<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

ખાનગી શાળા-કોલેજના એનસીસી કેડેટ્‍સનો રાષ્‍ટ્રીય કેમ્‍પનો સો ટકા ખર્ચ હવે ગુજરાત સરકાર ઉઠાવશે

 

ગાંધીનગર, તા., ૧: ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વ હેઠળની ગુજરાત સરકારે ખાનગી શાળા અને કોલેજોમાં અભ્‍યાસ કરતા એનસીસી કેડેટ્‍સ માટે મહત્‍વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે ખાનગી શિક્ષણ સંસ્‍થાઓના એનસીસી કેડેટ્‍સને પણ રાષ્‍ટ્રીય કક્ષાના વિવિધ કેમ્‍પોમાં ભાગ લેવા માટે સરકારી સંસ્‍થાઓના કેડેટ્‍સ જેવી જ આર્થિક સહાય મળશે. અત્‍યાર સુધી સરકારી અને અનુદાનિત સંસ્‍થાઓના કેડેટ્‍સને કેમ્‍પ સંબંધિત ખર્ચની સહાય મળતી હતી, જ્‍યારે ખાનગી સંસ્‍થાના વિદ્યાર્થીઓએ ખર્ચ જાતે અથવા પોતાની સંસ્‍થા મારફતે ઉઠાવવો પડતો હતો. શિક્ષણ વિભાગે આ અંગે વિધિવત ઠરાવ કર્યો છે. પ્રજાસત્તાક દિવસ કેમ્‍પ, થલ સૈનિક કેમ્‍પ, વાયુ સૈનિક કેમ્‍પ, નૌ સૈનિક કેમ્‍પ, યુવા વિનિમય કાર્યક્રમ સહિતના રાષ્‍ટ્રીય કાર્યક્રમો માટે ભોજન, મુસાફરી, પ્રવાસ દરમિયાન રેશન અને અન્‍ય માન્‍ય કેમ્‍પ ખર્ચની સહાય મળશે. રાષ્‍ટ્રીય કક્ષાએ પહોંચવા કેડેટ્‍સે ચારથી પાંચ પસંદગી કેમ્‍પોમાં ભાગ લેવો પડતો હોવાથી થતો આર્થિક બોજ હવે ઘટશે. મંજૂર ખર્ચનો સો ટકા હિસ્‍સો રાજ્‍ય સરકાર ભોગવશે.

(2:26 PM IST)