News of Saturday, 29th August 2026
ભોગવડ ગામના ફાટક પાસે રક્ષાબંધન કરવા જતા પરિવારને અકસ્માત નડતા પત્નીનું મોત અન્યોને ઇજા
પતિ, પત્ની સાથે બે બાળકો બાઇક ઉપર જતા હતા ત્યારે બીજી બાઈકે પાછળથી ટક્કર મારતા અકસ્માત : ફરિયાદી પાનખલા કોલેજ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનાં ભોગવડ ગામના ફાટક પાસે રક્ષાબંધન કરવા જતા પરિવારને અકસ્માત નડતા પત્નીનું મોત નીપજ્યું જ્યારે અન્યોને ઇજા થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
પાનખલા કોલેજ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વિપેશભાઇ વસંતભાઇ વસાવા (ઉ.વ.૩૨ )ધંધો-પ્રાઇવેટ નોકરી (હાલ રહે. સાગબારા)નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓ રક્ષાબંધન કરવા પરિવાર સાથે જતા હતા ત્યારે મો.સા.નંબર-GJ-22-F-5329 ના ચાલક બહાદુરભાઇ વિરસિંગભાઇ વસાવા નાઓએ પોતાના કબ્જાની મો.સા.પુરઝડપે હંકારી લાવી વિપેશભાઈ ની મો.સા.નંબર GJ-22-K-2036 ને પાછળથી ટક્કર મારી ફરીયાદીને શરીરે વત્તી ઓછી ઇજાઓ પહોંચાડી તથા તેમની પાછળ બેસેલ તેમની પત્ની હિનાબેનને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ કરી સ્થળ ઉપર મોત નિપજાવી તથા ફરીયાદીના દિકરા રીહાન તથા દિકરી નિયતીને શરીરે વત્તી ઓછી ઇજાઓ પહોંચાડી તથા બહાદુરભાઈ એ પોતાને તથા પોતાની દિકરી રિસીતાબેનને ઇજાઓ પહોંચાડી ગુનો કરતા સાગબારા પોલીસે બહાદુરભાઈ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
