તા. ૨૫ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૩ મંગળવાર
ઇતિહાસમાં પહેલી વાર અમેરિકામાં ૨,૦૦,૦૦૦ વિદેશીઓના વિઝા રદ કરશે : ટ્રમ્પ સરકાર ૨,૦૦,૦૦૦ વિદેશી નાગરિકો માટે બિઝનેસ અને ટુરિસ્ટ વિઝા રદ કરવાની તૈયારી કરી રહી છે : પહેલી વાર આટલા બધા વિઝા એકસાથે રદ કરવામાં આવશેઃ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓ ફરવા આવે છે પછી આશ્રય માંગે છેઃ બી-૧ અને બી-૨ વીઝા રદ કરાશે10:14 AM IST
અમેરિકા-ચીન વચ્ચ્ચે ફરી ટ્રેડ વોરનાં એંધાણ : ટ્રમ્પને ‘શાંતિ' નથી! ‘ટેરિફ વોર' ચાલુ જ રાખવું છેઃ ચીન વિરૂધ્ધ નવો પ્લાનઃ સસ્તા સામાન પર ૭.૫% ટેક્ષ ઝીંકવા તૈયારી : આવતા મહિને ચીની રાષ્ટ્રપતિ અમેરિકા જવાના છે તે પૂર્વે ટ્રમ્પ ‘ડ્રેગનનું નાક' દબાવવાની તૈયારી કરી છેઃ ડ્રેગન ભડકે તેવી શક્યતા10:48 AM IST
સાયબર ફ્રોડની ઘટનામાં તોતિંગ ઉછાળોઃ દર કલાકે ૨૧ કેસ, OTP છેતરપિંડિ ટોપ પર : સાયબર અપરાધીઓ અવારનવાર સામાન્ય નાગરિકોને ડરાવી-ધમકાવીને ‘ડિજિટલ એરેસ્ટ' જેવા ડરનો માહોલ ઉભો કરી રહ્યા છે : ૧ જાન્યુઆરીથી ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધીના ડેટા મુજબ રાજ્યમાં સાયબર ફ્રોડના ૧,૦૬,૮૮૨ કેસ નોંધાયાઃ દરરોજ આશરે ૫૦૪ અથવા દર કલાકે લગભગ ૨૧ કેસ નોંધાઈ રહ્યા છે10:48 AM IST
શાળાઓમાં સ્કાર્ફ કે હિજાબ પહેરવાની મંજૂરી નથીઃ ધર્મનિરપેક્ષતા માટે ગણવેશ જરૂરી છે : અલાહાબાદ હાઈકોર્ટે શાળાઓમાં સ્કાર્ફ કે હિજાબ પહેરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો : શાળા ગણવેશ શિસ્ત, સમાનતા અને ધર્મનિરપેક્ષ વાતાવરણને પ્રોત્સાહન આપે છે : હાઈકોર્ટે શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધ મૂક્યોઃ સગીર વિદ્યાર્થીની અરજી ફગાવી દેવામાં આવી છે, સંસ્થાનું હિત સર્વોપરી છે10:49 AM IST
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો કાલથી ત્રણ દિવસ ગુજરાતમાં :અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત : અમદાવાદ આગમન બાદ તેઓ સૌરાષ્ટ્રના એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપશે: અમદાવાદમાં કાર્યક્રમમાં હાજર રહેશે:એક મહત્વપૂર્ણ સંકુલનું લોકાર્પણ, દીક્ષાંત સમારોહ અને જનતા દરબાર તેમના કાર્યક્રમમાં સામેલ 11:21 PM IST
વૃદ્ધ માતા-પિતાની અણદેખી કરનાર સંતાનો માટે યોગી સરકારનો ચાબુક: ઉત્તર પ્રદેશમાં માતા-પિતા હવે નરાધમ બાળકોને મિલકતમાંથી કરી શકશે બેદખલ : ઉત્તર પ્રદેશ માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના જાળવણી અને કલ્યાણ નિયમો-૨૦૧૪' માં સુધારો કરીને ડીએમ કચેરી અને પોલીસ તંત્રને આપવામાં આવી આકરા સત્તાધિકારો : ૩૦ દિવસમાં જમીન-મકાન ખાલી કરાવવાની કડક જોગવાઈ સાથે બુઝુર્ગો માટે હેલ્પલાઈન અને ફ્રી બસ મુસાફરીનો ઐતિહાસિક નિર્ણય10:47 PM IST
બોલિવૂડમાં શોકની લહેર: અજય દેવગનને સુપરસ્ટાર બનાવનાર પીઢ દિગ્દર્શક કુકુ કોહલીનું હૃદયરોગના હુમલાથી નિધન : અરુણા ઈરાની પર તૂટી પડ્યો દુઃખનો પહાડ : આઈકોનિક ફિલ્મ 'ફૂલ ઔર કાંટે' અને 'સુહાગ' જેવા સુપરહિટ સિનેમાના સર્જક કુકુ કોહલીએ ૭૭ વર્ષની વયે મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ : સવાર સુધી સંપૂર્ણ સ્વસ્થ રહેલા દિગ્દર્શકના અચાનક વિદાયથી સિનેજગતમાં ઘેરા શોકની કાલિમા છવાઈ10:46 PM IST
ઓપરેશન સિંદૂર પર પૂર્વ CDS અનિલ ચૌહાણનો સનસનાટીભર્યો ખુલાસો: 'અંતિમ પ્રહાર ભારતનો જ રહેશે' તે રણનીતિ સાથે પાકિસ્તાનને ઘૂંટણિયે પાડ્યું : પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ત્રણેય પાંખોના અભૂતપૂર્વ સમન્વયથી હાથ ધરાયેલા ૮૮ કલાકના ઓપરેશનમાં 'એસ્કેલેશન મેટ્રિક્સ' પર ભારતે મેળવ્યું હતું પૂર્ણ પ્રભુત્વ : પાકિસ્તાન પાસે શરણાગતિ સિવાય અન્ય કોઈ વિકલ્પ ન બચ્યો10:46 PM IST
ટ્રમ્પની ધમકી સામે કેનેડાની લાલ આંખ: $૨૦ બિલિયનના અમેરિકી સામાન પર ૫૦% સુધીના જડબાતોડ બદલાક્ષી ટેરિફની જાહેરાત : બે પરંપરાગત મિત્ર દેશો વચ્ચે ટ્રેડ વોર ચરમસીમાએ પહોંચ્યું; સ્ટીલ, ડેરીથી લઈને રોજિંદી વસ્તુઓ પર ટેરિફનો આકરો ફટકો મારતા વડાપ્રધાન માર્ક કાર્ને, ઓન્ટારિયો તળાવનું નામ બદલવાના ટ્રમ્પના નિવેદન વચ્ચે ૨૫ ઓગસ્ટે તણાવ વકર્યો10:44 PM IST
મહત્વના સમાચારો વાંચી જાવ ફટાફટ...10:28 PM IST
સરકારના કડક વલણથી ખાંડની કડવાશ દૂર: મિલ માલિકોની મનસ્વીતા પર બ્રેક વાગતાં ભાવમાં ₹૧૨નો મોટો કડાકો : દિલ્હીથી લઈને ગલી-મહોલ્લાના કરિયાણા સ્ટોર્સ સુધી રાહતના સમાચાર: આયાત ખુલ્લી મુકાતાં અને સંગ્રહખોરો સામે લાલ આંખ કરાતાં એક્સ-મિલ ભાવ ₹૬૭થી ઘટીને થઈને ₹૫૫ પર પહોંચ્યા : આગામી દિવસોમાં છૂટક બજારમાં ભાવ ઘટશે10:05 PM IST
સંજય રાઉતે કર્યા રાહુલ ગાંધીના વખાણ : 'રાહુલ ગાંધી રાજકારણમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહ કરતા માઈલો આગળ નીકળી ગયા' : દિલ્હીના ૧૦ જનપથ ખાતે રાહુલ ગાંધી સાથેની હાઈપ્રોફાઈલ મુલાકાત બાદ ગઠબંધનના ભવિષ્ય અને મહારાષ્ટ્રની નવી રાજકીય દિશા અંગે આપ્યા મોટા સંકેતો : વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહ પર સાધ્યું તીખું નિશાન10:04 PM IST
ખાદ્ય બ્રાન્ડ્સનો ખુલ્લો ખેલ: વિદેશમાં સ્વાસ્થ્યના કડક નિયમો, પણ ભારતમાં શા માટે પીરસાય છે ત્રણ ગણી વધુ ખાંડ અને પામ ઓઇલ? : બ્રિટન અને યુરોપમાં કડક 'ટ્રાફિક-લાઇટ' લેબલિંગનું પાલન કરતી મલ્ટીનેશનલ કંપનીઓની બેવડી નીતિ સામે જાગૃત ગ્રાહકો અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સનો બળવો : દબાણ હેઠળ FSSAI ના નિર્ણય સામે હવે સુપ્રીમ કોર્ટે પણ લીધું કડક વલણ10:04 PM IST
ખાનગી ક્લાસીસની મોટી-મોટી ફીમાંથી મુક્તિ: વડાપ્રધાન મોદીનો માસ્ટરપ્લાન, દેશભરમાં JEE, NEET અને UPSC માટે શરૂ થશે મફત ઓનલાઈન કોચિંગ નેટવર્ક : શાળાઓ, કોલેજો અને કોમન સર્વિસ સેન્ટર્સ (CSC) ને મફત કોચિંગ સાથે સાંકળવાની યોજના તૈયાર: 'સાથી' પોર્ટલનું વિસ્તરણ કરી દેશના લાખો વિદ્યાર્થીઓને ઘરબેઠા મળશે અદ્યતન ડિજિટલ શિક્ષણ.9:13 PM IST
મહારાષ્ટ્ર મહાયુતિમાં આંતરિક કલહ શમાવવા ફડણવીસની કડક એન્ટ્રી: નેતાઓને જાહેરમાં નિવેદનબાજી ન કરવાની ખુલ્લી ચેતવણી, ડિસ્પ્લેસમેન્ટ અને ફંડ વહેંચણી માટે ત્રણ સ્તરીય ફોર્મ્યુલા નક્કી : મુખ્યમંત્રી અને બંને નાયબ મુખ્યમંત્રીઓની હાજરીમાં યોજાયેલી સંકલન સમિતિની પ્રથમ બેઠકમાં મોટો નિર્ણય: સરકારી કોર્પોરેશનોની ફાળવણી માટે ૪૮:૨૯:૨૩ ની ફોર્મ્યુલા પર ઝડપી વિચારણા 9:07 PM IST
યુએનમાં ભારતનો પક્ષ મજબૂત, પરંતુ યુએન સમિતિની ટિપ્પણીથી ચર્ચા: લઘુમતીઓ અને આદિવાસી જૂથોના કથિત મુદ્દાઓ પર CERD નો રિપોર્ટ, ભારતે બંધારણીય સુગમતા અને વિવિધતાને રેખાંકિત કરી : જાતિગત ભેદભાવ નાબૂદી અંગેની યુએન સમિતિ (CERD) માં ૨૦૦૭ પછી પ્રથમ વખત ભારતની સમીક્ષા: સોલિસિટર જનરલ તુષાર મહેતાના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળે દેશના કાયદાકીય માળખા અને સમાનતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને કરી સ્પષ્ટ.8:58 PM IST
વિઝન ૨૦૪૭: AI અને ઊભરતાં ક્ષેત્રોના દમ પર ભારત ૫૫ ટ્રિલ્યન ડોલરનું અર્થતંત્ર બની શકે છે - પૂર્વ CEA ક્રિષ્ણામૂર્તિ સુબ્રમણ્યન : ‘ઈન્ડિયા ૨૦૪૭ લીડર્સ ટૉક’માં ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકારનો દાવો: ૮ ટકાનો રિયલ જીડીપી ગ્રોથ અને આઈટી-સંરક્ષણ-સ્પેસ સેક્ટરમાં યુવા શક્તિનો યોગ્ય ઉપયોગ ભારતને વિશ્વની મહાસત્તા બનાવશે.8:52 PM IST
હાઇટેક સિટી કે ‘વેનિસ’? ભારે વરસાદથી ગુરુગ્રામ જળમગ્ન, ૨ કલાક સુધી સ્કૂલ બસો ફસાઈ, રસ્તાઓ પર ટ્રાફિક જામ અને નેટીઝન્સના આકરા પ્રહાર : માત્ર ૩૫ મિનિટના ૭૦ mm વરસાદમાં મિલેનિયમ સિટીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધ્વસ્ત: IFFCO ચોક પર હાઈવેની સર્વિસ લેન બેસી જતાં મોટો ખાડો પડ્યો; WFH ની સલાહ આપવા મજબૂર બન્યું વહીવટીતંત્ર.8:44 PM IST
યુદ્ધના મેદાનમાં AI નો નવો ખેલ: યુક્રેને તેનો ‘એવેન્જર્સ’ બેટલફિલ્ડ AI ડેટાબેઝ બ્રિટન માટે ખોલ્યો, રશિયાએ કહ્યું- ‘આગમાં ઘી નાખવાનું કામ’ : કિવ મુલાકાત દરમિયાન બ્રિટિશ પ્રતિનિધિમંડળ સાથે ઐતિહાસિક કરાર: યુદ્ધના મેદાનમાંથી એકત્રિત થયેલા જંગી AI ડેટાનો ઉપયોગ કરીને બ્રિટન અને યુક્રેન બનાવશે નેક્સ્ટ-જનરેશન ડિફેન્સ સિસ્ટમ્સ.8:40 PM IST
ભારત-UAE દોસ્તી નવી ઊંચાઈએ પહોંચશે: સંયુક્ત આરબ અમીરાતના નવનિયુક્ત રાજદૂતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ઓળખપત્ર આપ્યા, સંબંધો વધુ મજબૂત કરવાનો સંકલ્પ : રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં UAE સહિત છ દેશોના રાજદૂતોએ રજૂ કર્યા ઓળખપત્રો: બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ગતિ આપવા રાજદૂત અલ નુઆઈમીની મજબૂત પ્રતિબદ્ધતા.8:39 PM IST
ભારતીય IT પ્રોફેશનલ્સ માટે મોટા આંચકારૂપ સમાચાર: યુએસ સરકારે H-1B વિઝાના નિયમો કડક કરવા કમર કસી, કેપ મુક્તિ અને થર્ડ-પાર્ટી દેખરેખ પર શાસન લાવવાની તૈયારી : વાર્ષિક અરજીઓ પર $103,265 (આશરે ₹૮૬ લાખથી વધુ) ની જંગી ફી લાદવાના પ્રસ્તાવ બાદ હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે નોકરીદાતાઓની ચકાસણી અને થર્ડ-પાર્ટી પ્લેસમેન્ટ મજબૂત કરવા હાથ ધર્યું નવું નિયમન.8:33 PM IST
રિયા આહિરની એન્ટ્રીથી ‘બિગ બોસ 20’માં મચશે ધમાલ? વિદ્યાર્થી વિરોધમાં એકલા હાથે પોલીસ વાન રોકનારી વાયરલ ગર્લ સલમાન ખાનના શોમાં જોવા મળશે, દર્શકોના હાથમાં નિર્ણય : સલમાન ખાને રિયા આહિર અને લવ ગિલ વચ્ચે ચાહકોને વોટિંગ કરવાનો આપ્યો મોકો: સોશિયલ મીડિયા પર રિયાને બિગ બોસના ઘરમાં મોકલવા માટે ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ.8:29 PM IST
ડ્રેગનની નવી ચાલથી ભારતીય વાયુસેના સતર્ક: શું ચીન રાફેલના ગુપ્ત કોડ અને રણનીતિ તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે? J-16 અને રાફેલ વચ્ચે રમાયો યુદ્ધાભ્યાસનો ખેલ : ઇજિપ્તમાં 'ઇગલ્સ ઓફ સિવિલાઇઝેશન 2026' કવાયત દરમિયાન ચીની અને ઇજિપ્તીયન ફાઇટર જેટ વચ્ચે ઐતિહાસિક હવાઈ લડાઇ: ભારતીય રાફેલનો સામનો કરવા ડ્રેગન તૈયાર કરી રહ્યો છે ખાસ પ્લાન.8:22 PM IST
ઘાટીમાં આતંક વિરૂદ્ધ સુરક્ષા દળોનું મોટું ઓપરેશન: કાશ્મીરમાં ૩ અલગ-અલગ દરોડામાં ૮ આતંકી મદદગારો ઝડપાયા; પિસ્તોલ, ગ્રેનેડ અને દારૂગોળો જપ્ત : શોપિયા અને પુલવામાના જંગલોમાં પોલીસ, સેના અને CRPFનું સંયુક્ત મેગા સર્ચ અભિયાન: મોટી આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલાં જ આતંકવાદી નેટવર્કને વિખેરી નાખતી સુરક્ષા એજન્સીઓ.8:21 PM IST
ગ્લોબલ ગોલ્ડ માર્કેટમાં મોટો ધડાકો: યુદ્ધના ખર્ચ અને આર્થિક તંગી વચ્ચે રશિયાએ વેચી દીધું ₹૮૦,૬૦૦ કરોડનું સોનું, ૬ વર્ષના તળિયે પહોંચ્યો ખજાનો : સેન્ટ્રલ બેન્કના રિપોર્ટથી સન્નાટો: પુતિન સરકારે પચાસ હજાર કિલોથી વધુ સોનાનો ભંડાર ખાલી કર્યો; આંતરરાષ્ટ્રીય સપ્લાય વધતાં સોનાના ભાવમાં કડાકાની શક્યતાથી ગ્રાહકોમાં ભારે કૌતુક.8:09 PM IST
'ઓપરેશન સિંદૂર' બાદ લટકી ગયેલા ઐતિહાસિક લગ્નોનો સુખદ અંત: સરહદના કડક નિયમો વચ્ચે ૧૫૦ પાકિસ્તાની દુલ્હનો ત્રીજા દેશના હવાઈ માર્ગે ભારત પહોંચી : પાકિસ્તાનના સિંધ પ્રાંતની યુવતીઓના રાયપુર, નાગપુર અને જોધપુરમાં નક્કી થયા હતા લગ્ન: 'શદાની દરબાર'ના આદેશ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ખાસ મંજૂરી બાદ વિઝા મળ્યા.7:59 PM IST
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે મોસ્કોના આકાશમાં અમેરિકી યુદ્ધ વિમાન દેખાતાં ખળભળાટ: US Air Forceનું C-17 ગ્લોબમાસ્ટર લેન્ડ થતાં રહસ્ય વધુ ઘેરું બન્યું : રીગાથી ઉડાન ભરીને અચાનક મોસ્કોના રનવે પર ઉતરેલા અમેરિકી વિમાન અંગે ક્રેમલિન અજાણ: એક તરફ કિવ પર રશિયાના ભયાનક મિસાઈલ હુમલા અને બીજી તરફ અમેરિકી વિમાનનું આગમન તણાવ વધારી ગયું.7:50 PM IST
એ જ બ્રાન્ડ, એ જ ડ્રિંક પણ નિયમો અલગ કેમ? ભારતમાં ગ્રાહકોના આરોગ્ય સાથે રમત રમતી વિદેશી કંપનીઓ; સુપ્રીમ કોર્ટ લાલઘૂમ : પેકેજ્ડ ફૂડમાં ઉચ્ચ ખાંડ અને કૃત્રિમ રંગો અંગે ભારતમાં બેવડા ધોરણો: FSSAI સાથેની બેઠકમાં ફૂડ બ્રાન્ડ્સનો વિરોધ, ૨૦૫૦ સુધીમાં સ્થૂળતા વધવાની આશંકા વચ્ચે કડક ચેતવણી લેબલિંગની માંગ.7:50 PM IST
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં સુપરફાસ્ટ મોડમાં: થાણે અને પાલઘરના ડુંગરાળ ભૂ-પ્રદેશમાં એન્જિનિયરિંગનો અજૂબો, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શેર કરી નવીનતમ ઝલક : શિલફાટાથી જરોલી ગામ સુધીના ૧૩૫.૪૫ કિમી લાંબા પડકારજનક રૂટ પર રોકેટ ગતિએ ચાલતું કામ: થાણે, વિરાર અને બોઈસરમાં આધુનિક સ્ટેશનો તૈયાર, પર્યાવરણના જતન સાથે પહાડો કોતરીને બની રહી છે ટનલો.7:41 PM IST
પુણેમાં આદિવાસી વિદ્યાર્થીઓનું હોસ્ટેલ આંદોલન વધુ ઉગ્ર: ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ, વિપક્ષી નેતાઓ મેદાનમાં : મંજુરી વિસ્તારમાં સરકારી બોયઝ હોસ્ટેલ બહાર ધરણાં યથાવત: ૩૦ વર્ષની વય મર્યાદાનો નિયમ પાછો ખેંચવા અને વિદ્યાર્થીનીઓની સુરક્ષા સહિતની પડતર માંગણીઓ અંગે સરકારી ઉદાસીનતા સામે ભારે રોષ.7:38 PM IST
ટ્રમ્પની દાદાગીરી સામે કેનેડા લાલઘૂમ: અમેરિકા સામે વળતા ટેરિફ ઝીંકવા વડાપ્રધાન માર્ક કાર્નેની મોટી જાહેરાત, 'આર્થિક યુદ્ધ'ના ભયાનક એંધાણ : અમેરિકી માંગણીઓ સામે કેનેડા ઝૂકશે નહીં: ઓટો અને સ્ટીલ ક્ષેત્ર પર ૫૦% ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પને કેનેડિયન કામદારો અને ઉદ્યોગોના રક્ષણ માટે લક્ષિત આકરા પ્રહારથી અપાશે જવાબ.7:32 PM IST
ઈરાન સાથે ગુપ્ત કનેક્શન પર અમેરિકાની મોટી કાર્યવાહી: ચીન અને હોંગકોંગની કંપનીઓ પર કડક પ્રતિબંધો, પરંતુ મોટી ચીની બેંકો સામે આકરાં પગલાં ટાળ્યા : ટ્રમ્પ વહીવટીતંત્રે 'ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ' હેઠળ ઈરાનની નાણાકીય ચેનલો તોડવા કમર કસી: હોંગકોંગના મધ્યસ્થીઓ અને ટેકનોલોજી સપ્લાયર્સ અમેરિકાના નિશાના પર.7:30 PM IST
જર્મન અને જાપાની ઇજનેરીનો અદ્ભુત સમન્વય: ઉત્તર જાપાનમાં ૧,૮૦૦ લોકોએ દોરડા વડે ૩૬૦ ટન વજન ધરાવતો સદીઓ જૂનો કિલ્લો ખેંચ્યો, હજારો નાગરિકો બન્યા ઐતિહાસિક ક્ષણના સાક્ષી : પ્રાચીન 'હિકિયા' ટેકનોલોજીથી ઐતિહાસિક હિરોસાકી કિલ્લાને તોડ્યા વિના મૂળ સ્થાન પર ખસેડવાની કામગીરી: વિશ્વભરમાંથી આવેલા પ્રવાસીઓ અને સ્થાનિકોએ એક થઈને લગાવ્યા 'સો-રે, સો-રે'ના નારા.7:28 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર બેરોન ટ્રમ્પને ઈરાનની ખુલ્લી ધમકી, $૧૦ મિલિયનની ઈનામી રકમની જાહેરાત: યુએસ સિક્રેટ સર્વિસ સતર્ક, તપાસ તેજ : ઈરાની સ્ટેટ ટીવી પર "બેરોન ટ્રમ્પને ક્યાં મારવો" શીર્ષક સાથેનો સનસનાટીભર્યો વિડીયો પ્રસારિત: ગેમિંગ પ્લેટફોર્મ Xbox અને ડિસ્કોર્ડ પર બેરોનની ગતિવિધિઓ પર નજર હોવાનો ઈરાનનો દાવો.7:26 PM IST
બેઇજિંગમાં ભારત-ચીન સંબંધો પર NSA અજિત ડોભાલનું મોટું નિવેદન: વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગે સંબંધોને આપી 'સ્પષ્ટ અને સકારાત્મક દિશા' : ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ સાથે અજિત ડોભાલની બેઠક: સરહદ વિવાદ અંગે ૨૫મા રાઉન્ડની બેઠકમાં શાંતિ અને સુલેહ-શાંતિ જાળવવા પર અપાયો વિશેષ ભાર.7:15 PM IST
પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાનું મોટું આતંકી કાવતરાનો પર્દાફાશ : ભારત વિરુદ્ધ ઘૂસણખોરી અને વિસ્તારવાદનો નાપાક પ્લાન લીક : ઓપરેશન સિંદૂરના ભારે વિનાશ બાદ જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરાવવા અને FATFની તપાસથી બચવા સિંધ પ્રાંતમાં નવા આતંકી મરકઝ ઊભા કરાયા; ISI અને પાક સરકારના આશીર્વાદથી ભંડોળ એકત્ર કરવાનું મોટું ષડયંત્ર7:07 PM IST
આત્મનિર્ભર ભારતની મોટી છલાંગ: રાજનાથ સિંહે ભારતીય ખાનગી કંપનીઓને મિસાઇલ ટેકનોલોજી આપવાની આપી મંજૂરી : યુદ્ધની સ્થિતિમાં દેશમાં મિસાઇલોનો પુરવઠો ક્યારેય નહીં ખોરવાય તે હેતુથી સંરક્ષણ મંત્રાલયે DRDO દ્વારા વિકસિત તમામ પરંપરાગત મિસાઇલ સિસ્ટમ્સ માટે યોગ્ય ભારતીય કંપનીઓને ટેકનોલોજી ટ્રાન્સફરનો માર્ગ મોકળો કર્યો7:03 PM IST
મુંબઈ એરપોર્ટનું થશે મોટું 'રીસેટ' : ૧ ઓક્ટોબરથી ૩૩ ટકા ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ નવી મુંબઈ શિફ્ટ થશે : ટર્મિનલ-૧ રીડેવલપમેન્ટ માટે બંધ કરાશે : ૧૫ જાન્યુઆરી ૨૦૨૭થી T1-B ના નોર્થ સેક્શન પર બુલડોઝર ચાલશે : ટ્રાફિકનું તબક્કાવાર પુનઃવિતરણ કરી ટર્મિનલ T1 નું સંચાલન ટર્મિનલ T2 પર ડાયવર્ટ કરવાની તૈયારીઓ શરૂ - ન્યૂઝફર્સ્ટ3:52 PM IST
મોંઘવારીમાંથી રાહત આપવા કેન્દ્ર સરકારનો મોટો દાવ: દિલ્હીવાસીઓ માટે ખુશીના આંસુ લાવશે ‘કાંદા એક્સપ્રેસ’, રૂ. ૩૫ ના રાહત દરે મળશે ડુંગળી : બજારમાં વધતી કિંમતોને રોકવા નાસિકના બફર સ્ટોકમાંથી ૮૦૦ ટન ડુંગળીની સ્પેશિયલ ટ્રેન રવાના: NAFED, NCCF અને સેન્ટ્રલ વેરહાઉસના સ્ટોર્સ પરથી થશે છૂટક વેચાણ.6:24 PM IST
બાંકે બિહારી મંદિરમાં દાનની અનિયમિતતા પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: સેવાયતોને સ્પષ્ટ ચીમકી અને પારદર્શક વ્યવસ્થાનો કડક આદેશ : ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચે ભક્તોની ભેટ-સોગાદો સીધી મંદિરની તિજોરીમાં જમા કરવાનો નિર્દેશ આપ્યો : દાનમાં ગેરરીતિ કરનારાઓ સામે ગંભીર પગલાં લેવાની સુપ્રીમ કોર્ટની કડક ચેતવણી7:07 PM IST
વડાપ્રધાન મોદીનો મોટો ડિપ્લોમેટિક પ્લાનઃ ડોભાલ ચીનમાં: જયશંકર રશિયામાં: સીતારમણ અમેરિકા - કેનેડા જશે : વડાપ્રધાન મોદીએ ભારતની વિદેશ નીતિ, વેપાર, રોકાણ અને ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે એકસાથે અનેક દેશો સાથે સંપર્ક વધાર્યો : ચીનથી રશિયા, જાપાનથી અમેરિકા અને કેનેડા સુધી ટોચના મંત્રીઓ તથા અધિકારીઓની ટીમને અલગ-અલગ મોરચે સક્રિય કરવામાં આવી9:49 AM IST
OBC ક્રીમી-લેયર માપદંડ પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય અને કેન્દ્રની સ્પષ્ટતા અરજી: ૯૫૮ સિવિલ સર્વન્ટ્સની સેવા ફાળવણી અટકવાની આશંકા વચ્ચે ખાસ બેન્ચ રચવા કોર્ટ સહમત : ૧૧ માર્ચના ચુકાદાને પૂર્વવર્તી રીતે અમલમાં મૂકવો 'અત્યંત મુશ્કેલ': ડીઓપીટીએ કોર્ટને જણાવ્યું કે આ નિર્ણયથી ૨૦૧૬ પછીની ૩.૭ લાખથી વધુ ઓબીસી ભરતીઓ અને વરિષ્ઠતાના માળખા પર થશે નાટ્યાત્મક અને ગંભીર અસર.7:23 PM IST
મથુરામાં જન્માષ્ટમીની ઉજવણી બનશે ઐતિહાસિક: આ વખતે ૫૦૦ ડ્રોનના ભવ્ય શોથી આકાશમાં જીવંત થશે કાનુડાની બાલલીલાઓ, ભક્તો માટે અનોખું આકર્ષણ : શ્રદ્ધા અને આધુનિક ટેકનોલોજીનો અદ્ભુત સંગમ: ૪ સપ્ટેમ્બરે રાત્રે ૫૦૦ ડ્રોન એકસાથે મથુરાના આકાશમાં ગગનચુંબી આકૃતિઓ રચશે, ૩ થી ૪ કિલોમીટર દૂરથી નિહાળી શકાશે આ મનોહર દ્રશ્ય.5:46 PM IST
ભારતીય કોર્પોરેટ જગતમાં ભારે ખળભળાટ: ઈરાન સાથેના વેપાર મુદ્દે અમેરિકાની મોટી કાર્યવાહી, 'ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ' હેઠળ ભારતની ૪ મોટી કંપનીઓ પર મૂક્યો પ્રતિબંધ : ઈરાનથી કરોડો ડોલરના પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોની ગેરકાયદેસર આયાત કરવાનો આરોપ: યુએસ વિદેશ વિભાગે કંપનીઓના ડિરેક્ટરો અને પાર્ટનરોના નામો પણ કર્યા જાહેર.5:33 PM IST
ભારત-ચીન સંબંધોમાં મોટો વળાંક: આગામી મહિને બ્રિક્સ સમિટ માટે ૪૦૦ અધિકારીઓના જંગી પ્રતિનિધિમંડળ સાથે દિલ્હી આવશે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ : સાત વર્ષ બાદ જિનપિંગનો પ્રથમ ભારત પ્રવાસ: ૨૦૧૯ની મુલાકાત કરતાં બમણા અધિકારીઓ સાથે આવશે ચીની ડેલિગેશન, સુરક્ષા અને હોટેલ બુકિંગ અંગે તૈયારીઓ પૂરજોશમાં.5:29 PM IST
ગ્લોબલ ઇમિગ્રેશન નીતિઓમાં મોટો ફેરફાર: 'સાચો' ઇમિગ્રન્ટ કોણ? યુએસ, કેનેડા અને યુકે જેવા દેશોએ બદલ્યા નિયમો, કડક વિઝા નીતિઓ વચ્ચે ગ્લોબલ ટેલેન્ટ માટે સ્પર્ધા વધી : માત્ર ડિગ્રી કે અભ્યાસ પૂરતો નથી: ઊંચો પગાર, સ્થાનિક ભાષા પર પ્રભુત્વ અને આર્થિક યોગદાન આપનારા કામદારોને જ હવે વિદેશમાં મળશે પ્રાથમિકતા.5:26 PM IST
બલૂચિસ્તાનનો મોટો ઐતિહાસિક નિર્ણય: પાકિસ્તાન અને બ્રિટિશ શાસન સાથે જોડાયેલા તમામ નામો અને પ્રતીકો હટાવાશે, રાષ્ટ્રીય ઓળખ પુનઃસ્થાપિત કરવા કવાયત શરૂ : જિન્ના રોડ, ફાતિમા જિન્ના રોડ અને ઇકબાલ રોડ જેવા નામો તબક્કાવાર બદલાશે: રસ્તાઓ, એરપોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓને હવે બલૂચ સંસ્કૃતિ અને શહીદોના નામ અપાશે.5:01 PM IST
દિલ્હીમાં ઇન્ફલ્યુએન્ઝાનો ભારે કોપ: H1N1 (સ્વાઇન ફ્લૂ) ના કેસ ૨,૩૦૦ ને વટાવી જતાં ધમાસાણ, મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ બોલાવી કટોકટી આરોગ્ય સમીક્ષા બેઠક : રાજધાનીમાં મોસમી ફ્લૂ અને વેક્ટર-જન્ય રોગોના વધતા કેસોથી હાહાકાર: તમામ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર, બેડ ન આપનાર હોસ્પિટલ સામે કડક કાર્યવાહીની ચેતવણી.4:51 PM IST
દિલ્હીથી મસૂરી જવા હવે દહેરાદૂનના ટ્રાફિક જામમાં ફસાવું નહીં પડે: NHAI બનાવી રહ્યું છે ₹૭૧૬ કરોડનો ગ્રીનફિલ્ડ બાયપાસ, પ્રવાસીઓ સીધા પહાડોની રાણી મસૂરી પહોંચશે : એપ્રિલ ૨૦૨૭ સુધીમાં તૈયાર થશે ૧૨ કિલોમીટર લાંબો ૪-લેન એક્સેસ-કંટ્રોલ્ડ હાઇવે: ૧૦૦ કિમી/કલાકની ઝડપે દોડશે વાહનો, મુસાફરીનો સમય ૩૦ થી ૪૦ મિનિટ ઘટશે.4:48 PM IST
સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો: EPFO અને ITR જેવા સંવેદનશીલ ડેટાની ખાનગી એક્સેસ પર ચિંતા વ્યક્ત કરી, કેન્દ્ર સરકારને સિક્યુરિટી વધુ મજબૂત કરવા આદેશ : ઓટીપી કે મંજૂરી વિના ખાનગી કંપનીઓ દ્વારા પર્સનલ રેકોર્ડ્સ મેળવવા સામે અદાલતે લાલ આંખ કરી: નાગરિકોની ખાનગી માહિતીના દુરુપયોગને રોકવા મજબૂત સુરક્ષા માળખું ઘડી કાઢવા કેન્દ્રને નિર્દેશ.4:43 PM IST
બિહારની રાજધાની પટનામાં BPSC પરીક્ષા વિવાદમાં ભારે ધમાસાણ: વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર અથડામણ, બેરિકેડ તોડી મુખ્યમંત્રી આવાસ અને રાજભવન તરફ ઘેરાવનો પ્રયાસ : ૭૦મી BPSC પરીક્ષા રદ કરવા અને ગેરરીતિઓના વિરોધમાં હજારો પરીક્ષાર્થીઓ રસ્તા પર ઉતર્યા: પોલીસે વૉટર કૅનનનો ઉપયોગ કરી સ્થિતિ કાબૂમાં લેવા મથામણ કરી, અનેકની અટકાયત. 4:17 PM IST
પીઓકે (PoK) માં પાકિસ્તાન સામે વિદ્રોહની જવાળા તીવ્ર: સંયુક્ત આવામી એક્શન કમિટીએ કર્યા નવા મોટા આંદોલનના એલાન, સેનાના દમન સામે રસ્તા પર ઉતરશે જનતા : મૂળભૂત અધિકારોનું હનન, નબળી સ્વાસ્થ્ય સેવાઓ અને આઝાદીના સમર્થકોના અપહરણ સામે આક્રોશ: ૨૬ ઓગસ્ટથી સમગ્ર પ્રદેશમાં વિરોધ પ્રદર્શનો અને ૩૦ ઓગસ્ટે લંડનમાં યોજાશે 'મિલિયન માર્ચ'.3:56 PM IST
ટ્રમ્પના ટેરિફ વોર સામે કેનેડાનો માસ્ટરપ્લાન: યુએસ સામે ફક્ત વેપાર યુદ્ધ જ નહીં, હવે અમેરિકાના એચ-૧બી (H-1B) વિઝા ધારકો અને કૌશલ્યવાન પ્રતિભાઓને છીનવી લેવા તૈયારી : ઓટાવાએ રજૂ કરી 'ટેલેન્ટ એટ્રેક્શન સ્ટ્રેટેજી': અમેરિકામાંથી બહાર ફેંકાતા આઈટી નિષ્ણાતો, વૈજ્ઞાનિકો અને હેલ્થકેર પ્રોફેસનલ્સ માટે કેનેડાના દરવાજા ખુલ્લા.4:05 PM IST
અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતીય નારીની આંતરરાષ્ટ્રીય સ્તરે ઐતિહાસિક સિદ્ધિ: પ્રોફેસર અન્નપૂર્ણી સુબ્રમણ્યમ બન્યા પ્રતિષ્ઠિત 'COSPAR વિક્રમ સારાભાઈ મેડલ' મેળવનારા પ્રથમ ભારતીય મહિલા : ઇટાલીના ફ્લોરેન્સમાં યોજાયેલી વર્લ્ડ સાયન્ટિફિક એસેમ્બલીમાં એવોર્ડથી સન્માનિત: ખગોળ ભૌતિકશાસ્ત્ર અને એસ્ટ્રોસેટ મિશનમાં અદ્ભુત યોગદાન બદલ ભારતનું નામ રોશન કર્યું.3:55 PM IST
ઓગસ્ટમાં ૨૨% વરસાદની ઘટઃ હવે ક્યારે મેઘરાજા કરશે ધમાકેદાર એન્ટ્રી ? : રાજ્યમાં કેમ વરસાદ પર લાગી છે બ્રેક? કયાં પરિબળોને કારણે વરસાદ પડતો નથી? હવે ક્યારે સારો વરસાદ પડવાની સંભાવના ? : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર એરિયા સક્રિય. આ સિસ્ટમની અસરને કારણે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા 9:50 AM IST
સુપ્રીમ કોર્ટનો મોટો આંચકો: તહલકાના પૂર્વ એડિટર તરુણ તેજપાલને ૨ અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ, જેલ જવું પડશે : ૨૦૧૩ ના ચર્ચિત જાતીય સતામણી કેસમાં બોમ્બે હાઈકોર્ટે સંભળાવી છે ૧૦ વર્ષની કેદ: શરણાગતિ મુક્તિની અરજી ફગાવીને સર્વોચ્ચ અદાલતે ૨૨ સપ્ટેમ્બર સુધીમાં સરન્ડર સર્ટિફિકેટ રજૂ કરવા આદેશ આપ્યો.3:52 PM IST
FSSAI ની કડક કાર્યવાહી બાદ ગ્રાહકોની સુરક્ષા માટે મોટો નિર્ણય: બોર્નવિટા અને એમવેએ '૧૦૦% શુદ્ધ' તેમજ ભ્રામક પોષણના દાવાઓ પાછા ખેંચ્યા : ખાદ્ય પદાર્થો પર ખોટા આરોગ્ય અને પોષણના દાવાઓ સામે નિયમનકારની લાલ આંખ: એમવેએ પેકેજિંગમાંથી '૧૦૦%' શબ્દ હટાવ્યો, સપ્ટેમ્બર-ઓક્ટોબર ૨૦૨૬ થી નવા પેકિંગ સાથે પ્રોડક્ટ્સ માર્કેટમાં આવશે.3:47 PM IST
અમેરિકાના દ્વાર વધુ કડક: ટ્રમ્પના નવા ઇમિગ્રેશન નિયમોથી હવે વિદેશમાં અભ્યાસ અને નોકરીનંત સપનું જોતા ભારતીયો માટે રસ્તો બનશે અત્યંત મુશ્કેલ : એચ-૧બી (H-1B) વિઝા પર લાખોનો વધારાનો બોજ, ઓનલાઇન એક્ટિવિટી પર તીક્ષ્ણ નજર અને કૌટુંબિક વીઝા માટે કડક તપાસ—જાણો દરેક વિઝા શ્રેણી પર પડેલી નવી મુશ્કેલીઓ.3:44 PM IST
દેશમાં 'વન નેશન, વન ઇલેક્શન' આ વિચાર માત્ર 'અવ્યવહારુ' જ નહીં, પરંતુ 'ગેરબંધારણીય'છે :પી ચિદમ્બરમે સખ્ત વાંધો ઉઠાવ્યો : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) સમક્ષ આ પ્રસ્તાવનો કડક વિરોધ કર્યો :તેમણે સમિતિ સમક્ષ હાજર થઈને આ વિચારને 'ખામીયુક્ત' અને 'તર્કહીન' પણ ગણાવ્યો 12:50 PM IST
સાતમ-આઠમ આવીઃ ફરવા જવાનું વિચાર્યુ કે નહી ? નિકળી પડો : જન્માષ્ટમી દરમ્યાન દેશ-વિદેશના ડેસ્ટીનેશન્સ સહેલાણીઓની રાહમાં : ઉંચો અમેરીકન ડોલર, ઉંચા ફલાઇટ રેઇટ, ફયુઅલની કિંમતમાં વધારો, યુધ્ધ, ભાવવધારો-મોંઘવારી સહિતના કારણોને લીધે ગત વર્ષની સરખામણીમાં ૩પ ટકા જેટલું ઓછુ બુકીંગ : પસંદગીની ટ્રેનોમાં લાંબુ વેઇટીંગ લીસ્ટ * અયોધ્યા, વારાણસી(કાશી), ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા, ઉદયપુર, શ્રીનાથદ્વારા, જોધપુર, જેસલમેર, કુંબલગઢ,નૈનિતાલ, જીમકોબેર્ટ, મસુરી, હરીદ્વારા, ઋષિકેશ, સ્ટેચ્યુ ઓફ યુનીટી, જુનાગઢ, સોમનાથ, દ્વારકા, વીરપુર, ખોડલધામ, સાસણ, ધારી, નાગેશ્વર, દિવ, દાર્જીર્લીંગ, પેલીંગ, ગંગટોક, કચ્છ-માંડવી, ભુજ, ગાંધીધામ, ઇગતપુરી, પંચમઢી, ભેડાઘાટ, કેરાલા, સિમલા, મનાલી, સ્પીટીવેલી, ટાબો, કાલ્પા, જીસ્પા, બેંગ્લોર, મૈસુર, કુર્ગ, ઉંટી, વાયનાડ સહિતના સ્થળોએ જવા લોકોમાં ઉત્સુકતા * લોનાવાલા, રાજકોટ સહિતના સ્થળોએ પ્રાઇવેટ વિલાની ભારે ડીમાન્ડ : ગૃપ સર્કલ -ફેમીલી સાથે જવાનો ક્રેઝ * ફોરન ટુરમાં વિયેટનામ, બાલી અને શ્રીલંકાના બુકીંગમાં ઉછાળોઃ આ વર્ષે દુબઇનો ચાર્મ ઓછો થયો * સિંગાપુર, મલેશીયા, ક્રુઝ, હોંગકોંગ, મકાઉ, સેન્ઝોન, જયોર્જીયા ફલાય કરવા પણ પ્રવાસીઓ આતુરઃ ફ્રાન્સના પેરીસમાં વિશાળ સ્વામીનારાયણ મંદીરનું ૬ સપ્ટેમ્બરે ઉદઘાટન હોય, ભકતોનો ધસારો * ટ્રાવેલ માર્કેટમાં વિવિધ રેઇટસના પેકેજીસ ઉપલબ્ધ : ઓનલાઇન બુકીંગ પણ પુરજોશમાં : ઓનલાઇન ફ્રોડથી પણ સાવધાની જરૂરી : તહેવારોમાં અણધાર્યા ભાવવધારાથી ફરવાના પ્લાનીંગ કેન્સલેશનમાં વધારો * અમદાવાદથી કોલંબો જવા માટે FITS એરની ડાયરેકટ ફલાઇટઃ લેન્ડીંગની પરમીશન ન હોય, અમદાવાદથી બાકુની ફલાઇટ કેન્સલ11:38 AM IST
કાશ્મીરની ધરતી પર લખાયેલી શૌર્યની અગ્નિગાથા : ‘કાશ્મીરનું અગ્નિસ્નાન' ફરી વાચકો સમક્ષ : વિજયગુપ્ત મૌર્યના ઐતિહાસિક ગ્રંથનું નગેન્દ્ર વિજય દ્વારા સંવર્ધિત સંપાદન : ૨૧ પ્રકરણ અને ૧૬૦ પાનામાં કાશ્મીરનો ઇતિહાસ, પાકિસ્તાની આક્રમણ, ભારતીય સેનાનું અપ્રતિમ શૌર્ય, દુર્લભ તસવીરો, નકશા અને શષાોના ચિત્રણ સાથે ૧૯૪૭-૪૮ના યુદ્ધની રોમાંચક દસ્તાવેજી સફર : શ્રીનગરથી પુંચ અને ઝોજિલા સુધી... ૧૯૪૭-૪૮ના યુદ્ધના અજાણ્યા પરાક્રમોનું જીવંત દસ્તાવેજ : જે યુદ્ધ વિશે ઓછું લખાયું, તેમાં વીરતાની ગાથાઓ અસંખ્ય : વિજયગુપ્ત મૌર્યનું ‘કાશ્મીરનું અગ્નિસ્નાન'11:28 AM IST
રામમંદિરના ચઢાવાની ચોરીમાં નવો વળાંકઃ એપ્રિલમાં પણ કર્મચારીને દૂર કરાયાનો ચંપત રાયની ડાયરીમાં ઉલ્લેખ : ચોથી જૂનની ઘટના પહેલાં પણ ગેરરીતિની શંકાઃ જૂના બનાવ અને ચઢાવાની ગણતરીની સમગ્ર વ્યવસ્થા તપાસના ઘેરામાં બે ગણતરી કર્મચારીઓનાં નિવેદનોમાં વિરોધાભાસ નોંધાયાનો દાવોઃ આઠ આરોપીઓની ન્યાયિક કકસ્ટડી પાંચમી સપ્ટેમ્બર સુધી લંબાવાઈ3:09 PM IST
રૂ.૨૩,૯૫,૬૩,૯૭,૨૭૧ (આશરે રૂ.૨૩.૯૫ બિલિયન)નું આંતરરાષ્ટ્રીય કૌભાંડ! : જયપુરમાં શેલ કંપનીઓ દ્વારા ગેરકાયદેસર રીતે ભંડોળ વિદેશમાં ટ્રાન્સફર કરવા અને વિદેશી હૂંડિયામણ ભંડાર ઘટાડવાના એક મોટા નેટવર્કનો પર્દાફાશ : બેલેન્સ શીટ તપાસ્યા વિના ૩,૧૬૮ પ્રમાણપત્રો સોંપવામાં આવ્યા, જયપુરના CA અભિષેક જૈન પર નકલી 15CB ફોર્મ દ્વારા રૂ૨૩.૯૫ બિલિયન વિદેશ મોકલવાનો આરોપઃ આવકવેરા વિભાગની FAIU ટીમની ફરિયાદના આધારે પત્રકાર કોલોની પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી10:50 AM IST
ભારતમાં દર ૧૦૦માંથી ૭ યુવતી લિવ-ઇન રિલેશનશિપમાં હોવાનો ખુલાસો : બદલાતી સામાજિક માનસિકતા! એકબાજુ ગામડા ‘યુવાનો'થી ખાલી થઈ રહ્યા છે, જ્યારે બીજી બાજુ શહેરોમાં એકલા યુવાનો કે યુવતીઓ પોતાની સમાન ઉંમરના લોકો કે અલગ અલગ વિચારસરણીવાળા લોકો સાથે લિવઈનમાં રહેવાનું કલ્ચર વકરી રહ્યું છે : ઇન્ટરનેટ અને આધુનિક વિચારસરણીના કારણે યુવાનોમાં ‘લિવ-ઇન રિલેશનશિપ' કલ્ચર વધ્યું: ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા અભ્યાસ10:23 AM IST
પાંચ મહિના સુધી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ન મળતાં આખરે નવીનક્કોર કાર પર ઘાસચારો લાદીને બળદ જોતર્યો : પંજાબના મોગામાં ૩૧.૩૦ લાખ રૂપિયાની નવી કારનું RC પાંચ મહિના સુધી ન મળતાં માલિકે અનોખો વિરોધ કર્યો : કારને ઘાસચારો લાદીને બળદ સાથે બાંધી અને રસ્તા પર ખેંચાવીને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો10:22 AM IST
વાયરલ રીલના ચક્કરમાં કાર બની 'કિસિંગ કાર': ૩૪૦૦ લિપસ્ટિક માર્ક્સ કરાવનાર યુવકને પોલીસે પાઠવ્યો મોટો પાઠ, પોલીસ સ્ટેશનમાં કપડાંથી બોનેટ સાફ કરવું પડ્યું : લાઈક્સ અને વ્યુઝની ઘેલછામાં સાડા ત્રણ કલાકની મહેનત પાણીમાં: પ૫ લાખ વ્યુઝ મેળવનાર ગ્વાલિયરના યુવકને ટ્રાફિક પોલીસે ફટકાર્યો ₹૫,૫૦૦ નો દંડ.3:47 PM IST
મહત્વના ઢગલા બંધ સમાચારો ઝડપભેર વાંચી જાવ10:05 AM IST
પશ્ચિમ બંગાળમાં મોટો રાજકીય સંગ્રામ: મમતા બેનર્જીએ સુવેન્દુ અધિકારી પર લગાવ્યો નજરકેદની ધમકીનો આરોપ : સુવેન્દુ અધિકારીએ પોતાના સત્તાવાર કાર્યાલયમાંથી ઘર બહાર ન નીકળવા દેવાની ચિમકી આપી હોવાનો ટીએમસી વડાનો દાવો : રાષ્ટ્રપતિ અને CJI ને પ્રશ્ન પૂછી દેશમાં ‘સરમુખત્યારશાહી’ વધી રહી હોવાની કરી આકરી ટીકા10:06 PM IST
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નિવૃત્તિના સંકેત આપતા વિધાનથી રાજકારણમાં ગરમાવો, કહ્યું ‘હવે હું વધુ કામ કરી શકું તેમ નથી, નવી પેઢીને તક મળવી જોઈએ’ : નાગપુરના પારડસિંગા ખાતે આયોજિત કાર્યક્રમમાં દૈનિક દિનચર્યા અને સ્વાસ્થ્યનો ઉલ્લેખ કરતાં મંત્રી ગડકરીનું નિવેદન : કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર અને ફેરબદલની અટકળો વચ્ચે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ અંગે ચર્ચાઓ શરૂ થઈ10:40 PM IST
અકિલા સોશ્યિલ મીડિયામાઉન્ટ આબુમાં ઊંઝાના એક પરિવારની સમયસૂચકતાએ વેઈટરને નવજીવન આપ્યું : હોટલમાં નાસ્તો આપવા આવેલા વેઈટરને અચાનક હાર્ટ એટેક આવતા તે જમીન પર ઢળી પડ્યો:સ્થિતિ ગંભીર બનતા વિષ્ણુભાઈ પટેલ અને તેમના પુત્ર જય પટેલે તાત્કાલિક CPR અને માઉથ-ટુ-માઉથ બ્રિધિંગ શરૂ કર્યું તેમની ઝડપી પ્રાથમિક સારવારથી વેઈટરના જીવ બચાવવામાં સફળતા મળી .11:29 PM IST
ડેડીયાપાડા ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદની બેઠક, સોનગઢ તાલુકા પ્રેસિડેન્ટ તરીકે ઉમેશભાઈ ડી. વસાવાની નિમણૂક : “સેન્ટ્રલ કમિટી પ્રેસિડેન્ટ સર્જન વસાવાએ સોનગઢમાં ફૂંક્યું સંગઠનનું રણશિંગું: ઉમેશભાઈ.ડી.વસાવાને તાલુકા પ્રેસિડેન્ટની જવાબદારી:સોનગઢમાં માનવ અધિકાર સુરક્ષા પરિષદની નવી ટીમ તૈયાર: ઉમેશભાઈ ડી. વસાવાને તાલુકા પ્રેસિડેન્ટની જવાબદારી9:26 PM IST
ગુજરાતમાં ઘાસચારો, સિંચાઈનું પાણી, ખાંડ અને વીજળીના મુદ્દે સરકારનો મોટો નિર્ણય : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત : સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાક બચાવવા નર્મદાનું પાણી છોડાશે : ૭ જિલ્લામાં ખેડૂતોને રોજના ૧૦ કલાક વીજળી આપવાનો પ્રારંભ : ૨ રૂપિયે કિલોના ભાવે ૧૬ લાખ કિલો ઘાસચારાનું વિતરણ કરાયું9:05 PM IST
બારડોલી તાલુકાના સાંકરી ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ: પ્રાકૃતિક કૃષિને વ્યાપક બનાવવા આપ્યું માર્ગદર્શન : ગાયથી શરૂ થતી પ્રાકૃતિક ખેતી ગૌભક્તિ, ગૌ-વંદનાનું ઉત્તમ માધ્યમ:ગુજરાતમાં ૯ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા: ઉત્પાદન ઘટવાનો ડર એ માત્ર અફવા:રાસાયણિક ખેતી એ અક્ષમ્ય ગુનો: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : પ્રાકૃતિક ખેતી અપનાવી ધરતી માતાને બંજર થતી બચાવો:પ્રાકૃતિક કૃષિમાં ભરોસો દ્રઢ કરવા અને પોતાના પરિવાર માટે જમીનના એકાદ ભાગમાં પ્રાકૃતિક કૃષિ શરૂ કરવા ખેડૂતોને અનુરોધ: સફળ પ્રાકૃતિક ખેતી કરીને અન્યોને પ્રેરણા પૂરી પાડનાર ખેડૂતોને સન્માનિત કરતા રાજ્યપાલ7:20 PM IST
' શ્રાવણ ઉત્સવ’: સૌરાષ્ટ્રના મેળાઓમાં ૧૯૫ સખી મંડળની બહેનોના ઉત્પાદનો માટે માર્કેટ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારનું આયોજન : વોકલ ફોર લોકલને પ્રોત્સાહન: રાજ્યના ૬ જિલ્લામાં સખી મંડળની બહેનોને સીધા વેચાણ માટે વિશેષ સ્ટોલની વ્યવસ્થા : સખીમંડળની બહેનોને પ્રોત્સાહન સ્વરૂપે નાણાકીય સહાયના ચેકનું વિતરણ કરાશે : રાજકોટ, ઘેલા સોમનાથ, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, નીલકંઠધામ પોઈચા સહિતના મેળાઓમાં ગ્રામીણ મહિલાઓને સ્વરોજગારીની તક:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ પહેલો દ્વારા મહિલા સશક્તિકરણને વેગ6:22 PM IST
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ૪૧મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી : નેત્રદાન અંગે જનજાગૃતિ કેળવવા આહવાહન : નેત્રદાન થકી દૃષ્ટિ મેળવનાર ૧૨ વર્ષીય ઉર્વી અને અંગદાતા સ્વ. ઝીલ વાઘેલાના પરિવારનું સન્માન કરાયું : ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તબીબો અને સ્ટાફને પ્રમાણપત્ર એનાયત કરાયા3:01 PM IST
નાના બાળકોના ડાયપરમાં MD ડ્રગ્સની હેરફરનો ઘટસ્ફોટ : સીપી વાંબાગ જમીર, ક્રાઇમ બ્રાન્ચ વડા કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં ઇન્ટરનેશનલ નેટવર્ક ધરાવતા ડીસીપી ભાવેશ રોજિયાની બાતમી આધારે સુરત રૂરલ SOG (એસપી રાજેશ ગઢીયાના ) સૌજન્યથી, એસીપી કિરણ મોદીના સંકલનમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ pi જે. જી. પટેલ ટીમનુ મેગા ઓપરેશન સફળ.... : એર ઇન્ડિયાના સિનિયર ટેક્રિશયનની પુત્રીએ માનસી મલેશિયામાં એરલાયન્સમાં ફરજ, સ્ટેજ શો આર્ટિસ્ટ, ક્લાસિક ડાન્સ કરતા કરતા md ડ્રગ્સના હેરફેરની દુનિયામાં કૂદી પડી....ભીતરની ચોંકાવનારી રસપ્રદ કથા... : ૧ કિલો md ડ્રગ્સ સાથે ૧ યુવતી અને એક શખ્સ સાથે કુલ બે ડ્રગ્સ પેડલરો સકંજામાં સપડાયા2:08 PM IST
રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની મોટાપાયે બદલીઓના હુકમો : ૨૫ ચીફ ઓફિસરોની નવી જગ્યાઓ પર નિમણૂક : જુઓ સંપૂર્ણ લિસ્ટ : ગાંધીનગર સચિવાલય ખાતેથી ૨૪ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ અધિસૂચના જાહેર : બદલી પામેલા તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવો હોદ્દો અને બદલીનું સ્થળ સંભાળી લેવા માટે આદેશ1:15 PM IST
ઓનલાઇન કેબ અને બાઇક ટેક્સી એપ્લિકેશનોના વિરોધમાં ગુજરાતભરના રિક્ષા ચાલકોએ 'રોજીરોટી આંદોલન' મારફતે વિરોધ પ્રદર્શનનું બ્યુગલ ફૂંક્યું : ઓલા, ઉબર, રેપિડો અને ભારત ટેક્સી જેવી કંપનીઓ દ્વારા સરકારી પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન કરીને રિક્ષા ચાલકોનું શોષણ કરાતું હોવાનો અને સફેદ નંબર પ્લેટ વાળા ટુ-વ્હીલર ગેરકાયદેસર રીતે દોડાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો11:46 PM IST
હાઈવે પર ફિલ્મી ઢબે દ્રશ્યો સર્જાયા: સુરતમાં ₹૩૦ લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે પૂર્વ એર હોસ્ટેસ અને ટીવી આર્ટિસ્ટ ઝડપાઈ, મોડસ ઓપરેન્ડી સાંભળી પોલીસ દંગ : મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર પલસાણા નજીકથી ૧ કિલો ડ્રગ્સ જપ્ત: પોલીસની બાજ નજર ટાળવા નાના બાળકોના ડાયપરમાં છુપાવ્યો હતો એમ.ડી. ડ્રગ્સનો મોટો જથ્થો.8:08 PM IST
આસામના સહકાર મંત્રી કૌશિક રાયની ગાંધીનગર ખાતે ગુજરાતના સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે બેઠક : ગુજરાતમાં કુલ ૧૭ ખાંડ કારખાના કાર્યરત, જેમાંથી ૧૨ સહકારી:રાજ્યમાં શેરડીની કુલ પિલાણ ક્ષમતા ૭૩,૮૦૦ ટન/દિવસ અને ઈથેનોલ ઉત્પાદન ક્ષમતા ૩૯૦ કિલો લીટર/દિવસ:૨૦૨૫-૨૬માં ૭૨.૦૬ લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણથી ૭.૬૬ લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન: શેરડીના ખેડૂતોને રૂ. ૩,૦૭૦ કરોડનું ચૂકવણું: રૂ. ૩,૫૫૦ના FRP સામે ગુજરાતની સહકારી મંડળીઓએ ખેડૂતોને રૂ. ૪,૫૦૦ પ્રતિ મેટ્રિક ટન જેટલા ઊંચા ભાવો ચૂકવ્યા6:20 PM IST
એક રાખી દેશ કે જવાનો કે નામ : ગુજરાતની આંગણવાડીની બહેનોએ સરહદના જવાનોની રક્ષા માટે ૪.૫૦ લાખથી વધુ રાખડીઓ મોકલી : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ડો. મનિષાબેન વકીલની વિશેષ ઉપસ્થિતિ : રાખડી કળશ સરહદી દળોના અધિકારીઓને સુપ્રત કરાયો : ભારતીય સેના-Air Force, Navy, BSF અને CRPF ના વરિષ્ઠ અધિકારીઓને રાખડીઓ સુપ્રત કરાઈ : ગુજરાતની બહેનોએ વીર જવાનોની રક્ષાનું કવચ રાખડીઓ દ્વારા પ્રદાન કરીને ભાઈ-બહેનના પ્રેમના તહેવારને રાષ્ટ્રભક્તિમય બનાવ્યો4:04 PM IST
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ૫૦૦ નવા અત્યાધુનિક '૧૧૨-જનરક્ષક' વાહનોનું ફ્લેગ ઓફ કરાવ્યું : સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક ૧,૦૦૦ વાહનો ઇમરજન્સી સેવા માટે તૈનાત : નવા વાહનો અને આધુનિક ટેક્નોલોજીથી રિસ્પોન્સ ટાઈમ ૮ મિનિટથી નીચે લાવવાનો લક્ષ્યાંક : ૧૧ માસમાં ૧૧.૦૪ લાખથી વધુ ઇમરજન્સી કોલમાં સંકલિત સેવાઓ પૂરી પાડવામાં આવી1:01 PM IST
નૈમિષ ભંડેરીનો સ્ત્રી મિત્રની સહેલીના ઘરે ૧૨મા માળેથી આપઘાત : પત્નિને છોડી મૈત્રીકરારથી આશાબેન સાથે રહેતાં નૈમિષભાઇ રાતે આશાબેનની બહેનપણી કાજલબેનના ઘરે ગયાઃ ત્યાં મોતની છલાંગ લગાવી : ગંગોત્રી પાર્ક રોડ પર પામ યુનિવર્સમાં બનાવઃ પાણીનો પ્લાન્ટ ચલાવતાં ૪૨ વર્ષિય નૈમિષભાઇ અઢી વર્ષથી આશા પાડલીયા સાથે મૈત્રી કરાર કરીને રહેતાં હતાં: તેના પત્નિ-માતા-પિતા-સંતાનો હરિ ધવા માર્ગ પર રહે છેઃ આર્થિક સંકડામણથી કંટાળીને આપઘાત કર્યાનું પ્રાથમિક તારણઃ ચોક્કસ કારણ જાણવા યુનિવર્સિટી પોલીસ દ્વારા તપાસ2:31 PM IST
કારખાનુ, પાણીના પ્લાન્ટ, ઘરમાં ધમધમતાં જૂગારધામોમાંથી ૨૦ પત્તાપ્રેમીઓ પકડાયા : હરસિધ્ધી પાર્ક, પરાપીપળીયા ગામ અને ન્યુ રાધેશ્યામમાં પોલીસના દરોડા : બી ડીવીઝન પોલીસ અને ગાંધીગ્રામ પોલીસનો દરોડો, રૈયા નાકા ટાવર પાસે સટ્ટો રમતાં બે વેપારી અને જંગલેશ્વરમાં વર્લી ફિચરનો જૂગાર રમતા ૪ને પીસીબી અને એલસીબીની ટીમે પકડી પાડયા3:40 PM IST
ભીલવાડા સ્થિત શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના જીર્ણોધ્ધારને ૧૦૦ વર્ષ પૂર્ણ : ગુરૂવારે શતાબ્દી પાટોત્સવ-સપ્તકુંડી મહાયજ્ઞ : ન ગીન કે દેતા હૈ, ન તોલ કે દેતા હૈ, કાશી વિશ્વનાથ જીસકો દેતા હૈ, દિલ ખોલ કે દેતા હૈ શ્રી કાશી વિશ્વનાથ ભીલ ધુન મંડળ દ્વારા ધ્વજારોહણ, મહાપ્રસાદ, સંતવાણી, મહાઆરતી સહિતના કાર્યક્રમો2:28 PM IST
લોકમેળામાં આ વખતે પ્રથમવાર સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમ સ્થપાશે : તમામ વિભાગોના સિનિયર અધીકારીઓ ૨૪ કલાક આ સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમના કો ઓર્ડિનેશનમાં રહેશેઃ કલેકટરની પત્રકાર પરીષદ : કુલ ૧૨ કરોડનો વીમોઃ ખાસ ડીઝાસ્ટર કોરિડોરઃ તા.ર પહેલા મેળામાં ફરજીયાત મોકડ્રીલ કરવા ડો.ઓમપ્રકાશના આદેશો : તા.૨ થી ૬ ભવ્યાતિભવ્ય લોકમેળો પાંચ દિ' સાંસ્કૃતિક કાર્યક્રમોઃ તૈયારીઓ અંતિમ તબક્કામાં: ૧૨ થી ૧૫ લાખ લોકો ઉમટવાની અપેક્ષાઃ કલેકટર દ્વારા ૧૦૦થી વધુ સ્ટાફના ઓર્ડરો3:04 PM IST
અસંભાઉઉઉ' : શ્વાન પ્રેમ ઉજાગર કરતી ગુજરાતી ફિલ્મ ૪ સપ્ટેમ્બરે થશે રીલીઝ : સર્જનાત્મકતા અને સંવેદનાનો સંગમ : ચારેક ગીતો ધૂમ મચાવે છે : માણસ અને અબોલ જીવ વચ્ચેના પ્રેમની પરિભાષા અનોખી રીતે વ્યકત : મુંબઇના ડોગ ટ્રેનરોની કાબીલેદાદ કમાલ જોવા મળશે : રોનક કામદાર, મિત્ર ગઢવી, તત્સત મુનશીએ ‘અકિલા' સમક્ષ વર્ણવી રસપ્રદ વિગતો3:34 PM IST
ભાભીને પાણીની મોટર બંધ કરવાનું ભાભીને કહેતાં ડખ્ખોઃ શૈલેષભાઇ પર મોટા ભાઇ, બે ભત્રીજા તલવારથી તૂટી પડયા : કાલાવડ રોડ રૂરલ હાઉસીંગ બોર્ડ ક્વાર્ટર પાછળ નિલકંઠ પાર્કમાં સગા ભાઇઓ વચ્ચે બબાલ : પહેલા ઢીકા પાટુ માર્યા પછી ભત્રીજાએ માતાજીના મઢમાંથી તલવાર લાવી ઘા કર્યાઃ માથે જતાં ખૂનની ધમકી પણ દીધીઃ યુનિવર્સિટી પોલીસે અરૂણભાઇ, સજ્જનબેન અને તેમના બે દિકરા અનિલ-મનિષ સામે ગુનો નોંધ્યો2:29 PM IST
રાજકોટ ગ્રામ્ય પોલીસે વ્યાજખોરો પાસેથી એક કરોડની મત્તા જપ્ત કરી ૯૦ લોકોને પરત અપાવી : સુલતાનપુર પોલીસમાં લલીત ટારીયાની ફરિયાદને આધારે સોહિલ મેમણ, ઇરફાન મેમણની અટકાયત કરી ૧.૨૦ લાખની મત્તા પરત અપાવાઇઃ બાદમાં તપાસમાં બીજા ૯૦ લોકો પણ આ વ્યજાખોરોની ચુંગાલમાં ફસાયાનું ખુલ્યું: એસપી વિજયસિંહ ગુર્જરની રાહબરીમાં કામગીરી : કુલ ૨૭.૪૮ લાખના દાગીન, ૪૯.૩૧ લાખ રોકડા અને ૨૯ લાખના દસ્તાવેજો, વાહનો, ૬ કોરા ચેક પરત અપાવાયા : ૨૦૨૬માં વ્યાજખોરીના ૬૨ કેસમાં ૧૨૫ની ધરપકડ કરવામાં આવી3:41 PM IST
કોલકત્તા, પંજાબ, મુંબઇ, અરૂણાચલ, એમપીની ૮ લલનાઓ રાખી ચલાવાતું કૂટણખાનુ ઝડપાયું : અગાઉ જ્યાં ગેરપ્રવૃતિ પકડાઇ હતી ત્યાં ફરી શરૂ થઇ ગયો'તો લોહીનો વેપલો : માલવીયા ચોકમાં એએચટીયુના પીઆઇ બી. બી. જાડેજા, પીએસઆઇ આર. કે. ગોહિલ અને ટીમનો દરોડોઃ રીસેપ્સનીસ્ટ કૃપાલીબેન, માલિક પ્રદિપ ચાવડા, સંચાલક મુકેશ વાઘેલા વિરૂધ્ધ કાર્યવાહી2:08 PM IST
સુરેન્દ્રનગર- રાજકોટની હદમાં પણ વર્ષોથી બનાવટી ઇંગ્લીશ દારૂ બને છે! : રાજસ્થાન- મધ્યપ્રદેશ અને દિવ-દમણથી ઠલવાતા ‘ઠેકા'ના દારૂમાં લોકલ બુટલેગરને મળતો ડબલ નફોઃ સોૈરાષ્ટ્રમાં બનતા ડુપ્લીકેટ દારૂમાં ઉત્પાદકને ૧૩ ગણો નફો! : રાજકોટના ભંગારના ડેલામાંથી રોયલ સ્ટેગ, બ્લેન્ડર, એન્ટીકવીટી, રોયલ ચેલેન્જ, ડાયરેકટર સ્પેશ્યિલની ખાલી બોટલો રૂા.૧૫ થી ૨૦માં અને ગ્લેનફીડીક, સીવાસરીગલ જેવી સ્કોચ અને સીંગલમોલ્ટ વ્હીસ્કીની ખાલી બોટલો સાફસફાઇ બાદ રૂા.૫૦-૫૫થી ૧૫૦ સુધીમાં ભંગારમાંથી ખરીદાય છે તે જ સૂચવે છે કે રાજકોટ અને આસપાસ પણ ડુપ્લીકેટ દારૂનું રીફલીંગ થાય છેઃતાજેતરમાં કુવાડવા રોડ પરથી ઝડપાયેલી દારૂની પેટીઓ સાથે ૨૦૦ પેટી જેટલો દારૂ તૈયાર થઇ શકે તેટલુ ૮ કેરબા સ્પીરીટ કહો કે આલ્કોહોલ મળી આવ્યુ હતુ! 2:23 PM IST
કચ્છના પ્રશ્નો અને જનતાના હક્કોની લડાઈ હવે ગાંધીનગર સુધી પહોંચશે : ભુજમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ગર્જના : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રવક્તા મનીષ દોશીના બે દિવસીય કચ્છ પ્રવાસે રાજકારણ ગરમાવ્યું : પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ અને વીજ લાઈન પ્રશ્ને ખેડૂતો સાથે યોજ્યો સંવાદ : ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા5:06 PM IST
જામનગરમાં જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ : હાઈવે પર હેલ્મેટ ડ્રાઈવ અને વિદ્યાર્થીઓમાં ટ્રાફિક જાગૃતિ માટે સઘન ઝુંબેશ ચલાવવા સૂચના : હાપા ઓવરબ્રીજ પાસે રમ્બલ સ્ટ્રીપ મુકવા અને કનસુમરા પાટિયા સાંઢિયા પુલ પર રોડ માર્કિંગ-સાઈનેજ લગાવવા નિર્દેશ : રાહવીર અને પીએમ રાહત યોજનાની પ્રગતિની સમીક્ષા કરાઈ, ગુજરાત રોડ સેફ્ટી એવોર્ડ 2025 માટે નોમિનેશન મોકલવા ચર્ચા4:05 PM IST
પોરબંદરના કાટવાણામાં મૃત્યુ થયેલ બાળકનો ચાંદિપુરાનો નેગેટીવ રિપોર્ટ : જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસનો એક પણ કેસ નોંધાયો નથીઃ અન્ય ૬ શંકાસ્પદ કેસમાં ચાંદીપુરાના તમામ રીપોર્ટ નેગેટીવ ચાંદીપુરા બાળકોમાં થતો ગંભીર રોગઃ મુખ્યત્વે રેતીની માખીથી ફેલાતો ચાંદીપુરા વાયરસઃ આ રોગથી બચવા ઘર અને વિસ્તારમાં ચુસ્ત સ્વચ્છતા રાખવી1:30 PM IST
કચ્છના પિંગલેશ્વર દરિયાકાંઠેથી શંકાસ્પદ અત્યાધુનિક ઉપકરણો મળ્યા સુરક્ષા એજન્સીઓ એલર્ટ : શીપ, બોટ ટ્રેકર અને ઓક્સિજન સિલિન્ડર મળ્યું, એજન્સીઓની તપાસનો ધમધમાટ : મરીન કમાન્ડો, તટરક્ષક દળ, જખૌ પોલીસ દ્વારા આજુબાજુના સમગ્ર દરિયાઈ બેટ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન તેજઃ ઉપકરણો કયા દેશના કે કઈ બોટના છે ? તેની વિગતો મેળવવા ટેકનિકલ તપાસ9:49 AM IST
સુરેન્દ્રનગરમાં ડુપ્લીકેટ દૂધ મુદ્દે માલધારીઓનો અનોખો વિરોધઃ દંડવત પ્રણામ કરીને રજીસ્ટર્ડ મંડળીની કચેરીએ પહોંચ્યા : ૧૦ દિવસમાં કાર્યવાહી નહીં થાય તો કલેક્ટર કચેરીએ પશુઓ સાથે ધામા નાખવાની ચીમકીઃ સૂરસાગર ડેરીમાં ડુપ્લીકેટ દૂધ ભરવાનો અને BMC માં ગેરરીતિનો ગંભીર આક્ષેપ, ૫૦૦ પશુ હોય ત્યાં લાખો લીટર દૂધ બતાવાતું હોવાનો દાવો1:31 PM IST
ઘૂનડા ગામે રોડના કામ માટે ડીમોલેશન : મંદિર, સહકારી મંડળીની દીવાલો, દુકાનો અને ગેટ તોડી નખાયા. : બાજુમાં વૈકલ્પિક જગ્યા હોવા છતાં ટાર્ગેટ કરીને મિલકતો તોડી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ વ્યક્ત કર્યો રોષ : અગાઉ નોટિસ આપ્યા બાદ જ કાર્યવાહી કરી હોવાનું માર્ગ અને મકાન વિભાગના અધિકારીનું નિવેદન.1:00 AM IST
લાલપુર પોલીસ સ્ટેશનના વડ પાચસરા ગામની મેઘરવો સીમ વીસ્તારમા જાહેરમા જુગાર રમતા છ શખ્સોને રૂ.-૫૧૯૬૦ના મુદામાલ સાથે પકડી લેતી લાલપુર પોલીસ : બાતમીના આધારે વડ પાચસરા ગામની મેઘરવો સીમ વિસ્તારમાં જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી-રમાડી પૈસાની હારજીત કરતા આરોપીને પકડી લીધા 10:54 PM IST
દલિત અગ્રણી રાજુ સોલંકીના પુત્ર સાથેના અપહરણ અને હુમલા કેસમાં મોટો ચુકાદો: ગણેશ ગોંડલ સહીત તમામ 11 આરોપીઓને નિર્દોષ જાહેર : સાક્ષીઓની ફેરવાયેલી જુબાની, પક્ષકારો વચ્ચે થયેલી સમજૂતી અને તમામ કાનૂની પાસાઓને ધ્યાને રાખીને સેશન્સ કોર્ટે ગણેશ જાડેજા સહિતના તમામ 11 આરોપીઓને તમામ આરોપોમાંથી દોષમુક્ત જાહેર કરવાનો આદેશ કર્યો 9:03 PM IST
જામનગર જિલ્લાના ખીજડિયા પક્ષી અભયારણ્ય ગુજરાતમાં બ્લેક-નેક્ડ સ્ટોર્કનાં પ્રજનન માટેનું મુખ્ય સ્થળ બન્યું : નવા સંશોધનનાં રસપ્રદ તારણો : જુઓ વિડિયો : ગીર ફાઉન્ડેશનનાં સંશોધકોએ ખીજડિયા પક્ષી અભયારણ્યમાં બ્લેક-નેક્ડ સ્ટોર્કનાં (કાળી ડોક ઢોંક) ચાર સક્રિય માળાઓનો અભ્યાસ : બી.પી. પતી (IFS), નિયામક, ગીર (GEER) ફાઉન્ડેશન : બ્લેક-નેક્ડ સ્ટોર્ક પક્ષી પોતાના બચ્ચાઓની ખૂબ કાળજી રાખે છે. 89 નિરીક્ષણોમાં જાણવા મળ્યું કે, માળાની મુલાકાત દરમિયાન પુખ્ત બ્લેડ-નેક્ડ-સ્ટોર્ક સરેરાશ 62 મિનિટ સુધી માળામાં હાજર રહ્યાં : આ અભ્યાસે બ્લેક-નેક્ડ ઢોંક પક્ષીનાં અદભૂત વર્તન અને પ્રજનન પરિસ્થિતિશાસ્ત્ર પર નવો પ્રકાશ પાડ્યો છે. આ તારણોને આધારે આપણે આ પક્ષીનાં સરંક્ષણ વિશે અસરકારક પગલાં લઇ શકીશુ : વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા1:49 PM IST
નયારા એનર્જીની શિક્ષણ ક્ષેત્રે મોટી પહેલ : જામનગર અને દેવભૂમિ દ્વારકાના 31 ગામોમાં 48 સ્માર્ટ આંગણવાડી કેન્દ્રોનું આધુનિકીકરણ : 3000 થી વધુ બાળકોને મળશે લાભ : તુષ્ટિ પ્રોજેક્ટ હેઠળ આંગણવાડીઓને બાળ-મૈત્રીપૂર્ણ અને રંગબેરંગી શૈક્ષણિક કેન્દ્રોમાં ફેરવાઈ, નયારા એનર્જીના કાર્યકારી અધ્યક્ષ પ્રસાદ પાનિકરના હસ્તે કજુરડા-વિજયનગર આંગણવાડીનું ઉદ્ઘાટન કરાયું3:55 PM IST
દારૂના દુષણ સામે કચ્છના વલ્લભપર ગામે દોરી ‘લક્ષ્મણ રેખા’: સર્વાનુમતે પાંચ નિયમો ઘડાયા; દારૂ પીનારને ૧૦૦૦ અને વેચનારને ૫૦૦૦ દંડ : બીજીવાર પકડાય તો પોલીસને સોંપવાનો નિર્ણય : ૧૫૦૦ ની વસ્તી ધરાવતા ગામમાં સમાજવાડી ખાતે બેઠકમાં આગેવાનો, વડીલો, બહેનો-દીકરીઓ અને યુવાનોની હાજરીમાં સર્વાનુમતે દારૂના દુષણને ગામમાંથી જાકારો આપવાનો સંકલ્પ 9:23 AM IST
ભાવનગરમાં ભેળસેળયુક્ત આલ્કોહોલની ગંભીર ઘટનાને પગલે નિમુબેન બાંભણીયાએ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી : સર ટી હોસ્પિટલની મુલાકાત લઈને અસરગ્રસ્તોને યોગ્ય સારવાર માટે કેન્દ્રીય રાજ્ય મંત્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા : જિલ્લા કલેક્ટર ડો. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, પોલીસ અઘીક્ષક નીતેશ પાંડેય, આગેવાન કુમારભાઈ શાહ, સર ટી હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ કેરવીબેન દેસાઈ, ચિન્મય શાહ સહિતના ઉપસ્થિત1:32 PM IST
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક : એક જ દિવસમાં 35 થી 40 હજાર કટ્ટાની આવક થતા યાર્ડ છલકાયું : ખેડૂતોને 500 થી 900 સુધીના ભાવ મળ્યા : જુઓ વિડિયો : સૌરાષ્ટ્રભરના ખેડૂતો ડુંગળી લઈને ગોંડલ પહોંચ્યા : યાર્ડ ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા અને કમિશન એજન્ટ એસો. પ્રમુખ યોગેશ ક્યાડાએ આપી માહિતી12:01 PM IST
દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમી સહિતના તહેવારોની ભીડને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી : ૯ મોટી હોટલ-ભોજનાલયોમાં સઘન ચકાસણી હાથ : ગંદકીમાં રાખેલો ૧૨૧ કિલો બગડેલો ખોરાકનો સ્થળ પર જ નાશ : સ્વચ્છતા અને ગુણવત્તાના નિયમોનું ઉલ્લંઘન કરતી ૨ હોટલોને સુધારણા માટે નોટિસ આપવાની ભલામણ કરાઈ : એક ભોજનાલય માલિકે જાતે જ પોતાનું ભોજનાલય બંધ કરી દીધું : યાત્રાળુઓને શુદ્ધ અને સાત્વિક ભોજન મળે તે માટે તંત્ર સતત કાર્યરત11:55 AM IST
બાંગ્લાદેશમાં અજીબોગરીબ અને ભયાનક ચોરીથી આખું વિશ્વ દંગઃ અબજો ડોલરના હેર માર્કેટમાંથી ૩૩૦ કિલો માનવ વાળની સરાજાહેર ચોરી : ચોરોએ ગોડાઉનનું સીલ તોડી આચરી મસમોટી લૂંટ: વિગ (Wig) અને હેર એક્સ્ટેન્શન બનાવતી ફેક્ટરીમાંથી રાતોરાત લાખો રૂપિયાના વાળ ગાયબ થતાં ભારે સસનાટીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં માનવ વાળનું 'બ્લેક ગોલ્ડ' તરીકે ખરીદ-વેચાણઃ ચીન, અમેરિકા અને યુરોપ સુધી લંબાતાં અબજો ડોલરના કારોબારના તાર5:49 PM IST
ઈટાલીમાં કુદરતનું ભયાનક રૌદ્ર સ્વરૂપઃ કલાકના ૧૨૦ કિલોમીટરની તીવ્ર ઝડપે પવન ફૂંકાતાં એરપોર્ટ પર ઉભેલા વિમાનો રમકડાંની જેમ હવામાં ઊડ્યા : ભૂમધ્ય સમુદ્રમાં ભયાનક વાવાઝોડું અને કાળઝાળ પવનનો તાંડવ: ૧૨૦ કિમીની સ્પીડે ફૂંકાયેલા ભયાનક પવને પળવારમાં જ એરપોર્ટ પર પાર્ક કરેલા નાના પ્લેનોને ઊંધા પાડી દીધાઃ રનવે પર ઉભેલા વિમાનો કાગળના પતંગની જેમ ફંગોળાયાઃ માત્ર ૨ કલાકમાં ૮,૦૦૦થી વધુ વખત આકાશમાંથી ભયાનક વીજળી ત્રાટકીઃ વાવાઝોડાના કાળજું કંપાવનારા દ્રશ્યો સોશિયલ મીડિયા પર ભયાનક વાયરલ5:50 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
વૈશ્વિક બજાર અને સમુદ્રી માર્ગો પર યુદ્ધના ભયાનક વાદળોઃ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની આકરી ધમકીઃ ઈરાનને માહિતી આપશો તો લાદી દેશું આકરા પ્રતિબંધો : મધ્ય પૂર્વમાં થરથરાટ અને મહાયુદ્ધના ભયાનક એંધાણ: 'ઈરાન સાથે ગુપ્ત માહિતી શેર કરનાર શિપિંગ કંપનીઓ કે જહાજો સામે લાલ આંખ' : વ્હાઈટ હાઉસનો સનસનાટીભર્યો દાવોઃ તેલના ટેન્કરો અને વેપારી જહાજોની મૂવમેન્ટ પર અમેરિકી નેવીની સખત બાજ નજરઃ પર્શિયન ગલ્ફમાં ટેન્શન ચરમસીમાએ પહોંચતાં વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો વિસ્ફોટ થવાની ભયાનક શક્યતા5:48 PM IST
ઈરાની ચલણ ‘રિયાલ’નું ભયાનક પતનઃ યુએસ ડોલર સામે ઈરાનનો રિયાલ ઓલ-ટાઈમ રેકોર્ડ નીચલા સ્તરેઃ ૧ ડોલરનો ભાવ ૨૦ લાખ રિયાલને પાર : આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને યુદ્ધના ઓછાયા વચ્ચે મસમોટો આર્થિક વિસ્ફોટ: ઈરાનમાં ફુગાવો બેકાબૂ બનતાં બજારમાં ભયાનક અફરાતફરીઃ ચલણના ધડાધડ મૂલ્ય ધોવાતાં નાગરિકોમાં હાહાકાર અને ફફડાટઃ ફુગાવાનો ભયાનક અગ્નિતાંડવઃ દેશની અર્થવ્યવસ્થા સાવ તળિયે બેસી જતાં બજારોમાં કટોકટી જેવી ગંભીર સ્થિતિ5:49 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
“આ દંભ અતિ બેશરમ છે”: ઓસ્ટ્રેલિયામાં બે જ દિવસમાં ટેસ્ટ મેચ ખતમ થતાં સુનિલ ગાવસ્કર લાલઘૂમ, પિચના બેવડા ધોરણો પર ઓસી મીડિયા અને ICCને ઉઘાડા પાડ્યા : મેકે ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે ઓસ્ટ્રેલિયાની બે દિવસીય જીત બાદ પિચ વિવાદ ઘેરો બન્યો: ગાવસ્કરે આકરા પ્રહારો કરી કહ્યું, "જો ભારતમાં મેચ ત્રણ દિવસ ચાલે તો રોકકળ મચાવનારા ઓસી હવે મૌન કેમ?"7:49 PM IST
‘લોર્ડ્સમાં ટેસ્ટ જીતવી એ મારું સપનું હતું’: હરમનપ્રીત કૌરે ઐતિહાસિક વિજય, એશિયા કપના દબાણ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની મહત્વાકાંક્ષા પર કર્યો મોટો ખુલાસો : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાન સામેની હાઈ-વોલ્ટેજ મેચ, ચાહકોની અપેક્ષાઓ અને ટીમની માનસિક તૈયારીઓ અંગે ખુલીને કરી વાત.6:58 PM IST
કોલંબો ટેસ્ટ વચ્ચે ભારતીય ચાહકો માટે ચિંતાજનક સમાચાર: ઋષભ પંત ઈજાગ્રસ્ત થતાં હાથમાં સ્લિંગ બાંધેલી હાલતમાં દેખાયો, ધ્રુવ જુરેલે સંભાળી વિકેટકીપિંગ : શ્રીલંકન ફાસ્ટ બોલરોના શોર્ટ બોલથી ઈજાગ્રસ્ત થયેલા પંતે પીડા છતાં ફટકારી હતી શાનદાર અડધી સદી: ફિલ્ડિંગ દરમિયાન ડગઆઉટમાં સ્લિંગ સાથે જોવા મળતાં ઈજાની ગંભીરતા વધવાની આશંકા.6:43 PM IST
દબાણ વચ્ચે ચમક્યા ફોર્મ્યુલા-ઈ સ્ટાર પાસ્કલ વેરલેન: સતત બીજી વાર ફોર્મ્યુલા-ઈ વર્લ્ડ ટાઇટલ જીતીને રેસિંગ જગતમાં હિસ્ટ્રી રચી; કહ્યું- 'જ્યારે દબાણ વધે છે ત્યારે અમે શ્રેષ્ઠ પ્રદર્શન કરીએ છીએ' : પોર્શે ડ્રાઇવરે રોમાંચક ફિનાલેમાં હરીફોને પછાડીને ટાઇટલ પોતાના નામે કર્યું: હાઈ-વોલ્ટેજ રેસિંગ ડ્રામા વચ્ચે સંયમ અને સ્પીડનો અનોખો સમન્વય બતાવ્યો.4:35 PM IST
પંજાબના ખેતરોથી શરૂ થઈને સોશિયલ મીડિયા રીલ્સ સુધી ધૂમ મચાવતું લોકગીત: જાણો 'બાજરે દા સિત્તા' પાછળ છુપાયેલી મીઠી પ્રેમકથા અને તેનો સાચો અર્થ : લગ્નના સંગીતથી લઈને ક્લબ પાર્ટીઓમાં ટ્રેન્ડ થતાં પંજાબી ગીતની રસપ્રદ કહાની: ખેતીની મહેનત, નારાજ પ્રેમી અને હથેળીમાં મસળાતા બાજરીના કણ વચ્ચેનો સુંદર સંબંધ.5:16 PM IST
‘પહેલા દેશ, પછી કેમેરા!’: સર્વોત્તમ નાગરિક સમ્માન 2026માં રાષ્ટ્રગાન વાગતાં જ ભૂમિ પેડણેકરે પોઝ આપવાનું છોડી આપ્યું સન્માન, વીડિયો વાયરલ : રેડ કાર્પેટ પર ફોટોગ્રાફર્સ માટે પોઝ આપી રહેલી અભિનેત્રી રાષ્ટ્રગાનનો અવાજ સાંભળતાં જ સાવધાનની મુદ્રામાં ઊભી રહી ગઈ: સોશિયલ મીડિયા પર ફેન્સે કરી દેશપ્રેમની ભારે સરાહના.6:05 PM IST
દિગ્ગજ ફિલ્મમેકર સંજય ગુપ્તાના અચાનક નિધનથી ઋત્વિક રોશનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કાબિલ ૨' પર છવાયા અનિશ્ચિતતાના ઘેરા વાદળો: પ્રોજેક્ટને લઈને સર્જાયું મોટું સસ્પેન્સ : સ્ક્રીપ્ટનું કામ પૂર્ણ થઈ ચૂક્યું હતું છતાં શૂટિંગની તારીખો અને કાસ્ટિંગ અંગે કોઈ અંતિમ નિર્ણય ન લેવાતા ફિલ્મનું ભવિષ્ય હવે રોશન પરિવારના હાથમાં; શું નવેસરથી આગળ વધશે આ સિક્વલ?10:55 PM IST
રાજકોટના યુવા એડવોકેટ યશ ડોડીયાનો આજે જન્મદિવસ10:50 AM IST
















































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી

































































































































































































