<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

૩ મહિનાની બાળકીથી લઈને ૮૫ વર્ષનાં દાદીનાં કંકુપગલાંથી બન્‍યું માતાજીનું બેનર

સોસાયટીના ગરબાના ખેલૈયાઓએ મા અંબાની ભક્‍તિની સાથે સોસાયટીની નારીશક્‍તિને બિરદાવવા માટે કુમકુમ પગલાંનો વિશેષ કાર્યક્રમ યોજ્‍યો : ૧૪૪ પરિવારોએ ભેગા મળીને ૧૫ બાય ૧૫ ફુટના સફેદ કાપડ પર દરેક પરિવારના સ્‍ત્રી-સભ્‍યોનાં કંકુવાળાં પગલાંની છાપ લીધી હતી

અમદાવાદ,તા.૨૧: અમદાવાદની એક સોસાયટીમાં નારીવંદનાનો અનોખો પ્રયોગ થયો. નારીશક્‍તિના આદર માટે અમદાવાદની કૃપાલ બચપન નામની સોસાયટીના રહેવાસીઓએ આ નવરાત્રિમાં એક યાદગાર પહેલ કરી હતી. સોસાયટીના ગરબાના ખેલૈયાઓએ મા અંબાની ભક્‍તિની સાથે સોસાયટીની નારીશક્‍તિને બિરદાવવા માટે કુમકુમ પગલાંનો વિશેષ કાર્યક્રમ યોજ્‍યો હતો. ૧૪૪ પરિવારોએ ભેગા મળીને ૧૫ બાય ૧૫ ફુટના સફેદ કાપડ પર દરેક પરિવારના ષી-સભ્‍યોનાં કંકુવાળાં પગલાંની છાપ લીધી હતી. આ અનોખા પોસ્‍ટરમાં ૩ મહિનાની બાળકીથી લઈને ૮૫ વર્ષનાં દાદીનાં પગલાં લેવાયાં હતાં. કંકુને ભારતીય સંસ્‍કૃતિમાં શુભ અને લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે એટલે નારીનાં કંકુનાં પગલાંથી આખું પોસ્‍ટર સજાવવા માટે સોસાયટીના બધા જ સભ્‍યોએ મહેનત કરી હતી. પહેલાં બધી જ બહેનોનાં કંકુપગલાંની છાપ સફેદ કાપડની કિનારીએ લેવામાં આવી અને પછી વચ્‍ચેના ભાગમાં મહિલાઓએ જ કંકુનો સાથિયો અને માતાજીની બિદી અને નેત્રવાળી આકૃતિનું પ્રતીક બનાવ્‍યું હતું.

(2:54 PM IST)