News of Tuesday, 12th May 2026
સુરતના ડીંડોલી વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડીંગમાં કામ કરતી મહિલા શ્રમિકનું દસમા માળેથી નીચે પટકાતા મોત
પ્રયોશા જ્વેલ નામની બિલ્ડીંગમાં મહિલા રેતી ખાલી કરવાની કામગીરી કરતી હતી ત્યારે અકસ્માત સર્જાયો

સુરતના ડીંડોલી વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડીંગમાં કામ કરતી મહિલા કામદારનું દસમા માળેથી નીચે પટકાતા મોત નિપજ્યું છે. માહિતી મુજબ, પ્રયોશા જ્વેલ નામની બિલ્ડીંગમાં મહિલા રેતી ખાલી કરવાની કામગીરી કરી રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં મહિલા સીધી દસમા માળેથી નીચે પટકાતા ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું. ઘટનાસ્થળે કામદારો માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો, જ્યાં સેફટી બેલ્ટ સહિતની કોઈપણ વ્યવસ્થા ઉપલબ્ધ ન હતી. ઘટનાને લઈને કોન્ટ્રાક્ટર અને બિલ્ડર સામે મજૂરોની સલામતી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. અકસ્માત બાદ ડીંડોલી પોલીસ મથક બહાર કામદારો અને પરિવારજનોએ હોબાળો મચાવી બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
