<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

સુરતના અમરોલીમાં વેદાંત સર્કલ પાસે હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું કન્ટેનર પલટી જતાં અફરાતફરીનો માહોલ

પનોલીથી અદાણી પોર્ટ તરફ જઈ રહેલું એસિડ ભરેલું કન્ટેનર રસ્તા પર ટુ-વ્હીલર અચાનક સામે આવી જતાં ચાલકે બ્રેક મારતાં પલટી ગયું

સુરતના અમરોલી વિસ્તારમાં વેદાંત સર્કલ પાસે હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું કન્ટેનર પલટી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પનોલીથી અદાણી પોર્ટ તરફ જઈ રહેલું એસિડ ભરેલું કન્ટેનર રસ્તા પર ટુ-વ્હીલર અચાનક સામે આવી જતાં ચાલકે બ્રેક મારતાં પલટી ગયું હતું. કન્ટેનર પલટી જતાં તેમાં ભરેલું જોખમી હાઇડ્રોક્લોરિક એસિડ રસ્તા પર લીક થવા લાગ્યું હતું. રોડ પર એસિડ ફેલાતાં વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. 

ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો. એસિડ લીકેજના કારણે લગભગ એકથી બે કલાક સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, રસ્તા પર ફેલાયેલા એસિડ પર માટી નાખીને જોખમને નિયંત્રણમાં લેવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

(10:31 PM IST)