News of Friday, 1st May 2026
રાજપીપળા કાછીયાવાડ હોડી ચકલા પાસે કેરમ રમતા બે શખ્સો વચ્ચે બોલાચાલીમાં મારી નાખવાનો ધમકી
ઇજા કરી જાનથી મારી નાંખવાની ધાક-ધમકીઓ આપી ગુનો કરતા રાજપીપળા પોલીસે પાર્થભાઇ મહેશભાઈ કાછીયા વિરુદ્ધ ગુનો દાખલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : રાજપીપળાના કાછિયાવાડ વિસ્તારમાં નજીવી બાબતે બે શખ્સો વચ્ચે બોલાચાલી થતા મારી નાખવાની ધમકી આપતા ગુનો દાખલ થયો છે.
મેહુલચંદ્ર નગીનભાઇ કાછીયા પટેલ (રહે.ચરણનિવાસ અંબીકાનિકેતન રોડ કાછીયાવાડ રાજપીપલા )નાઓએ આપેલ ફરિયાદ મુજબ તેઓ તેમના મહોલ્લામા કેરમ રમવા માટે ગયેલ તે વખતે પાર્થભાઇ મહેશભાઈ કાછીયા (રહે.કાછિયાવાડ રાજપીપલા) એ કહેલ કે, મને અહી રમતા નથી ફાવતુ ત્યારે મેહુલચંદ્રએ પાર્થભાઈને જણાવેલ કે હમણા જ તો હેનીલભાઇ લાલાભાઇ કાછીયા રમીને ઉભા થયા તેમ કહેતા આ તે એકદમ ઉશ્કેરાઇ જઈ ફરીયાદીને મા બહેન સમાણી ગાળો બોલી ગડદા-પાટુનો માર મારી તેમજ છાતીના ભાગે લાત મારી ફરિયાદીને નીચે પાડી દઈ ઇંટથી ફરિયાદીના માથાના ભાગે ડાબી બાજુ મારી ઇજા કરી જાનથી મારી નાંખવાની ધાક-ધમકીઓ આપી ગુનો કરતા રાજપીપળા પોલીસે પાર્થભાઇ મહેશભાઈ કાછીયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
