<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

ખેડા જીલ્લાના ડભાણ પાસે નેશનલ હાઇવે 48 પર કેટલ ફીડની ફેક્ટરીમાં ભીષણ આગ : 4 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં

મોડી રાત્રે 3 વાગ્યે ગોડાઉનમાં ભભૂકી ઉઠી આગ : વેસ્ટેજ મટીરિયલ અને પશુ આહારના જથ્થાને લીધે વિકરાળ બની, નડિયાદ ફાયરની ટીમે 3 વોટર બ્રાઉઝરથી કાબૂ મેળવ્યો

ખેડા તા.૨૭ : ખેડા જિલ્લાના ડભાણ પાસે નેશનલ હાઇવે 48 પર આવેલી કેટલ ફીડની ફેક્ટરીમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી.

 

મળતી માહિતી મુજબ રાત્રે અંદાજે 3 વાગ્યાના સુમારે ફેક્ટરીના ગોડાઉનમાં આગ લાગી હતી. ફેક્ટરીમાં પશુ આહાર બનાવવા માટે વેસ્ટેજ મટીરિયલનો ઉપયોગ થતો હતો અને ગોડાઉનમાં મોટા પ્રમાણમાં જ્વલનશીલ મટીરિયલનો જથ્થો સંગ્રહાયેલો હોવાથી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. આકાશમાં ઊંચે સુધી ધુમાડાના ગોટેગોટા અને લપકારા જોવા મળતા હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોમાં પણ ભય ફેલાયો હતો.

 

ઘટનાની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી. 3 વોટર બ્રાઉઝર અને 1 ફાયર ફાઈટર વાહનથી ચારેય તરફથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો. લગભગ 4 કલાકની સતત ભારે જહેમત બાદ વહેલી સવારે આગ પર કાબૂ મેળવી શકાયો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

(3:27 PM IST)