<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

પાનતલવાડી ગામે બે પરિવારો વચ્ચે ઝઘડો થતા 14 વિરુદ્ધ સામ સામી ફરિયાદમાં રાયોટીંગનો ગુનો નોંધાયો

ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી :ગરૂડેશ્વર પોલીસે બંને ફરિયાદો માં કુલ 14 સામે રાયોટિંગ નો ગુનો નોંધી તપાસ હાથ ધરી

(ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના પાનતલાવડી ગામમાં બે પરિવારો વચ્ચે માથાકૂટ થતાં રાયોટિંગનો ગુનો નોંધાયો છે

    મળતી માહિતી અનુસાર પ્રથમ ફરિયાદમાં (૧) ગીરીશભાઈ પ્રભુભાઈ ભીલ (૨) અરવિંદભાઈ પ્રભુભાઈ ભીલ (૩) મનહરભાઈ પ્રભુભાઈ ભીલ (૪) રાકેશભાઈ મનહરભાઈ ભીલ (૫) હિતેશભાઈ ગીરીશભાઈ ભીલ (૬) અજયભાઈ મહેન્દ્રભાઈ ભીલ તથા (૭) રધુભાઈ ત્રિકમભાઈ ભીલ (તમામ રહે.પાનતલવાડી, તા.ગરુડેશ્વર, જી.નર્મદા) નાઓએ સમાન ઈરાદો પાર પાડવા એકસંપ થઈ ભેગા મળી ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદી ચંપકભાઈ રેવાભાઈ ભીલ (ઉ.વ.આ.૨૬)( રહે.પાનતલાવડી ભીલવાડા ફળીયુ)ના મોટા ભાઈ સુરેશભાઈ રેવાભાઈ ભીલનાઓને માથામાં તાળવાના ભાગે ઈંટનો ટુકડો છુટો મારી ઈજા કરી તથા બીજા ભાઈ વિપીનભાઈ રેવાભાઈ ભીલને ડાબા હાથના અંગુઠાના ભાગે તથા નાકના ભાગે ઈજા કરી તથા ફરી. ને ઢીકાપાટુનો માર મારી ફરી. તથા ફરી. ના બન્ને ભાઈઓને મા બહેન સમાણી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી
  જ્યારે બીજી ફરિયાદ મુજબ  (૧) ચંપકભાઈ રેવાભાઈ ભીલ (૨) વિપીનભાઈ રેવાભાઈ ભીલ (3) સુરેશભાઈ રેવાભાઈ ભીલ (૪) ચંચરબેન તે રેવાભાઈ ભીલ (૫) સુનિતાબેન વા/ઓ વિપીનભાઈ ભીલ (5) હિરલબેન વા/ઓ ચંપકભાઈ રેવાભાઈ ભીલ (૭) લક્ષ્મીબેન વા/ઓ સુરેશભાઈ રેવાભાઈ ભીલ તમામ રહે.પાનતલાવડી. નાઓએ સમાન ઈરાદો પાર પાડવા એકસંપ થઈ ભેગા મળી ગેરકાયદેસર મંડળી રચી અરવિંદભાઈ પ્રભુભાઈ ભીલ નાઓને આંખના ભાગે ઈંટનો ટુકડો છુટો મારી ઈજા કરી તથા ફરિયાદી ગીરીશભાઈ પ્રભુભાઈ ભીલ ઉ.વ.૪૯ ધંધો ખેતીકામ રહે. પાનતલાવડી ભીલવાડા ફળીયુ.નાઓ સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરતા ગરૂડેશ્વર પોલીસે બંને ફરિયાદો માં કુલ 14 સામે રાયોટિંગ નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:04 PM IST)