<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

અમદાવાદ મનપાનો મોટો નિર્ણય : દરેક મીઠાઈની દુકાન અને ડેરીમાં રેપિડ ટેસ્ટ કીટ રાખવી ફરજિયાત રહેશે.

વેપારીઓએ પોતાના ખર્ચે આ કીટ ખરીદીને ગ્રાહકો માટે દુકાન પર ઉપલબ્ધ કરાવવાની રહેશે

અમદાવાદમાં મીઠાઈ અને ડેરીમાં ભેળસેળ સામે AMCએ મહત્વનો નિર્ણય લીધો છે. હવે શહેરની દરેક મીઠાઈની દુકાન અને ડેરીમાં રેપિડ ટેસ્ટ કીટ રાખવી ફરજિયાત રહેશે. વેપારીઓએ પોતાના ખર્ચે આ કીટ ખરીદીને ગ્રાહકો માટે દુકાન પર ઉપલબ્ધ કરાવવાની રહેશે, જેથી ગ્રાહકો મીઠાઈની ગુણવત્તાની જાતે ચકાસણી કરી શકશે અને ટેસ્ટ બાદ કોઈ ગેરરીતિ જણાય તો ફરિયાદ પણ કરી શકશે. ખાસ કરીને કાજુ કતરી જેવી મીઠાઈમાં વપરાતી વરખની ગુણવત્તા ચકાસવા માટે પણ કામગીરી હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે. AMCની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયેલા આ નિર્ણયથી તહેવારો દરમિયાન મીઠાઈમાં થતી ભેળસેળ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે

(7:31 PM IST)