<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

ગુજરાત સ્‍ટેટ ફૂટબોલ એસોસિએશન તથા ગુજરાત સુપર લીગની ત્રીજી સીઝનના પ્રારંભ માટે સજ્જ

સીઝન-૩નો ૧ સપ્‍ટેમ્‍બરે સાંજે ૪ વાગ્‍યે અમદાવાદમાં ટ્રાન્‍સસ્‍ટેડિયા એરેના ખાતે શુભારંભ થશે

 

 

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૮:  ગુજરાત સ્‍ટેટ ફૂટબોલ એસોસિએશન (જી.એસ.એફ઼એ.) ગુજરાત સુપર લીગ (જી.એસ.એલ.)ની ત્રીજી સીઝનના પ્રારંભ માટે સંપૂર્ણપણે સજ્જ છે. જી.એસ.એલ. સીઝન-૩નો પ્રારંભ ૧ સપ્‍ટેમ્‍બર, સાંજે ૪ વાગ્‍યે ટ્રાન્‍સસ્‍ટેડિયા એરેના, અમદાવાદ ખાતે થશે. ગુજરાતમાં વધુ મજબૂત ફૂટબોલ ઇકોસિસ્‍ટમ ઊભી કરવાના રાજ્‍યના પ્રયાસોની દિશામાં આ વધુ એક મહત્‍વપૂર્ણ પગલું છે. જી.એસ.એફ઼એ. ના ઉપપ્રમુખ  પ્રદિપસિહ વાઘેલાએ જી.એસ.એફ઼એ.ના પદાધિકારીઓ તથા જી.એસ.એલ.ના ટીમ માલિકોની હાજરીમાં જી.એસ.એલ.-૩ની ટ્રોફી તથા ટીમ જર્સીનું અનાવરણ કર્યું છે.

જી.એસ.એલ.-૩માં રમી રહેલા શ્‍-૨૦ ફૂટબોલરમાંથી બે ખેલાડીઓની પસંદગી જર્મનીમાં ટાયર-૩ અને ટાયર-૪ ડોમેસ્‍ટીક ફૂટબોલ ટુર્નામેન્‍ટમાં રમવા માટેના ટ્રાયલ માટે કરવામાં આવશે. જર્મનની સાયકોલોજીસ્‍ટ પ્રોફેસર જેન માયર અને બોસ ટેકનોલોજી આ ખેલાડીઓની પસંદગી કરવા માટે સ્‍પોર્ટ્‍સ ઇન્‍ટલિજન્‍સનો ઉપયોગ કરીને સહાયતા કરશે.ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત થયેલો યુવા ફૂટબોલર રાહુલ ભાટીયાને રૂ. બે લાખની એક્‍સ-ગ્રેશિયા ચૂકવણીની પણ જાહેરાત કરવામાં આવી હતી.

પ્રથમ બે સીઝનને મળેલા  પ્રતિસાદ બાદ જી.એસ.એલ.ની ત્રીજી સીઝન વધુ સ્‍પર્ધાત્‍મક અને રોમાંચક બનવાની અપેક્ષા છે. તેમાં ગુજરાતની ફૂટબોલ પ્રતિભાઓને એક મંચ પર આવવાની અને ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા માટે ઉચ્‍ચ ગુણવત્તાનું પ્‍લેટફોર્મ મળશે.

સીઝનના પ્રારંભ પૂર્વે વાત કરતાં જી.એસ.એફ઼એ.ના પ્રમુખ  પરિમલભાઈ નથવાણીએ જણાવ્‍યું હતું કે જી.એસ.એલ.ની ત્રીજી સીઝન ગુજરાતની ફૂટબોલ યાત્રામાં વધુ એક મહત્‍વપૂર્ણ સીમાચિホ છે.

ફૂટબોલ ચાહકોને લીગ સાથે વધુ નજીકથી જોડવાના હેતુથી એક મહત્‍વપૂર્ણ પહેલરૂપે જી.એસ.એફ઼એ. દ્વારા એક સમર્પિત ડિજિટલ એપ પણ લોન્‍ચ કરવામાં આવી છે. આ એપ દ્વારા જી.એસ.એલ. ઉપરાંત જી.એસ.એફ઼એ.ની વિવિધ પ્રવૃત્તિઓની વિગતો મેળવવામાં સરળતા રહેશે. આ એપને ગુજરાત ફૂટબોલ માટેના વન-સ્‍ટોપ ડિજિટલ પ્‍લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવી છે, જ્‍યાં ચાહકોને જી.એસ.એલ.ના ફિક્‍સ્‍ચર્સ, મેચ શેડ્‍યૂલ, પરિણામો, ટીમોની માહિતી, ખેલાડીઓની પ્રોફાઇલ, લીગ સંબંધિત વિકાસ, ફોટોગ્રાફસ અને અન્‍ય મહત્‍વપૂર્ણ અપડેટ્‍સ ઉપલબ્‍ધ થશે.

શ્રી નથવાણીએ જણાવ્‍યું હતું કે નવા ડિજિટલ પ્‍લેટફોર્મના લોન્‍ચિંગથી લીગ અને તેના સમર્થકો વચ્‍ચેનું જોડાણ વધુ મજબૂત બનશે.

જી.એસ.એફ઼એ.ના માનદ સચિવ  મુલરાજાસિહ ચૂડાસમાએ મોટી સ્‍ક્રીન પર એપના મુખ્‍ય પાસાં અને વિશેષતાઓ રજૂ કરી હતી.

આ પ્રસંગે જી.એસ.એલ. સીઝન-૩ની સત્તાવાર જર્સી અને ટ્રોફીનું પણ અનાવરણ કરવામાં આવ્‍યું હતું. જર્સી અને ટ્રોફી લીગની ઓળખ, સ્‍પર્ધાત્‍મક ભાવના અને તેની આકાંક્ષાઓનું પ્રતીક છે.

આ પ્રસંગે જી.એસ.એફ઼એ. દ્વારા જી.એસ.એલ. સીઝન-૩ના સંપૂર્ણ ફિક્‍સ્‍ચર્સની પણ જાહેરાત કરવામાં આવી હતી. તેનાથી ફૂટબોલ ચાહકોને સમગ્ર ટુર્નામેન્‍ટ દરમિયાન પોતાની મનપસંદ ટીમોને પ્રોત્‍સાહન આપવા તથા મેચોમાં પોતાની હાજરીનું આયોજન કરવાની તક મળશે.

તારીખો, ટીમો અને મેચોના સમય સહિતના વિગતવાર ફિક્‍સ્‍ચર્સ નવા લોન્‍ચ કરાયેલા જી.એસ.એલ. ડિજિટલ પ્‍લેટફોર્મ તથા જી.એસ.એફ઼એ.ના સત્તાવાર સંચાર માધ્‍યમો પર ઉપલબ્‍ધ રહેશે.

જી.એસ.એલ.ની ત્રીજી સીઝનના પ્રારંભ નિમિત્તે ટ્રાન્‍સસ્‍ટેડિયા, અમદાવાદ ખાતે એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવશે, જેમાં ફૂટબોલ ખેલાડીઓ, અધિકારીઓ, કોચ, સમર્થકો, રમતગમત ક્ષેત્રની હસ્‍તીઓ તથા અન્‍ય હિતધારકો ઉપસ્‍થિત રહેશે.

 

(1:40 PM IST)