<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

વડોદરા જિલ્લા પંચાયત માટે 71.16 ટકા અને તાલુકા પંચાયતની બેઠકો માટે 72.34 ટકા જેટલું ઊંચું મતદાન

શહેરી મતદારોમાં મધ્યમ ઉત્સાહ રહ્યો જયારે ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોનો ભારે ધસારો જોવા મળ્યો

વડોદરામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં 52.16 ટકા મતદાન નોંધાયું છે, જે દર્શાવે છે કે શહેરી મતદારોમાં મધ્યમ ઉત્સાહ રહ્યો હતો. તેની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જિલ્લા પંચાયત માટે 71.16 ટકા અને તાલુકા પંચાયતની બેઠકો માટે 72.34 ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું છે, જે ગ્રામીણ સ્તરે લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને ઉત્સાહનો પરિચય આપે છે.

 

(9:04 PM IST)