News of Monday, 31st August 2026
અને અમદાવાદમાં ૨૬૩ થી વધુ હથિયારો માથાભારે લોકોએ પોલિસની ધાકથી સામેથી જમા કરાવી દીધા
ગેરકાયદે હથિયારો સામેથી લોકો જમા કરાવે તેવા સુરતમાં અનુપમસિંહ ગેહલોતના સફળ અભિયાનનો, પાર્ટ ૨ નો મારો વિચાર તુરંત પોલિસ કમિશનરશ્રીએ વધાવી લીધો, વાયરલ ન્યૂઝની અકિલા સમક્ષ સેક્ટર ટુ વડા જયપાલસિંહ રાઠોડ ભીતરી કથા વર્ણવે છે શહેરના વિવિધ વિસ્તારોના લાંબા સમયના અભ્યાસ પછી, તેને અલગ તારવ્યા, અમારી ટીમોએ અલગ અલગ સ્પોટ નક્કી કર્યા, પોલિસ કોન્બિંગ કરી હથિયાર કઢાવશે તો શું થશે? તેની હાઈ લાઈટ ઉજાગર કરી, ૨૨ પોલિસ મથકમાં આ અભિયાન દરમિયાન છરી,ચાકા, તલવારો, ધોકા વિગેરેના ઢગલા થયા, સજ્જન લોકોએ પોલિસનો જય જયકાર કર્યો

રાજકોટ તા. ૩૧ :.. અમદાવાદના પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જયારે સુરતના પોલિસ કમિ‘ર તરીકે કાર્યરત હતા, તે સમયે સુરતના વિવિધ વિસ્તારોનું પોતાના ib વડા તરીકેના અનુભવ આધારે વર્ગીકરણ દ્વારા જ્યાં રીઢા અપરાધીઓ રહેતા હોય તેનું તારણ કાઢી ત્યાં કોમ્બિંગ કરી ગેર કાયદે હથિયારો ઓપરેશન વેપન શરુ કરેલ.
આ દરમિયાન તેઓ દ્વારા એક અનોખુ અભિયાન શરુ કરેલ, શરૂઆતમાં તો અન્ય પોલિસ આધિકારીઓ આની સફળતા અંગે શંકા હતી, પણ અનુપમસિંહજી સ્યોર હતા, અને એ અભિયાન સફળ બનેલ, આ અભિયાન એટલે વિવિધ વિસ્તારના દાદા થઈને ફરતા લોકોને વિશ્વાસમાં રાંખી શ્વેછાએ હથિયાર જમા કરાવવા.
અમદાવાદના પોલિસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોત નિમાયા પછી, મહત્વના બંદોબસ્તમાંથી સહુ થોડા હળવા થયા, આ સાથે સેક્ટર ટુ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા અનુપમસિંહ ગેહલોતજી સાથે કાયદો વ્યવસ્થા વિશેષ સુંદ્રઢ કરવાની ચર્ચા દરમિયાન સુરતના સફળ અભિયાનની યાદ આપી, અમદાવાદમાં આ પ્રયોગ કરવા સૂચન કરતા, તુરંત વધાવી લેવાયું. અને આમ શરુ થયું સમર્પણથી સુરક્ષા અભિયાન.
અકિલા સાથેની વાતચીતમાં જેમના નેતળત્વ નીચે આ અભિયાન શરુ થયું છે, તેવા સેક્ટર વડા જયપાલસિંહ રાઠોડે જણાવેલ કે, પોલિસ કમિશનરશ્રીના સીધા માર્ગદર્શન નીચે પૂર્વ અમદાવાદ ના પૂર્વ વિસ્તારના ૨૨ પોલિસ મથકોમાં અમારા ડીસીપી, એસીપી વિગેરેના સહયોગથી અમારા તમામ pi, psi અને પોલિસ સ્ટાફની જહેમતથી આ અભિયાન સફળ બન્યુ.
જેતે વિસ્તારમાં થોડું વાતાવરણ બનાવી, માંઇક દ્વારા લોકોને અપીલ કરી કે તમારી પાસે રહેલ, છરી, ચાકા, ધોકા, તલવાર, વિગેરે સ્વચ્છાએ જમા કરાવશો તો કોઈ ગુન્હા દાખલ નહિ થાય, કોમ્બિંગ દરમિયાન હથિયાર પકડાયા તો માત્ર ગુન્હા નહિ, આગવી ઢબની સરભરા થશે,અને જોત જોતમાં ૨૬૩ વિવિધ હથિયારના ઢગલા થયા.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
