<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

અમદાવાદ LCBની ટીમે કાદર ઉર્ફે ઘુવડ મિયાણાને વિશાલા પાસેથી ઝડપ્યો :339 ગ્રામ એમડી ડ્રગ્સ સહિત 15.61 લાખનો મુદ્દામાલ કબ્જે

પકડાયેલો શખ્સ મૂળ જામનગરનો વતની અને રાજસ્થાનથી એમડી ડ્રગ્સ લાવી દ્વારકામાં સપ્લાય કરતો.

અમદાવાદ LCBની ટીમે કાદર ઉર્ફે ઘુવડ મિયાણા નામના શખ્સની ધરપકડ કરી છે. પકડાયેલો શખ્સ મૂળ જામનગરનો વતની છે અને તે રાજસ્થાનથી એમડી ડ્રગ્સ લાવી દ્વારકામાં સપ્લાય કરતો. જેની માહિતી મળતા પોલીસે વિશાલા પાસેથી આરોપીની ધરપકડ કરી. પકડાયેલા શખ્સ પાસેથી 339 ગ્રામ એમડી ડ્રગ્સ, મોબાઈલ અને ગાડી સહિત કુલ 15.61 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.

ડ્રગ્સની ડિલેવરી કરનારા આરોપી કાદરની તપાસમાં સામે આવ્યું કે, ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના બાસવાડાથી ફૈઝલખાન નામના ડ્રગ્સ ડીલર પાસેથી લાવ્યો હતો અને તે જથ્થો દ્વારકાના ફકીરા ઉર્ફે છાપી નામના સપ્લાયરને આપવાનો હતો. જે બાદ ફકીરા ડ્રગ્સના જથ્થાનું છુટક વેચાણ અલગ-અલગ વિસ્તારમાં કરતી હોવાનુ સામે આવ્યું છે. જેથી તેની સાથે સંકળાયેલા તમામ આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરુ કરી.

(11:08 PM IST)