તા. ૧૫ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૬ રવિવાર
News of Sunday, 15th November 2026
નવસારી તાલુકાના પૂણી ગામમાં ખેતરો અને વાડી વિસ્તારમાં દેખા દેતા કદાવર દીપડાને આખરે પાંજરે પુરાયો
શિકારની શોધમાં નીકળેલો આશરે સાડા પાંચ વર્ષનો નર દીપડો પાંજરે પુરાયો: દીપડો પકડાતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો

નવસારી તાલુકાના પૂણી ગામમાં છેલ્લા ઘણા દિવસોથી ખેતરો અને વાડી વિસ્તારમાં દેખા દેતા કદાવર દીપડાને આખરે પાંજરે પૂરવામાં વનવિભાગને સફળતા મળી છે. દીપડાની અવરજવરથી ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. જેને પગલે સામાજિક વનીકરણ વિભાગની સુપા રેન્જને જાણ કરવામાં આવી હતી. વનવિભાગે નદી ફળિયા વિસ્તારમાં નવીનચંદ્ર લલ્લુભાઈ પટેલના ઘરની પાછળ આવેલી આંબાવાડીમાં પાંજરું ગોઠવ્યું હતું. શિકારની શોધમાં નીકળેલો આશરે સાડા પાંચ વર્ષનો નર દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પકડાતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. તબીબી તપાસ બાદ તેને સુરક્ષિત જંગલમાં છોડવામાં આવશે.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
