News of Monday, 31st August 2026
SBI પેન્શનર્સ એસોસિએશન ગાંધીનગર સર્કલનો સ્થાપના દિવસ
એકતા, સેવા, સંઘર્ષ, સન્માન અને પેન્શનર કલ્યાણની ચાર દાયકાની ગૌરવભરી યાત્રા

રાજકોટઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના વર્ષો સુધી બેંકમાં મહત્વનું યોગદાન આપીને નિવૃત થયેલ ગુજરાત રાજ્યના ૧૭ હજારથી વધુ પેન્શનરોનું નિવૃત બેંક કર્મચારીઓના અધિકાર, કલ્યાણ, સન્માન અને સુરક્ષા માટે કાર્યરત બિનરાજકીય સંગઠન એસ.બી.આઈ.પેન્શનર્સ એસોસિએશન ગાંધીનગર સર્કલ તેની ગૌરવવંતી સ્થાપનાના ૪૧ પૂર્ણ કરીને ૪૨ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલ છે
પેન્શનર્સ એસોસિએશન નિવૃતિ પછી જીવનમાં સૌથી મહત્વપૂર્ણ બાબતો આરોગ્ય, આર્થિક સુરક્ષા અને સામાજિક જોડાણને મહત્વ આપી અવિરત કાર્યરત રહીને પેન્શનરોના વિવિધ પ્રશ્નો, રજૂઆતોને બેંક મેનેજમેન્ટ સમક્ષ અસરકારક રીતે રજૂઆત કરીને વિવાદ નહીં પરંતુ સંવાદની ભૂમિકા અપનાવી નિકાલ લાવે છે. આ ઉપરાંત બેંક મેનેજમેન્ટ સાથે સમયાંતરે મીટીંગો યોજીને પેન્શનર્સ કલ્યાણ માટે પ્રયત્નશીલ રહે છે
સંગઠન માત્ર નિવૃત કર્મચારીઓ માટે જ નહીં પરંતુ નિવૃત સાથીના અવસાન બાદ ફેમીલી પેન્શનરોને પેન્શન કે અન્ય હક્ક હિસ્સા મેળવવા માટે મુશ્કેલી ન પડે તે માટે પણ મહત્વપૂર્ણ સભ્યકલ્યાણની કામગીરી બજાવે છે
સંગઠનના સભ્યોનું નિવૃત એટલે જીવનમાંથી નિવૃત નહીં પરંતુ સભ્યોના જીવનમાં સામાજિક જોડાણ અને આત્મીયતાને જાળવી રાખવા માટે વિવિધ મીટીંગો, અધિવેશનો, સેમીનારો, સાંસ્કૃતિક કાર્યક્રમો, સન્માન સમારોહ, પેન્શનર મીટ સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે
પેન્શનર્સ એસોસિએશનની પ્રાથમિકતા પોતાના સભ્ય કલ્યાણની છે. સંસ્થા સભ્યોને વિવિધ પેન્શન અને મેડીકલ સબંધિત માહિતી પૂરી પાડે છે.ઉપરાંત સભ્યોના નાના મોટા પ્રશ્નો, સુખ દુઃખના સમયમાં ખડે પગે રહે છે.સંગઠનની વેબસાઇટ પર પેન્શનરોને ઉપયોગી અને જરૂરી ફોર્મ અને ડોક્યુમેન્ટ ઘર બેઠા મળી રહે તે માટે દરેક અરજીપત્રક, ફોર્મ, દસ્તાવેજો, માર્ગદર્શિકા ઉપલબ્ધ હોય છે
પ્રવર્તમાન સમયમાં મેડીકલ સારવાર અતિ ખર્ચાળ અને મોંઘી બની છે ત્યારે નિવૃત જીવનને સ્વસ્થ, સુરક્ષિત અને સન્માનપૂર્ણ બનાવવા પેન્શનરોને મેડીકલ સુવિધા સારી મળે અને વીમા સબંધિત પ્રશ્નો માટે સંગઠન સતત બેંક મેનેજમેન્ટ અને સબંધિત સંસ્થાઓ સાથે સતત સંવાદ કરે છે
SBIPA ગાંધીનગર સર્કલ રાષ્ટ્રીય સ્તરે ફેડરેશન ઓફ એસ.બી.આઈ. પેન્શનર્સ એસોસિએશન સાથે સંલગ્ન છે અને સંગઠનના જનરલ સેક્રેટરી કોમરેડ કમાલ કાદરી રાષ્ટ્રીય સંગઠનમાં ઉપપ્રમુખની મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે
પેન્શનર્સ એસોસિએશન પેન્શનર સમાજને એકબીજા સાથે જોડતું અને સંસ્થાના વિચારો, સમાચારો અને કામગીરી સભ્યો સુધી પહોંચાડવા માટે પોતાનું માસિક સામયિક પેન્શનર્સ પ્રકાશ દર મહિને બહાર પાડે છે અને દરેક સભ્યોના ઘરે પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે સભ્યોના કામ સરલતાથી થાય છે કે
TIC પેન્શનર્સ એસોસિએશન દ્વારા સભ્યોના કામ સરળતાથી થાય તે માટે અમદાવાદમાં હેડઓફીસ તેમજ રાજકોટ વડોદરા સુરત ભાવનગર ગાંધીનગરમાં પણ સંગઠનની ઓફીસ છે અને સંગઠનના પદાધિકારીઓ કાર્યરત રહે છે.SBIPA ગાંધીનગર સર્કલના સુકાની તરીકે કોમરેડ કમાલ કાદરી જનરલ સેક્રેટરી અને કોમરેડ રમેશ ચોક્સી પ્રેસિડેન્ટ જવાબદારી સંભાળી રહ્યા છે
પેન્શનર્સ એસોસિએશન દ્વારા હંમેશા સભ્ય કલ્યાણની સાથે માતૃ સંસ્થા સ્ટેટ બેંક કે જેમને વર્ષો સુધી બ્રેડ બટર આપેલ છે ત્યારે નિવૃત બેંક પેન્શનરોના જ્ઞાન, અનુભવ અને સંપર્કોનો બેંકની પ્રગતિ માટે લાભ આપવા હંમેશા પ્રયાસો થતા રહે છે
પેન્શનર્સ એસોસિએશન દ્વારા સભ્ય કલ્યાણની સાથે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગ રૂપે અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં સમયાંતરે થેલેસેમીયા બાળકોને દતક લેવા, ઉનાળાની કાળજળ ગરમીમાં છાસ વિતરણ, વય વંદના, વૃદ્ધાશ્રમના વડીલો સાથે ભોજન નવા કપડાનું વિતરણ, વૃક્ષારોપણ, રોગ નિદાન કેમ્પ, સાહિત્યિક કાર્યક્રમો,વિધાર્થી સન્માન, અનાથ દીકરીઓના લગ્ન માટે સહાય સહિતના કાર્યક્રમો યોજાતા રહે છે
ગુજરાત રાજ્યમાં પ્રારંભમાં પેન્શનર્સ સંગઠન મજબૂત બનાવવામાં વી. ડી. મહેતા, સી.બી.બેંકલે, એચ.જે.શાહ, એમ.એસ.વૈદ્ય,બી. જે.કાપડિયા,જે.સી. મહેતા, આઈ.કે.થાનકી, એ.એ. ત્રિવેદી,સુરેશભાઈ રિડાણી, સુરેશભાઈ ગોર, આર.એન.દવે સહિતના નામી અનામી પૂર્વ અગ્રણીઓ અને જેતે સમયની સમગ્ર ટીમનું યોગદાન છે જેની નોંધ લેવી જ રહી.
પરસ્પર સહયોગ, સંવેદના, સંગઠન અને સેવા આ ચાર સ્તંભ પર કાર્યરત પેન્શનર્સ એસોસિએશન પોતાના પેન્શનરોને સભ્ય તરીકે નહીં પરંતુ પેન્શનર્સ પરિવારના સન્માનિત વરિષ્ઠ સભ્ય તરીકે જોવે છે સંગઠન દ્વારા દર વર્ષે જીવનના ૭૦ વર્ષ પૂર્ણ કરનાર સભ્યો અને પ્રસન્ન મધુર દાંપત્ય જીવનના ૫૦ વર્ષ પૂરા કરનાર વડીલ દંપતીઓ તેમજ આયુષ્યના ૯૦ વર્ષ પૂરા કરનાર વરિષ્ઠ વડીલોનું ભાતીગળ તેમજ પરંપરાગત અભિવાદન કરવામાં આવે છે
SBIPA એટલે પોતાના હક્ક માટે સંગઠિત અવાજ, મુશ્કેલીમાં સાથીનો હાથ, નિવૃત જીવનમાં સન્માન અને સમાજ પ્રત્યેની જવાબદારી અને હજારો નિવૃત પેન્શનરોની એકતા, સંઘર્ષ, અનુભવ અને આત્મીયતાથી કાર્યરત સંગઠન રેક રમેસ ચોક્સી, કમાલ કાદરી પી.જી.પા સંગઠનના પ્રદેશ હોદેદારો તરીકે કોમરેડ રમેશ ચોક્સી, કમાલ કાદરી, પી.જી.પારધી,ગુણવંત પટેલ, કાંતિલાલ પરમાર,સુભાષ પટેલ, રમણભાઈ વાઘેલા, ચિતક પટેલ, રવિન્દ્ર સોલંકી, સુભાષ પી.પટેલ, જગત પટેલ જવાબદારી સફળતાપૂર્વક સંભાળી રહેલ છે
SBIPA ના રાજકોટ વિભાગના કોમરેડ શરદભાઈ દવે, અનુપમ દોશી, દક્ષિણભાઈ જોશી, કે.સી. પંડ્યા, ધીરેન માંકડ, શીરીષ કચ્છી, જનાર્દન આચાર્ય, જીતુ ગણાત્રા, પ્રકાશ શાહ, મહેન્દ્ર લાખાણી, જયંત દહિયા, કીરીટ કોમલ, જયસુખ વાઘેલાએ સ્ટેટ બેંકના પેન્શરોના બનેલ સંગઠન એસ.બી.આઈ.પેન્શનર્સ એસોસિએશન આગામી વર્ષોમાં વધુ મજબૂત બને, નવી પેઢીના નિવૃત કર્મચારીઓને સાથે જોડે અને પેન્શનર કલ્યાણ સાથે જન કલ્યાણની ભાવના વધુ વ્યાપક બને એવી ૪૨ માં સ્થાપના દિવસની મંગલમય શુભકામનાઓ પાઠવી છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
