<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

અમદાવાદના બોપલના પ્રખ્યાત ટીઆરપી મોલની નજીક એક દુકાનમાં આગ ભભુકતા લોકોમાં ભારે અફરાતફરી

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અસરથી ફાયર ફાઈટરો સાથે ઘટના સ્થળે દોડી ગઈ

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતાં સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. આ આગની ઘટના બોપલના પ્રખ્યાત ટીઆરપી મોલની નજીક આવેલી એક દુકાનમાં બની હતી, જેમાં જોતજોતામાં ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અસરથી ફાયર ફાઈટરો સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જેને પગલે વહીવટી તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.

(12:36 AM IST)