<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

ગીર સફારી હવે વધુ મોંઘી બનશેઃ પરમિટ ફીમાં વધારાની તૈયારી

૬ સીટરની સફારીનો ઓનલાઈન પરમિટ રૂ.૮૦૦ થી વધીને રૂ.૧,૮૦૦ સુધી થઈ શકે પ્રીમિયમ-તત્‍કાલ પરમિટની ફી રૂ.૨૦ હજારથી વધુ થઈ શકે છે

અમદાવાદ,તા.૩૧: ગીર નેશનલ પાર્કમાં સફારી માટે જતા પ્રવાસીઓએ આગામી સિઝનથી બમણાંથી પણ વધુ રકમ ચૂકવવી પડી શકે છે. રાજ્‍યના વન વિભાગે સફારીની પરમિટ ફીમાં નોંધપાત્ર વધારો કરવાનો પ્રસ્‍તાવ તૈયાર કર્યો છે. આ દરખાસ્‍તને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

છેલ્‍લે ૧૧ વર્ષ પહેલાં સફારીની ફીમાં સુધારો કરવામાં આવ્‍યો હતો. પ્રવાસીઓની સંખ્‍યામાં સતત થઈ રહેલા વધારાને ધ્‍યાનમાં રાખીને આવકમાં વધારો કરવાના હેતુથી વન વિભાગે હવે ફીમાં વધારાની કવાયત હાથ ધરી છે. અંતિમ નિર્ણય લેતા પહેલાં વિભાગ રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં લાગુ સફારી ફીના માળખાનો પણ અભ્‍યાસ કરાઈ રહ્યો છે.

એશિયાટિક સિહનું વિશ્વમાં એકમાત્ર કુદરતી નિવાસસ્‍થાન ગણાતા ગીર નેશનલ પાર્કને ચોમાસા દરમિયાન પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે.

૧૫ જૂને પૂર્ણ થયેલી સફારી સિઝન હવે ૧૬ ઓક્‍ટોબરથી ફરી શરૂ થવાની છે. પ્રસ્‍તાવિત નવા દર મુજબ છ સીટર સફારી માટેનો ઓનલાઈન પરમિટ રૂ.૮૦૦થી વધારીને આશરે રૂ.૧,૮૦૦ કરવામાં આવી શકે છે. વિદેશી પ્રવાસીઓ માટેની પરમિટ હાલમાં ૮૦ ડોલર છે, જે વધારીને આશરે ૧૨૫ ડોલર કરવાનો પ્રસ્‍તાવ છે.

વન વિભાગ પ્રાયોગિક ધોરણે આઠ સીટર સફારી વાહનોને મંજૂરી આપવાનું પણ વિચારી રહ્યો છે. આવા વાહનો શેરિગ મોડલ પર ચલાવવામાં આવી શકે છે, જેમાં બે કે ત્રણ અલગ-અલગ પ્રવાસી જૂથો એકસાથે સફારી કરી શકશે.

આઠ સીટરના વાહન માટેનો પરમિટ રૂ.૨,૦૦૦થી વધુ રાખવામાં આવે તેવી શક્‍યતા છે. પ્રવાસીઓ માટે તત્‍કાલ અને પ્રીમિયમ પરમિટની પણ યોજના બનાવવામાં આવી રહી છે. તેના ચાર્જ રૂ.૨૦,૦૦૦થી વધુથી થવાની શક્‍યતા છે.

જેઓને ગીરના જંગલમાં વધુ સમય વિતાવવો હોય તેમના માટે છ કલાકની ખાસ મોર્નિગ સફારીનો પ્રસ્‍તાવ છે. દેવળિયા સફારી પાર્ક માટે પણ આવું જ ખાસ પેકેજ પ્રસ્‍તાવિત કરવામાં આવ્‍યું છે. તેમાં એસી બસની સફારી, ટ્રેકિગ અને બર્ડ વોચિગનો સમાવેશ થશે. આ પેકેજની ફ્રી પ્રતિ વ્‍યક્‍તિ રૂ.૧,૫૦૦ રાખવામાં આવે તેવી શક્‍યતા છે.

પ્રવાસીઓ માટે રાહતરૂપ નિર્ણય તરીકે વ્‍યક્‍તિગત કેમેરા માટે લેવામાં આવતો અલગ ચાર્જ દૂર કરવાની પણ દરખાસ્‍ત છે. બીજી તરફ, કોમર્શિયલ શૂટિગ વધુ મોંઘું બનશે. વાઇલ્‍ડલાઇફ ડોક્‍યુમેન્‍ટરી, ફીચર ફિલ્‍મો અને ટીવી સિરિયલોના શૂટિગ માટે હાલના દર કરતાં આશરે ૪૦ ટકા વધુ ફી વસૂલવાની શક્‍યતા છે.

 

 

 

ગીર નેશનલ પાર્કમાં પ્રવાસી

વર્ષ પ્રવાસી

૨૦૨૧-૨૨  ૧.૩૩ લાખ

૨૦૨૨-૨૩  ૧.૮૮ લાખ

૨૦૨૩-૨૪  ૧.૯૫ લાખ

૨૦૨૪-૨૫  ૨.૦૨ લાખ

૨૦૨૫-૨૬  ૨.૧૭ લાખ

છેલ્‍લા પાંચ વર્ષમાં ગીર સફારી અને દેવળિયા સફારી પાર્ક સહિત કુલ ૩૯.૫૯ લાખ પ્રવાસીઓ ગીરની મુલાકાતે આવ્‍યા છે. આ ઉપરાંત ૪૦,૦૦૦થી વધુ વિદેશી પ્રવાસી પણ ગીરના જંગલની મુલાકાત લઈ ચૂક્‍યા છે.

(1:17 PM IST)