News of Thursday, 8th October 2026
દિવાળીને મહિનો બાકી ૮૦ ટકા ટ્રેનો ફુલ
વેકેશન શરૂ થાય તે પહેલાં જ રેલવેમાં આરક્ષણની કટોકટી : લાંબા અંતરની મોટાભાગની ટ્રેનોમાં આરક્ષણ બંધ, રેલવેના આયોજનના અભાવે વતન જવા ઈચ્છુકો વૈકલ્પિક વ્યવસ્થાની શોધમાં નિકળી પડયા

અમદાવાદ,તા.૮: દિવળીને હવે માત્ર એક જ મહિનો બાકી છે ત્યારે અમદાવાદ સહિત ગુજરાતમાંથી ઉપડતી અનેક લાંબા અંતરની ટ્રેનોમાં અત્યારથી જ આરક્ષણની સ્થિતિ ગંભીર બની છે. અનેક ટ્રેનોમાં વેઈટિગ બાદ રિગ્રેટ જોવા મળી રહ્યું છે. જેના કારણે કન્ફર્મ ટિકિટ મેળવવી પણ મુશ્કેલ બની છે. બીજી તરફ દિવાળીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે તેમ છતાં રેલવે તંત્ર દ્વારા દિવાળી સમયે ભીડને પહોંચી વળવા આગોતરું આયોજન નહીવત પ્રકારે મંદ ગતિએ ચાલતું હોવાથી મુસાફરોને હવે વતન જવા માટે ' વૈકલ્પિક વ્યવસ્થાની ગોઠવણ કરવા લાગી ગયાં છે.
દિવાળી દરમિયાન દર વર્ષે રેલવેમાં મુસાફરોનો ધસારો વધે છે તે કોઈ નવી વાત નથી. તેમ છતાં આ વખતે દિવાળીને એક મહિનો જ બાકી હોવા છતાં અનેક ટ્રેનોમાં આરક્ષણની બેઠકો ભરાઈ ગઈ છે. અને અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરમાંથી મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન દિલ્લી, પヘમિ બંગાળ સહિતના વિવિધ રાજ્યોમાં જતી મોટાભાગની ૮૦ ટકા ટ્રેનો રિગ્રેટ સ્થિતિમાં હોવાનું જોવા મળતા મુસાફરોને ટિકિટ બુક કરવાની તક પણ બંધ થઈ ગઈ છે. આ સ્થિતિ વચ્ચે રેલવે દ્વારા વધારાની વિશેષ ટ્રેનો, વધારાના કોચ અથવા કોઈ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા અંગે હજુ સુધી સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી. આ બાબતે સ્થાનિક રેલવે અધિકારી સાથે વાતચિત કરતાં ‘‘હજુ સુધી પヘમિ રેલવેના હેડ ક્વાટરમાંથી કોઈ સૂચના જારી કરવામાં આવી નથી. કોઈ સુચના કે નિર્ણય લેવામાં આવે ત્યાર બાદ આગળ કહીં શકાય તેવો જવાબ મળતાં આગોતરા આયોજન અંગે શંકા સેવાઈ રહી છે. દર વર્ષે દિવાળી માટે મુસાફરીની સંખ્યા વધવાની રેલવેને અગાઉથી જ જાણ હોય છે. તેમ છતાં છેલ્લી ઘડીએ નિર્ણયની રાહ જોવાતી હોય તો મુસાફરોને કન્ફર્મ ટિકિટ કેવી રીતે મળશે તે મોટો સવાલ ઉભો થયો છે. હવે રેલવે આગોતરું આયોજન કરી વિશેષ ટ્રેનો અને વધારાની કોચની જાહેરાત ક્યારે કરે છે તેના પર મુસાફરોની નજર રહેશે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
