તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 28th August 2026
‘She Team’ દ્વારા રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકને રાખડી બાંધી રક્ષાબંધનની ભાવસભર ઉજવણી : પોલીસવડાએ મહિલા પોલીસ કર્મચારીઓની ભાવપૂર્ણ પહેલને સહર્ષ વધાવી : જુઓ વિડિયો
સિનિયર સિટીઝન્સ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ નિવૃત્ત પોલીસ અધિકારીઓને પણ તેમના ઘરે જઈને SHE ટીમો દ્વારા રક્ષા સૂત્ર બાંધી પવિત્ર તહેવારની ઉજવણી કરાઈ

(અશ્વિન વ્યાસ દ્વારા)ગાંધીનગર તા.૨૮ : રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે સ્નેહ અને સુરક્ષાના તહેવારની વિશેષ ઉજવણીના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેરની 'She Team' દ્વારા રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકને રક્ષાનું પ્રતીક એવું રક્ષા સૂત્ર બાંધી તેમના દીર્ઘાયુની કામના કરવામાં આવી હતી.
રાજ્યના પોલીસ વડાશ્રીએ મહિલા પોલીસ કર્મચારીઓની આ ભાવપૂર્ણ પહેલને સહર્ષ વધાવી હતી અને સમાજમાં મહિલાઓ તથા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં 'She Team' દ્વારા કરવામાં આવતી ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરીને બિરદાવી હતી.
ઉલ્લેખનીય છે કે, રક્ષાબંધનના આ પવિત્ર પર્વે રાજ્યભરમાં 'She Team' દ્વારા સિનિયર સિટીઝન્સ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ નિવૃત્ત પોલીસ અધિકારીઓના ઘરે રૂબરૂ જઈને ભાવસભર રીતે તહેવારની ઉજવણી કરવામાં આવી હતી અને સૌને રાખડી બાંધી સુરક્ષાનો અહેસાસ કરાવવામાં આવ્યો હતો.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
