તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Thursday, 27th August 2026
રાજપીપળા ચોર્યાસીની વાડીમાં બ્રમ્હ સમાજના બ્રાહ્મણો એ યજ્ઞોપવિત (જનોઈ) બદલી
આ કાર્યક્રમ શુક્રવારે રક્ષાબંધન હોય દર વર્ષની જેમ બળેવ ના આગલે દિવસે રાખવામાં આવ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા માં ચોર્યાસીની વાડી સહિત અનેક જગ્યાઓ પર શહેરના બ્રાહ્મણો એ યજ્ઞોપવિત (જનોઈ બદલવા) નો કાર્યક્રમ રાખ્યો હતો. ત્યારબાદ બ્રમ્હ ભોજન કર્યું હતું , દર વર્ષે બળેવના દિવસે રખાતો આ કાર્યક્રમ શુક્રવારે રક્ષાબંધન હોય દર વર્ષની જેમ બળેવના આગલે દિવસે રાખવામાં આવ્યો હતો. જેમાં બ્રમ્હ સમાજના કેતનભાઈ પાઠક, કલ્પેશભાઈ પંડ્યા, ઘનશ્યામભાઈ વ્યાસ, પ્રણવભાઈ પુરોહિત તેમજ વાડી ના ટ્રસ્ટીઓ સહિત બ્રમ્હ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ બાદ સમાજ દ્વારા ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી.
(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
