News of Thursday, 27th August 2026
આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વાએ રાજ્ય સ્વાગત ઓનલાઇનની મુલાકાત લીધી : ફરિયાદ નિવારણ માટેના અભિગમની તલસ્પર્શી જાણકારી મેળવી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગ્રામ,તાલુકા અને જિલ્લા એમ ત્રિસ્તરીય સ્વાગત ઓન લાઈનની સંપૂર્ણ વિગતો આસામના મુખ્યમંત્રીને આપી

ગાંધીનગર :આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વાજીએ રાજ્ય સ્વાગત ઓન લાઈનની મુલાકાત લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી પાસેથી જન ફરિયાદ ઓન લાઈન નિવારણ માટેના આ ટેકનોલોજી યુક્ત અભિગમની તલ સ્પર્શી જાણકારી મેળવી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ માં 2003માં શરૂ કરાવેલો આ નવતર અભિગમ ગુડ ગવરનન્સ અને લોક ફરિયાદ નિવારણનું આગવું મોડેલ બન્યો છે તેનાથી આસામના મુખ્યમંત્રી અત્યંત પ્રભાવિત થયા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગ્રામ,તાલુકા અને જિલ્લા એમ ત્રિસ્તરીય સ્વાગત ઓન લાઈનની સંપૂર્ણ વિગતો આસામના મુખ્યમંત્રીને આપતા કહ્યું કે સ્વાગત માં આવતી રજૂઆતોના નિવારણની ટકાવારી લગભગ 90 ટકા થી વધુ છે.
આ વેળાએ આસામના નાણાં મંત્રી તેમજ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડો.વિક્રાંત પાંડે તેમજ ખાસ ફરજ પરના અધિકારીઓ ધીરજ પારેખ અને રાકેશ વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
