<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

શ્રાવણી પૂર્ણિમાએ એસજીવીપી ગુરુકુલમાં વેદઘોષઃ દર્શનમ સંસ્‍કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ દશવિધ સ્‍નાન કરી નૂતન યજ્ઞોપવીત ધારણ કરી

અમદાવાદઃ રક્ષાબંધન અને શ્રાવણીઃ પૂર્ણિમાના પરમ પવિત્ર પર્વે એસજીવીપી ગુરુકુલ સ્‍થિત દર્શનમ સંસ્‍કળત મહાવિદ્યાલય ખાતે વૈદિક પરંપરા અને આધ્‍યાત્‍મિક ઉર્જાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. ગુરુવર્ય શાષાી શ્રી માધવ-યિદાસજી સ્‍વામીની પાવન પ્રેરણાથી ઋષિકુમારો દ્વારા પુરાતન જ્ઞાન-સંસ્‍કળતિને ઉજાગર કરતો ‘‘વૈદિક ઉપાકર્મ વિધિ''અને નૂતન યજ્ઞોપવીત ધારણ મહોત્‍સવ શ્રદ્ધાભેર સંપન્ન થયો હતો.

શાષાોક્‍ત દશવિધ તાાનથી આત્‍મશુદ્ધિ યજુર્વેદી, ઋગ્‍વેદી અને અથર્વવેદી પરંપરા મુજબ યોજાયેલા આ અનુષ્ઠાનનો પ્રારંભ પવિત્ર દશવિધ તાાનથી થયો હતો. ઋષિકુમારોએ ગૌમૂત્ર, ગોમય (ગાયનું છાણ), હરિદ્રા (હળદર), ઔષધિઓ, ફળ, તલ, ધાન્‍ય, દર્ભ, મળત્તિકા અને સુવર્ણ જેવા દસ પવિત્ર દ્રવ્‍યો વડે શરીર અને અંતઃકરણની વિશુદ્ધિ કરી હતી.

સવા લાખ ગાયત્રી મંત્રથી મંત્રિત જનોઈ ધારણ તાાનવિધિ બાદ વેદમાતા ગાયત્રી તેમજ સપ્તર્ષિઓની વિશેષ આરાધના કરવામાં આવી હતી. નૂતન યજ્ઞોપવીતમાં નવ તંતુ દેવતાઓનું આહ્વાન કરી, સવા લાખ ગાયત્રી મંત્રોના સામૂહિક જપના પ્રભાવથી સિદ્ધ કરાયેલી નવીન યજ્ઞોપવીત ધારણ કરવામાં આવી હતી.

જેમ સર્પ જૂની કાંચળીનો ત્‍યાગ કરે છે, તેમ ઋષિકુમારોએ વર્ષ દરમિયાન અજાણતા થયેલા દોષોનો ત્‍યાગ કરી નવસર્જનનો સંકલ્‍પ લીધો હતો. આ વિધિ દ્વારા પુનઃ શાષાાધ્‍યયન અને વેદ-સંવર્ધન માટે સમર્પિત થવાનો દ્રઢ નિર્ધાર વ્‍યક્‍ત કરાયો હતો.

ગુરુવર્ય સ્‍વામીજીના આશીર્વાદ હેઠળ આચાર્યો અને ઋષિકુમારોના ઉત્‍સાહભેર ભાગીદારીથી સમગ્ર એસજીવીપી પરિસરમાં ગૂંજી ઊઠેલો વેદઘોષ પ્રાચીન ઋષિ-પરંપરાની જીવંતતાની પ્રતીતિ કરાવતો હતો.(

(10:56 AM IST)