<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

આણંદના સોજીત્રા તાલુકાના પીપળાવ ગામની હાઈસ્કૂલમાં અચાનક 10 ફૂટ લાંબો મહાકાય મગર ધસી આવ્યો

રેસ્ક્યુ ટીમ દ્વારા મગરને કોઈ પણ જાતની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે પકડી પાડીને તેના કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો

આણંદના સોજીત્રા તાલુકાના પીપળાવ ગામની હાઈસ્કૂલમાં 10  ફૂટ લાંબો મહાકાય મગર અચાનક ધસી આવ્યો. મગરને જોતાં જ સ્થાનિક લોકો અને શાળામાં ડરનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તુરંત જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના કર્મચારીઓ પીપળાવ હાઈસ્કૂલ ખાતે પહોંચી શાળાની અંદર ઘૂસી ગયેલા આશરે 10 ફૂટના વિરાટ મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ટીમ દ્વારા મગરને કોઈ પણ જાતની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે પકડી પાડીને તેના કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો છે.

(8:15 PM IST)