક ટેકનોલોજી અને ઉદ્યોગજગત સાથે લાંબા ગાળાના સંબંધો સ્થાપિત કરવાનો પ્રયાસ રહ્યો છે, અર્ધ વાહક ઉદ્યોગ થી કળત્રિમ બુદ્ધિમત્તા સુધી, નાના ઉદ્યોગોની નિકાસ થી ગિફ્ટ સિટી સુધી અને પ્રવાસનથી લઈને શિક્ષણ તથા સંશોધન સુધી અનેક ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. હવે આ પ્રવાસની ખરી સફળતા ત્યારે ગણાશે જ્યારે વિદેશમાં થયેલી બેઠકો વાસ્તવિક રોકાણ, નવા ઉદ્યોગો, ટેકનોલોજીનું ગુજરાતમાં આગમન, નિકાસ માં વધારો અને નવી રોજગારી માં પરિવર્તિત થશે.
આ દૃષ્ટિએ આગામી વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ-૨૦૨૭ આ સમગ્ર પ્રવાસની સૌથી મોટી કસોટી બની રહેશે એ નિヘીત જણાય છે
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
