News of Thursday, 26th November 2026
બારડોલી નહેર હત્યાકાંડ મામલે ઝડપાયેલા મુખ્ય આરોપી દયાનંદ ઉર્ફે ખંડીયાના ૮ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર
અન્ય ફરાર આરોપીઓની ઓળખ કરવા અને લાપતા બાળકોની ભાળ મેળવવા પોલીસ તેની પૂછપરછ કરી રહી છે

સુરત જિલ્લાના બારડોલી નહેર હત્યાકાંડ મામલે ઝડપાયેલા મુખ્ય આરોપી દયાનંદ ઉર્ફે ખંડીયાના ૮ દિવસના પોલીસ રિમાન્ડ બારડોલી કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે
૨૫ નવેમ્બર ૨૦૨૬ના રોજ બારડોલી કોર્ટે IANSના અહેવાલ મુજબ આરોપી દયાનંદ ઉર્ફે ખંડીયાને ૮ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યો છે. અન્ય ફરાર આરોપીઓની ઓળખ કરવા અને લાપતા બાળકોની ભાળ મેળવવા પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
અહેવાલ અનુસાર, મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એરંડોલ વિસ્તારનો શ્રમજીવી પરિવાર ૨૧ નવેમ્બરે મજૂરીકામ માટે સુરત આવી રહ્યો હતો ત્યારે બારડોલીના ઉવા ગામ નજીક ચાર શખ્સોએ તેમની કાર આંતરી હતી. આરોપીઓએ પરિવારના ૬ સભ્યોને ઉકાઈ-કાકરાપાર ડાબા કાંઠાની નહેરમાં ફેંકી દીધા હતા
આ ઘટનામાં નીતિન ઉર્ફે ભુરિયા પાટીલ, તેમની પત્ની કવિતા (સવિતા) પાટીલ અને ૯ વર્ષની બાળકી સહિત ત્રણ લોકોના મૃતદેહ મહુવા નજીકની નહેરમાંથી મળી આવ્યા છે. પરિવારનો ૧૩ વર્ષીય કિશોર કરણ પાઇપના સહારે તરીને બહાર નીકળી જતાં તેનો જીવ બચ્યો હતો અને તેણે પોલીસને સમગ્ર ઘટના જણાવી હતી
(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
