<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

મહેસાણાના ખરોડ ગામના ખેડૂત સાથે કેનેડાના વિઝા નામે લાખોની છેતરપિંડી :ચંદ્રાલા ગામના ઋત્વિક પટેલ સામે ગુનો નોંધાયો

આરોપીએ વિઝા આપવાના બહાને 20 લાખ રૂપિયા પડાવ્યા. પુત્ર અને પુત્રવધૂને વિદેશ મોકલવાના બહાને ઠગાઈ કરી. આરોપીએ 6 લાખ પરત આપી 14 લાખ પચાવી પાડ્યા

મહેસાણાના ખરોડ ગામના ખેડૂત સાથે કેનેડાના વિઝા નામે છેતરપિંડી આચરવામાં આવી છે. વિજાપુરના ખરોડ ગામે કેનેડા વિઝાનું કૌભાંડ આચરવામાં આવ્યું. આરોપીએ વિઝા આપવાના બહાને 20 લાખ રૂપિયા પડાવ્યા. પુત્ર અને પુત્રવધૂને વિદેશ મોકલવાના બહાને ઠગાઈ કરી હતી  આરોપીએ 6 લાખ પરત આપી 14 લાખ પચાવી પાડ્યા હતા . ગાંધીનગરના ચંદ્રાલા ગામના ઋત્વિક પટેલ સામે ગુનો નોંધાયો છે  લાડોલ પોલીસે છેતરપિંડી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે 

(5:16 PM IST)