<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

પાટણના સિદ્ધપુર નેશનલ હાઈવે પર બનાસવાડી હોટલ નજીક ચા બનાવતા યુવકને કારે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત

ચા બનાવતા શકીલ ઐયુબભાઈ સિપાઈને પૂરઝડપે આવેલી કારે અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું:અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ

સિદ્ધપુર નેશનલ હાઈવે પર બનાસવાડી હોટલ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એકાએક ચાય પાર્લરમાં કાર ઘૂસી ગઈ હતી. જેમાં ઊભેલા યુવકને કારે એકાએક લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.

મળતી માહિતી મુજબ બનાસવાડી હોટલ પાસે આવેલા ચાય પાર્લર બહાર શકીલ ઐયુબભાઈ સિપાઈ ચા બનાવી રહ્યો હતો. આ દરમિયાન પૂરઝડપે આવેલી કારે તેને અડફેટે લીધો હતો. કારની જોરદાર ટક્કરથી શકીલભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

 

આ સમગ્ર અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં પૂરઝડપે આવતી કાર ચાય પાર્લર પાસે પહોંચે છે અને ત્યાં રહેલા યુવકને અડફેટે લેતી હોવાનું જોવા મળે છે. અકસ્માતની ગંભીરતા એટલી હતી કે ટક્કર બાદ યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું.

 

અકસ્મત બાદ ઘટનાને પગલે સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જનાર કારનો નંબર GJ 06 LS 8338 હોવાનું સામે આવ્યું છે.

આ મામલે અકસ્માત સર્જનાર કારના ચાલક સામે સિદ્ધપુર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સહિતના પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે. આ ગમખ્વાર અકસ્માતને પગલે મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે

 

(1:20 PM IST)