<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

વાવ-થરાદ તાલુકાના દેથળી ગામની સીમમાં કેનાલમાં 10 ફૂટથી વધુ મોટું ગાબડું પડ્યું : પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું

ખેડૂતોના જણાવ્યા મુજબ દર વર્ષે બે-ત્રણ વખત કેનાલ તૂટવાની ઘટના બને છે, છતાં કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.

 બનાસકાંઠાના વાવ-થરાદ તાલુકાના દેથળી ગામની સીમમાં આવેલી જાંદલા ડિસ્ટ્રિબ્યુટર કેનાલમાં 10 ફૂટથી વધુ મોટું ગાબડું પડતાં મોટી માત્રામાં પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલ ઓવરફ્લો થવાના કારણે તે તૂટી છે, જ્યારે હલકી ગુણવત્તાના બાંધકામને પણ જવાબદાર ગણાવવામાં આવી રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ દર વર્ષે બે-ત્રણ વખત કેનાલ તૂટવાની ઘટના બને છે, છતાં કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. કેનાલ તૂટતાં જુવાર સહિતના ઉભા પાકને ભારે નુકસાન થયું છે અને વરસાદની ખેંચ વચ્ચે લાખો લિટર કિંમતી પાણી વેડફાતા ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

(11:47 AM IST)